ગાયો માટે યુરિયા એ પ્રોટીનનો સ્ત્રોત્ર છે

ગાયોને યુરિયા ખવડાવવા અંગે ગણી ગેરસમજણ છે. વાગોળતા જાનવરો માટે નાઇટ્રોજન મેળવવા સસ્તું અને સહેલાઇથી ઉપલબ્ધ છે. ગાયોના જટિલ પેટમાના સૂક્ષ્મ જીવાણુઓ યુરિયામાંથી મુક્ત નાઈટ્રોજન મેળવી પ્રોટીનમાં રૂપાંતર કરે છે. આવા સૂક્ષ્મ જીવાણુઓનું એબૉમેસમમાં સાદા પેપ્ટાઈડમાં રૂપાંતર થાય છે જે શરીરની પ્રક્રિયામાં ઉપયોગી છે. જો કે યુરિયાનું પ્રોટીનમાં  અને સૂક્ષ્મ જીવાણુનું પ્રોટીનમાં રૂપાંતર ખાસ પરિસ્થિતિમાં જ  થાય છે.

ગાયની ઉમર ; નાના વાછરડામાં ગાયો જેવું જટિલ પેટ હોતું નથી. ઉમર વધતા તેનો વિકાસ થાય છે આ માટે બે પરિસ્થિતિઓ મહત્વની છે.

  •  કેટલી ઝડપથી ઘટ્ટ ખોરાક (વાગોળ ) પેટમાં જાય છે.
  • ગાય અને કોઠાનું વાતાવરણ જેને લીઘે ખોરાકની  ઉત્પન્ન થતી વાગોળ જે પેટનો ઝડપથી વિકાસ કરે છે. ઉંમરને બદલે 250કી વજન ન થાય ત્યાં સુધી યુરિયા ન આપવુ કારણ કે પેટનો વિકાસ શરીરના વજન સાથે જોડાયેલ છે.

સર્કરાવાળા પદાર્થોમાં આથો આવવો 

અણુઓને યુરિયામાંથી નાઈટ્રોજન બનાવવા આથો અથવા સર્કરાની જરૂર હોય છે જે સાકરવાળા,પેસીટી કે રેષાવાળા ખોરાકમાંથી મળે છે જેનું વિઘટન થતા જીવાણુઓને શક્તિ મળે છે જે શક્તિ માટે ઉપયોગ કરે છે. આથાવાળી સર્કરા અને યુરિયાને પૂરતા પ્રમાણમાં ખવડાવવાથી ઉચ્ચ કક્ષાનુ પ્રોટીન તૈયાર થાય છે. જો ખોરાકમાં રેષાવાળા  ખોરાક્માં(એનડીએફ )પ્રમાણ વધુ હોય તો યુરિયા મર્યાદિત ઉપયોગમાં આવે છે કેમકે રેષાઓનું વિઘટન થતાં વધુ સમય લાગે છે. આથી સારી ગુણવત્તાવાળો, વધુ એનડીફ વાળો ખોરાક ઉરીયાના વિઘટન માટે આપવો જોઈએ. પશુપોષણ નિષ્ણાતોનું  માનવું છે કે યુરિયામાંથી કાચા પ્રોટીન મેળવવા માટે યુરિયા સાથે ઓછી ગુણવત્તાવાળું ઘાસ આપવું જોઈએ જેથી સહેલાઈથી શક્તિ મળે છે. વધુ પડતા યુરિયાના  ઝેર (આડઅસર) નીકળવા માટે પણ શક્તિની જરૂર પડે છે. યુરિયા ઓછા પ્રમાણમાં અનાજ અથવા ગોળની રસી સાથે મેળવીને પણ આપી શકાય છે. જયારે અનાજ સાથેભેળવવામાં આવે તો 1.5 થી 3.0% જ યુરિયા આપી શકાય જે પશુપાલકે જાણવું જરૂરી છે. બજારમાં મળતા તૈયાર ખાદ્યોમાં પણ 3.0% યુરિયા હોય છે.

આહારમાંથી મળતા અન્ય પ્રોટીન ; યુરીયાને નોન પ્રોટીન નાઇટ્રોજન ગણવામાં આવે છે.મોટા ભાગની વનસ્પતિ જન્ય પ્રોટીનનું પેટમાં વિઘટન થઇ નાઈટ્રોજન અને એમોનિયામાં રૂપાંતર થાય છે જેને પેટમાંના જીવાણુઓ ઉપયોગમાં લે છે. આ જાતનું વનસ્પતિ જન્ય પ્રોટીન પણ યુરીયામાંથી તૈયાર થાય છે. ખોરાકમાં જયારે યુરિયા ઉમેરવામાં આવે ત્યારે આપવામાં આવતા ખોરાકમાં રહેલા પ્રોટીનની ગણતરી કરાવી જોઈએ. આથી યુરિયા માત્ર નાઇટ્રોજનમાં રૂપાંતર કરવા પૂરતોજ  નાખવો  જોઈએ જેથી વધુ પડતો એમોનિયા લોહીમાં ભળાવો જોઈએ નહિ કારણ કે તેમાં વધુ શક્તિ વેડફાય છે.

