સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ પશુપાલન વ્યવસાયને આગવું મહત્વ આપી, પશુપાલનને ગ્રામ્ય રોજગારીનો આધારસ્તંભ બનાવી ખેડૂતોની આવક બમણી કરવા માટે નાણાંકીય પ્રોત્સાહન થકી પશુપાલન વ્યવસાયને ગ્રામ્ય કક્ષાએ વધુ વેગ આપવાનો છે.

લાયકાત:

ગુજરાત રાજયમાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ તમામ પશુપાલકો

યોજનાઓનો લાભ:

  1.  ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ ટકા વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિના લાભાર્થીઓને ૮.૫ ટકા વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ ટકા વ્યાજ સહાય
  2. કેટલશેડના બાંધકામ પર ૫૦ ટકા મહત્તમ રૂ. ૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ. ૨.૨૫ લાખ સહાય
  3. પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫ ટકા મહત્તમ રૂ. ૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦ ટકા મહત્તમ રૂ. ૫૧,૮૪૦/- સહાય
  4. ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫ ટકા લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૫,૦૦૦/-, રૂ. ૭,૫૦૦/-, અને રૂ. ૩૩,૭૫૦/- સહાય; ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦ ટકા લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૮,૦૦૦/-, રૂ. ૯,૦૦૦/- અને રૂ. ૪૦,૫૦૦/- સહાય

યોજનાની અરજી:

રિઝર્વ બેંક માન્ય નાણાંકિય સંસ્થા / બેંક / ખેતી વિષયક સહકારી મંડળીમાંથી વર્ષ ૨૦૧૯-૨૦ માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે રિઝર્વ બેંક માન્ય નાણાંકિય સંસ્થા / બેંક/ખેતી વિષયક સહકારી મંડળીમાંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદ જ ikhedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

અમલીકરણ સંસ્થા:

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. આણંદ/ નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત

અન્ય શરતો:

  • પશુખરીદી માટે રિઝર્વ બેંક માન્ય ધિરાણ સંસ્થા પાસેથી ધિરાણ મેળવેલ હોવું જોઈએ.
  • પોતાની માલિકીની, ભોગવટાની, લીઝ ઉપર જમીન મેળવેલ હોવી જોઈએ.
  • નિયત થયેલ શરતો મુજબનું બાંધકામ તથા સાધનોની ખરીદી થયેલ હોવી જોઈએ તથા તમામ શરતોનું પાલન થતું હોવું જોઈએ.

વ્યક્તિગત સહાયલક્ષી યોજનાઓ માટે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લાની કોઈપણ પશુપાલન કચેરીનો સંપર્ક કરવો.

સંદર્ભ:

  • www.ikhedut.gujarat.gov.in
  • પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓની પુસ્તિકા, પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય

ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત