ભારત સરકાર ડેરી વ્યવસાયને વિકસાવવા પ્રયત્ન કરી રહ્યું છે તે આપ શું નથી જાણતા ?

ચાલુ વર્ષે ડેરી ઉદ્યોગ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે.આપણે બધા જાણીએ છીએ કે દીનબદીન દૂધ ઉત્પાદન વધી રહ્યુ છે પણ દૂધ સપાદન નો ભાવ પૂરતો નથી. છેલ્લા 6 માસથી દૂધ સપાદનનો ભાવ ઘટતો જાય છે પરંતુ છૂટક વેચાણ ભાવ એ જરહ્યો છે.સરેરાશ દૂધ સપાદન ભાવ પ્રતિ લીટર રૂ 25-35 છે જયારે છૂટક વેચાણ ભાવ રૂ 50 પ્રતિ લીટર છે.આનુ મુખ્ય કારણ દૂધ ઉત્પાદનમાં પુષ્કળ વધારો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દૂધના પાવડર ના ભાવમાં કડાકો બોલી ગયો છે. આ કારણે દૂધ ઉત્પાદકો અને ઉપભોક્તાઓ ભીસાઈ રહ્યા છે.

જે રાજ્યોમાં ખેડૂત સંગઠન મજબૂત છે ત્યાંની સરકારે શક્ય તે મદદ ડેરી ઉદ્યોગને કરી છે. સરકારની નીતિ આવી પરિસ્થિતિને અસરકારક રીતે થાળે પાડવી જોઈએ.

ભારતમાં સરકાર દ્વારા પગલાં લેવામાં આવે છે પરંતુ તે મોડા અથવા લોકો દ્વારા આંદોલન કરવામાં આવે છે ત્યારે.થોડા સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા 6 માસ માટે રૂ 300 કરોડની સહાય નિકાશ માટે જાહેર કરવામાં આવી હતી. હાલમાં જ મહારાષ્ટ્રમાં ખેડૂત આંદોલન બાદ દૂધ સંપાદનનો ઓછામાં ઓછો પ્રતિ લીટર રૂ 25 જાહેર કરવામાં આવ્યો.ગોવા , કર્ણાટક અને કેરાલામાં સરકાર દ્વારા રૂ 50-70 પ્રતિ કિલ્લો ફેટ નો પ્રોત્સાહન ભાવ જે ઉત્પાદકો સહકારી ડેરીઓમાં દૂધ આપે છે તેમને ચુકવવામાં આવે છે.

મહારાષ્ટ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે સુંદર પગલાં લીધાછે 19મી જુલાઈએ અખબારી યાદી મુજબ
1)સચિવશ્રી, મહિલા અને બાળવિકાસ મંત્રાલય, સચિવશ્રી, શાળાકીય શિક્ષણ, અને પ્રમુખશ્રી રેલવે બોર્ડ સાથે વિચારણા કરી કર્ણાટક, બિહાર, રાજસ્થાન રાજ્યની માફક દૂધ, દૂધનો પાવડર,અને દૂધની બનાવટો શાળાઓમાં આઈસીડીએસ યોજના અંતર્ગત આપવા અને રાજસ્થાનની જેમ મધ્યાન્તર ભોજન યોજના માં આપવાનુ શરુ કરવામાં આવેલ છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વિભાગ દ્વારા છાશના પાવડરની આયાત ડ્યૂટી 30% થી વધારી 40% કરવામાં આવી છે અને વિદેશ વ્યાપાર વિભાગ (DGFT) દ્વારા 27 માર્ચ 2018 ના જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
13 જુલાઈ 2018ના DGFTના જાહેરનામા મુજબ નેપાળ અને ભૂટાન સહીતના દેશોમાં દૂધનો પાવડર કે કેસીન ની નિકાશ કરવા પર વધુ 10% પ્રોત્સાહન આપવામાં આવશે. હાલની પરિસ્થિતિ જોતા દૂધ ઉત્પાદકોના ફાયદા માટે મંત્રાલયે નિકાશ વધારવા જણાવ્યું છે અને 10% થી વધારી 20%પ્રોત્સાહન ભાવ આપવા પ્રસ્તાવ મુકેલ છે. રાજ્ય કક્ષાના સહકારી ડેરી ફેડરેશન યોજના અંતર્ગત રૂ 300 કરોડની રકમ એનડીડીબી મારફત ફાળવવા રાખવામાં આવેલ છે જે હળવી લોન કાર્યકારી સહાય પેટે આપવામાં આવશે.


વિવિધ સહકારી દૂધ સંઘને 5%ના સાદા વ્યાજથી હળવી લોન આપવામાં આવશે.
તા 22 જુલાઈ ના “પશુ સંદેશ” લેખમાંથી