દુધાળા પશુઓના આંચળ ના અગ્ર ભાગના છીદ્રની ચામડી, સુકાઈ જવી

આચળના અગ્ર ભાગના છિદ્ર અને અંદરની નળીની ત્વચાના કોષની વૃદ્ધિ થઇ જાડી થઇ જાય છે. આ પરિસ્થિતિને અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે જેમકે આંચળનું વલય,આંચળનુ ફૂલ,આંચળ ઘસાવવુ, ગાંઠ/કણી બાજવી, સોરાવુ વિ. કોષીય પરીક્ષણ સાબિત કરે છે કે આ પરિસ્થિતિ આંચળ ના અંદરના ત્વચાના કોષનો વધારે વિકાસ/કોષ ઉત્પન્ન થવાથી થાય છે. આથી આચલમાં ફેરફાર, અંદરની ચામડી બહાર નીકળવી એ કહેવું ખોટુ છે.

ત્વચાનુ વધુ પડતુ વધવુ એ વધારે પડતા કેરાટીન(એક જાતનો પ્રોટીનથી બનેલ પદાર્થ જેમકે નખ, વાળ, ખરી) ઉત્પન્ન થવાથી થાય છે.આ એક સામાન્ય પ્રક્રિયા છે જે આંચળ પર વધુ પડતા દબાણને લીધે થાય છે જેમકે દૂધ દોહતી વેળા, મશીનથી દૂધ દોહતા કે વાછરડાના ધાવવાથી થાય છે. વધુમાં ત્વચા જાડી થવાની શરૂઆત વધારે ખરાબ હવામાન, ઋતુમાં ફેરફાર, દૂધ કાઢવાની પદ્ધતિ કે કોઈ ગાયમાં વારસાગત પણ હોઈ શકે. ગાયોમાંઆંચળની ત્વચા જાડી થવાનો પ્રશ્ન વધુ દૂધ આપતી અને ખાસ શિયાળાની ઋતુમાં વધુ જોવા મળે છે.સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે એ જ પદ્ધતિ, એ જ મશીનથી દોહવાતી ગાયમાં શિયાળામાં વધુ પ્રમાણમાં આ પરિસ્થિતિ જોવા મળે છે પરંતુ આ માટે આંચળને જવાબદાર ગણવામાં આવે છે.

આચળના અગ્ર ભાગમાં ગાંઠ/કણી બાજવી

વારંવાર દૂધ દોહવાથી આંચળના અગ્ર ભાગના કોષોમાં ફેરફાર જોવા મળે છે પરીણામે છિદ્ર આજુબાજુ ગાંઠ/કણી જણાય છે. ગાયમાં આંચળના આગળના ભાગનો આકાર, આંચળનુ સ્થાન, આંચળની લંબાઈ, દૂધ ઉત્પાદન,દુગ્ધ કાલ, વિ અસર કરે છે. 1942 માં આંચળનું સોરાવાનું કારણ મશીનથી દોહવાનુ મનાતુ હતું .હાલના કોષીય વિજ્ઞાનના અભ્યાસ પરથી જણાયુ છે કે અંદરના ભાગમાં ગાંઠ બંધાવીએ સોરાવા કરતા વધુ કારણભૂત છે,અદરના ભાગમાં થતા ફેરફાર એ વધુ પડતા યાંત્રિક દબાણ જે દૂધ દોહવાના મશીનથી ઉત્પન્ન થતા વેક્યુમ(શૂન્યાવકાશ)અને એક તરફના દબાવને લીધે હોય છે.આવા દબાણનો આધાર દોહતી વેળા ઉત્પન્ન થતું વેક્યુમ,ધબકવાથી ઉત્પન્ન થતું વેક્યુમ, મશીન ચાલુ કરવાનો સમય, મશીનના કપનુ અંદરની બનાવટ (આવરણ), આંચલનો આકાર વિ પર આધાર રાખે છે. ધણ ના જાનવરો નુ દૂધ એક જ પ્રકારના મશીનથી દોહવાતા હોય, એ જ પદ્ધતિથી દોહવાતા હોય અને આંચળમાં ખુબ જ તફાવત જોવામાં આવતો હોય તો વારસાગત હોવાની શક્યતા નકારી ન શકાય.

આચળના મુખ પાસેની ગાંઠ નું દેખાવ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે આ માટે ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. નેધરલેન્ડમાં અપનાવવામાં આવેલ પદ્ધતિ મુજબ ગાંઠની રીગ(ચકરડા, ચકામા )ની જાડાઈ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે.(TECT) જેના પાંચ વર્ગ કરવામાં આવેલ છે. કશું નહી (N), નજીવી (A), સાધારણ (B), જાડી(C) અને અતિશય જાડી (D). સરેરાશ જાડાઈ 1 થી 5 અંકમાં દર્શાવવામાં આવે છે. વધુમાં ગાંઠ ને સુંવાળી (1) અને રફ(2) તરીકે પણ વિભાજીત કરવામાં આવે છે. આ પદ્ધતિ ‘આંતરરાષ્ટ્રીય આંચળ મંડળ’ દ્વારા રિસર્ચ કરવામાં ઉપયોગ લેવામાં આવે છે.