આહાર(ખાદ્ય)જો ખોરાકમાં સારી જાતનુ અનાજ કે મકાઈના ડુંડાનો કે સોરગમનો સાયલેજ હોય તો યુરિયાનો સારો ઉપયોગ થાય છે કારણે પેટમાં ઓછું વિઘટન થાય છે. પાણીમાં નાઈટ્રાઈટ નામનું તત્વ હોય છે જે નાઇટ્રોજનને મળતું હોઈ નાઈટ્રોજનની ઉપલબ્ધતાની ગણતરી વખતે તેનો પણ ખ્યાલ રાખવો જોઈએ. આખરે શરીરને પ્રોટીન મેળવવા પ્રોટીન ઉત્પન્ન કરવા 100% સર્કરા મેળવી જોઈએ। જો આવો ખોરાક મળતો હોય તો યુરિયા ઉમેરવાની જરૂરિયાત રહેતી નથી. જો દરરોજ 25કિ.  જેટલો સાયલેજ આપવામાં આવતો હોય તો 200-250 ગ્રામ યુરિયા આપી શકાય. જો માત્ર સૂકો ચારો જ અપાતો હોય તો એકલો યુરિયા આપી ન શકાય તેમાં બે કિ જેતલ ડૂંડાં ઉમેરવા જોઈએ.

ભારતમાં યુરિયા મોલાસીસ(ગોળની રસી)ની  ચાટણ ઈંટ મળે છે. આ ઈંટ બનાવતી વેળા તેમાં થોડો ચારો નાખવામાં આવે છે. ગાયો ગમાણમાં મૂકેલી આ ઈંટ ચાટતી હોય તેમને ગોળની રસી પણ મળે છે.કેટલીક ઈંટમાં ખનીજ દ્રવ્યો પણ ઉમેરવામાં આવે છે અને ઉપયોગીતા વધારવામાં આવે છે. જો આવી ઈંટોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવેતો ગાયોનો ખોરાકી ખર્ચ પણ ઓછો આવે છે. વધુમાં યુરિયા  પેટ  માટે પણ સારું છે. છતાં જોકે યુરિયાનું પ્રમાણ જળવાય નહી  અથવા તો યોગ્ય રીતે સાચવવામાં ન આવે તો અકસ્માત થાય સંભવ છે.

યુરિયાથી ઝેર ચડવું : ગાયોજો પેટની ક્ષમતા કરતાં વધારે  અથવા તો જીવાણુઓ દ્વારા વિઘટનની ક્ષમતા કરતા વધુ યુરિયા ખાઈ જાય તો ઝેર (મીણો ) ચડવાની શક્યતા છે. અચાનક ખોરાકમાં યુરિયા ઉમેરવામાં આવે તો પણ ઝેર ચડે છે. વધુ પડતો યુરિયા ગાયનો મારક પણ બની શકે છે.

ઝેર ચડ્યાના લક્ષણો 

ચહેરાના કે કાનની આસપાસના સ્નાયુઓ ખેચાવા,દાંત કકડાવા ,ફીણવાળી લાળ નીકળવી,આફરો થવો, પેટમાં દુખાવો થવો વારંવાર પેશાબ થવો,ઝડપથી ભારે શ્વાસ  ચાલવો,નબળાઈ ,ભાભરવુ,અસંતુલિત ચાલવું વિગેરે।  ધણી વખત યુરિયા રાખવાની જગા આસપાસ ગાય મારાં પામેલી જોવામાં આવે છે. મારાં પામેલી ગાયના મોઢામાંથી ફીણ તેમજ આફરો ચઢેલો હોય છે. પેટ ચીરવાથી એમોનિયા ગેશ બહાર આવે છે અને એમોનિયાની વાસ આવે છે. યુરિયાના ઝેરની તપાસ માટે કોઈ સારી લેબોરેટરી નથી. માળા જાનવરના લોહીને બરફમાં મૂકી લેબોરેટરીમાં એમોનિયાના લોહીમાં પ્રમાણ માટે તપાસ  કરાવી શકાય। આવા કિસ્સામાં સારવાર મદદ કરતી નથી પરંતુ મોઢામાંથી પેટમાં નળી પસાર કરી આફરો દૂર  કરી 40-45 લીટર ઠંડુ પાણી પીવડાવવું અને ત્યાર બાદ 2-6 લીટર  જેટલો સરકો અથવા એસિટિક એસિડ પીવડાવવું જેથી પેટની ગરમી ઓછી થાય તથા અમ્લતા (એસીડીટી) વધે અને એમોનિયા ગેશનું ઉત્પાદન ઓછું થાય. આ સારવાર 24 કલાક પછી ફરીથી આપવી. કિંમતી જાનવરના  પેટનુ  ઓપરેશન કરી શકાય.


લેખક: ડો. અબ્દુલ સામદ, ડીન, મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ

અનુવાદક: ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા