એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ ટકા વ્યાજ સહાય

હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના પશુપાલકો સરળતાથી પશુઓ ખરીદ કરી પશુપાલન વ્યવસાય અપનાવી આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે પશુઓની ખરીદી પર બેંક ધિરાણ સામે વ્યાજની સહાય આપી તેમના સામાજિક અને આર્થિક સ્તરમાં પણ સુધારો લાવવાનો છે.

લાયકાત:

ગુજરાત રાજયમાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ તમામ પશુપાલકો

યોજનાઓનો લાભ:

પશુ એકમની કિંમત અથવા બેંકએ પશુ ખરીદી કરવા એકમદીઠ નક્કી કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨ ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.

યોજનાની અરજી:

બેંક દ્વારા ધિરાણ મેળવ્યા બાદ ikhedut portal પર ઓનલાઈન અરજી કરવી.

અમલીકરણ સંસ્થા:

સંબંધિત જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી/ મદદનીશ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત અમલીકરણ અધિકારી રહેશે.

અન્ય શરતો:

  • લાભાર્થીએ રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક દ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં લોન મેળવેલ હોય તો જ સહાયને પાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ પશુપાલકે પશુ એકમ ૫ (પાંચ) વર્ષની મુદત સુધી નિભાવવાનું રહેશે. આ ૫ (પાંચ) વર્ષની મુદત દરમ્યાન પશુ મૃત્યુ પામે તો લાભાર્થીએ સ્વ-ખર્ચે કે વિમાની રકમમાંથી કે બેંકમાંથી ધિરાણ મેળવીને નવું પશુ ખરીદી મૂળ પશુ એકમ યથાવત રાખી પશુ પાલન કરવાનું રહેશે. આ અંગે સરકારશ્રી દ્વારા કોઈ વધારાની સહાય મળવા પાત્ર થશે નહીં.

વ્યક્તિગત સહાયલક્ષી યોજનાઓ માટે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લાની કોઈપણ પશુપાલન કચેરીનો સંપર્ક કરવો.

સંદર્ભ

  • www.ikhedut.gujarat.gov.in
  • પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓની પુસ્તિકા, પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય

ડૉ. તન્વી સોની  

પશુચિકિત્સક, ગુજરાત