દુધાળી ગાયના આંચળ પર અસર કરતા ઘણા પરિબળો છે.પશુપાલક જયારે આંચળની પરીસ્થિતિ વિષે વાત કરે છે ત્યારે ચોક્કસ આંચળની ગાંઠ વિષે કહે છે. આમ છતાં આંચળ પર જખમ થવાના તેમજ ફેરફાર બીજા ઘણા કારણો છે જે અંગે દૂધ દોહતી વેળાએ જરૂરી દેખભાળ અને ધ્યાન રાખવાથી જાણી શકાય.

આ ઉપરાંત આંચળ પરના મહત્વના ફેરફાર જે દૂધ દોહતી વેળા જાણી શકાય.

  • દૂધ દોહયા પછીનો આચળ નો રંગ
  • આચળની નળીની દ્રઢતા (સ્થિતિસ્થાપકતા)
    આચળના છિદ્રની ખુલાવટ
  • આચળના મૂળમાં કોષોની પરિસ્થિતિ
  • દૂધ દોહયા પછીનો આચળનો સુકારો. આ ફેરફારને 3 ભાગમાં વિભાજીત કરવામાં આવે છે.

અ) ટૂંકા ગાળાના ફેરફાર (એક વેળા દોહયા બાદ જણાતા જે તુરંત અદ્રશ્ય થઇ જાય છે) જેમકે આચળનો રંગ, આચળનો સોજો અને નળીની દ્રઢતા (સ્થિતિસ્થાપકતા), આચળના બાવળા સાથેના જોડાણ પાસે ધમનીનો ધબકાર અનુભવવો.

બ) મધ્યમ ગાળાના ફેરફાર ( સામાન્ય રીતે થોડો સમય ગાળો લે છે) આચળની ત્વચામાં ફેરફાર ઉપરાંત લોહીના ચકામાં (વધુ લાલાશ) જણાય છે.

ક) લાંબા ગાળાના ફેરફાર (સામાન્ય સંજોગોમાં નિર્માણ થતા અઠવાડિયાઓનો સમય જાય છે. જેમાં આચળના છિદ્ર પરની ત્વચા જાડી,સુષ્ક થાયછે. વધુમાં જયારે હવા ઠંડી અને સૂકી હોય, અને કર્કશ હોય તેવા સંજોગોમાં આંચળની ત્વચા જલ્દી સૂકી અને જાડી થાય છે.

આચળના જખમનું મહત્વ

બાવળામાં દાખલ થતા રોગકારક જીવાણુ ને રોકવાનું પહેલું યાંત્રિક અવરોધક એ આંચળની નળી છે. બે દોહન વચ્ચેના ગાળામાં આંચળની નળી સ્નાયુ દ્વારા મજબૂત રીતે બંધ થવી જોઈએ જેથી રોગકારક જીવાણુઓ આંચળમાં અને બાવળામાં પ્રવેશી ન શકે.

આ બચાવ કામગીરી પુખ્ત ચરબી યુક્ત કેરાટિન કોષોથી બનેલ આંચળની અંદરના આવરણ દ્વારા થાય છે. કેરાટીન આવરણ લાલાશ પડતુ અને અમલાયેલુ દેખાય છે.કેરાટીન ખાપરી કરતા રોગકારક જીવણુને આંચળમાં રોકે છે અને અંતે દોહતી વેળા બહાર નીકળી જાય છે. દૂધ દોહતી પ્રક્રિયા દરમિયાન કેરાટીન બહારનું પડ છોલાઈ બહાર નીકળી જાય છે.

જો નું છિદ્ર સારી પરિસ્થિતિ હોય અને જખમ થયો ન હોય , ત્વચા નરમ અને શુંવાળી હોય તો આંચળ એ રોગકારક જીવાણું ઉત્પન્ન થતી ખાપરીને અટકાવવા ઉત્તમ છે. ટૂંકા ગાળામાં ઉદ્ભવેલ પ્રશ્ન એ આંચળની કુદરતી રોગપ્રતિરોધક ક્ષમતામાં ઘટાડો કરે છે. જયારે આંચળના છિદ્ર પરની ગાંઠ પર ધ્યાન હોય છે ત્યારે બીજા લક્ષણો જેમકે ત્વચાના રંગમાં ફેરફાર, સોજો, છિદ્ર પર કણી તરફ ઓછું લક્ષ હોય છે.હોલેન્ડમાં થયેલ અભ્યાસ પરથી જણાયું છે કે કોઈ પણ કારણે રક્તાભિષણમાં અડચણ અણદેખી રીતે ખાપરીનુ જોખમ વધારે છે.

જયારે આંચળની ત્વચા સુકાઈ જાય છે અને વધુ પડતું કેરાટીન જમા થાય છે ત્યારે નળીની સફાઈ થવામાં તકલીફ થાય છે.આથી હવામાનમાંના રોગકારક જીવાણુથી ખાપરી થવાનું જોખમ વધી જાય છે. આંચળ પરની ત્વચા પરનો કોઈ પણ જખમ સંક્રામક જીવાણુ ને ફેલાવાનો મોકો આપી શકે છે. આ જખમ દૂધ દોહતી વેળા ગાયને તકલીફ આપી છે જેથી દૂધ ઓછુ નીકળે છે.

આચળની પ્રતિકૂળ પરિસ્થિતિ માટેના સંભવિત કારણો
આચળના છિદ્ર પર કેરાટીન જમા થવાના અનેક કારણો હોઈ શકે જેમકે આચળના છેવાડાનો આકાર, દૂધ ઉત્પાદકતા, દૂધ દોહવાની ઝડપ, વધુ પડતું દૂધ દોહવુ, દોહનકાળ, દૂધ દોહવામા અસમાનતા, દૂધ દોહવા વચ્ચેનો સમય ગાળો અને મશીન. દૈનિક 1કિલ્લો/મિનિટ દોહવાનો સમય ગાળો એ કેરાટિન જમવા પર વધુ અસર કરે છે.

સામાન્ય રીતે લાંબા, અણીદાર આંચળ , ઘીમેથી દૂધ નીકાળતી ગાય અને વધુ દૂધ આપતી ગાયોમાં વધુ કેરાટીન જમા થતુ જોવા મળે છે. આચળમાં વિયાણ બાદ 3-4 મહિનામાં વધુ જોવા મળે છે અને જેમ ગાળો લાંબો થાય છે તેમ ઓછું થતું જાય છે.એક જ ધણમાં એક જ પદ્ધતિએ દૂધ દોહવાતુ હોય તેમ છતાં કેરાટીન જમા થવાના પ્રમાણમાં વધુ પડતો તફાવત જોવામાં આવે તો વારસાગત હોઈ શકે.

કેરાટીન જમા થવા દેવામાં ઘટાડો કરવો

કેરાટીન જમા થવાની પ્રક્રિયા દુધાળા જાનવરોમાં કુદરતી અને સામાન્ય હોય તેમ છતાં પરિસ્થિતિ પર કાબુ લેવા કયા પગલાં લઈ શકાય એ પણ જાણવુ જોઈએ કે દૂગ્ધકાળ પર પણ આધાર રાખે છે. સાબિતી થયેલ છે કે જો 1 કિલ્લો/મિનિટ દૂધ દોહનથી કાઢવામાં આવે તો કેરાટિન જમા થવાની શક્યતા વધુ છે. આ સમય ગાળો પાનો માપવાના સમય થી શરુ કરી દોહન પૂરું કરવાંનો સમય ગાળો હોય છે. ગાય જો પાનો મુકવાનો સમય વધારે લેતી હોય તો શરૂઆતમાં વધુ ઝડપથી દૂધ કાઢવું જોઈએ. ગાયોના આચળ પર મશીન જોડતા પહેલા સારી રીતે તૈયાર કરવામાં આવી હોય તો ટૂંકા ગાળામાં વધુ દૂધ દોહન કરી શકાય જે દુધનો પ્રવાહ દર્શાવે છે. વધુ આધુનિક સાધનો પ્રવાહ નિયંત્રિત કરતા મશીન મળે છે.

આચળની ત્વચા સારી, સારી ભીનાશ અને કુદરતી સ્થિતિસ્થાપકતા છે એ પર ધ્યાન દેવાથી કેરાટીન જમા થવાનુ અને ત્વચા જાડી થવાનું પ્રમાણ માર્યાદિત રહેશે. સારી જાતના જંતુનાશક યોગ્ય પ્રમાણમાં લગાડવા જરૂરી છે. કેરોટીન જમા થવાના કારણોમાં વારસાગત કારણો અંગે પણ બારીકાઈથી જોવાની જરૂર છે. આચળની લંબાઈ અને આકાર પરથી જાણી શકાય કે નળીમાં કેરાટિનનો સંગ્રહ કરવાની ક્ષમતા કેટલી છે.

દુધાળા જાનવરોમાં કેરાટીન જમા થવાના ઘણા કારણો છે. તેમ છતાં તેનું પ્રમાણ જાણી પશુપાલકે ગૌશાળાના વ્યવસ્થાપન પર ધ્યાન આપી ગાયોની સંભાળ રાખવી જોઈએ. આચળના છીંદ્ર પાસેની કણી દુધાળા જાનવરમાં ખાપરી થવા જેટલી ભયાવહ નથી પરંતુ મશીનથી દોહનને શારીરિક પ્રતિસાદ છે. આચળના છિદ્ર પાસેની વધુ પ્રમાણમાં કણીઓ અને ત્વચા બાવલાની બીમારીને કારણે હોઈ શકે.વ્યાપારીક ગૌશાળામાં આવી કણીઓ(કેરાટીન) નો અભ્યાસ કરવાથી દોહન પ્રક્રિયા, વ્યવસ્થાપન, આસપાસના વાતાવરણને મશીનના પ્રશ્નનું નિરાકરણ કરી શકાય.


અનુવાદક
ડો. ઘનશ્યામ ધોળકીયા
પશુચિકિત્સક, વડોદરા