દુધાળા જાનવરોમાં કૃમિનાશકનું મહત્વ

ગાય વર્ગના પશુઓમાં કૃમિનાશક સારવાર

બદલતા રહેતા હવામાન અને વાતાવરણને લીધે પશુઓમાં તંદુરસ્તીના પ્રશ્નો ઉભા થતા હોય છે. કૃમિનો ઉપદ્રવ એ વિશ્વભરના પશુઓમાં છુપી બિમારી છે.જ્યાં સુધી કૃમિનો વિકાસ પૂર્ણ થાય નહી ત્યાં સુધી તેના બાહ્ય લક્ષણો દેખાતા નથી અને તેની હાજરી જણાતી નથી.જો તમે પશુપાલક છો તો પશુની તંદુરસ્તી પર કૃમિ અસર કરે ત્યાં સુધી રાહ ન જુઓ. તમે તમારા જાનવરને સાવચેતીના પગલા તરીકે નિયમિત રીતે કૃમિનાશક આપો અને કૃમિને તમારા જાનવરથી દૂર રાખો. કૃમિનાશક જાનવરોને તંદુરસ્ત રાખે છે અને આખરે તમારા ડેરી ઉદ્યોગને વિકસાવે છે.

નબળી તંદુરસ્તી

કૃમિની અસર થયેલ જાનવરની તંદુરસ્તી નબળી જણાય છે.તેઓ નબળા અને દુબળા દેખાય છે. તેનું ચામડુ શુષ્ક અને નાદુરસ્ત જણાય છે.સારા પ્રકારનું પોષણ આપવા છતાં કૃમિના ઉપદ્રવની અસર હેઠળના જાનવર દુબળા દેખાય છે કારણ કે બધુ પોષણ કૃમિ ખાઈ જાય છે અને જાનવરને પોષણ મળતુ નથી.

ઓછી ઉત્પાદકતા

કૃમિ આંતરડાને અંદરથી કોરી ખાય છે અને જરૂરી પોષણ શરીરની બહાર કાઢી નાખે છે.પશુને પૂરતું પોષણ ન મળવાથી દૂધ ઉત્પાદકતા અને ગર્ભધારણ ની ક્ષમતા પર અસર કરે છે.ભૂતકાળમાં તમારા જાનવારે પુષ્કળ દૂધ અને તંદુરસ્ત વાછરડા આપ્યા હોય તો હવે કૃમિના ઉપદ્રવ વિષે તપાસ કરાવવી જોઈએ.

એનીમિયા : (લોહીની ઉણપ)

પેટના કૃમિ તેમજ બગાઈ જાનવરનું લોહી ચૂસે છે અને લોહીની ઉણપ પેદા કરે છે.જો તમારી ગાયને ઓછી ભૂખ લાગે,આળસુ જણાય, ફિક્કા પેઢા,અને શ્વાસમાં તકલીફ જણાય છે તો કૃમિને લીધે એનીમિયા હોઈ શકે.

ઝાડા થવા

કૃમિને લીધે ઝાડા થવા એ સામાન્ય લક્ષણ છે. કેટલાક કિસ્સામાં વધુ પડતા ઝાડાને લીધે શરીરમાંથી પાણી ઓછું થઇ જાય છે.અને ખોરાક લેવાનું અને પાચન થવાની પ્રક્રિયામાં તકલીફ થાય છે.

કૃમિના પ્રકાર

પટ્ટી કૃમિ,પાંદડા જેવા કૃમિ, ગોળ લાંબા કૃમિ અને બીજા અનેક પ્રકારના કૃમિ દુધાળા જાનવરની તંદુરસ્તી પર હાનિકારક અસર છોડે છે. સમજુ પશુપાલક તરીકે કૃમિ ની અસર માટે નીચે મુજબના લક્ષણો પર નજર રાખી જરૂર પડે વેટ ડોક્ટરની મદદ લો.

કૃમિનિવારણની સૂચિ

પશુપાલક તરીકે તમારા જાનવર તંદુરસ્ત રહે તે બહુ મહત્વનું છે કારણ કે તંદુરસ્ત જાનવર વધુ દુધ ઉત્પન્ન કરે છે અને વેપારમાં વધારો કરે છે. જાનવરોને યોગ્ય સમયે નિયમિત કૃમિનિવારણ થાય તે માટે કાર્યક્રમનુ આયોજન નીચે મુજબ છે.

પાંદડા જેવા કાળજાના કૃમિ માટે: વર્ષમાં બે વખત સ્થાનિક પરિસ્થિતિ મુજબ.

ગોળ લાંબા કૃમિ; જન્મ પછી 10 દિવસ બાદમાં વર્ષમાં 3 વેળા જે છ માસથી ઓછા ગાળામાં કરવું.

પટ્ટી કૃમિ માટે વર્ષમાં બે વખત (જાન્યુઆરી અને જૂન માસમાં).

દૂધાળુ અને માંસ માટે કૃમિનાશક કાર્યક્રમ વય, જાતિ અને હવામાન પર આધાર રાખે છે.

દુધાળુ જાનવર :ગૌચરમાં ચરવા છોડાતાં જાનવર.

પુખ્ત વસુકેલ ,અર્ધ બંધનમાં રહેતા જાનવરોને વિયાણ સમયે કૃમિનાશક વધુ ફાયદો કરે છે. જયારે પુખ્ત જાનવરો જે બંધાયેલ રહે છે તેઓને દુગ્ધકાળમાં એક સાથે અથવા અલગ અલગ કૃમિનાશક આપવું.

નાના વાછરડાં માટે કૃમિનાશક

ગૌચરમાં ઉછેરતા વાછરડાને મહિને એકવાર અને વરસાદમાં એક વાર કૃમિનાશક આપવું જોઈએ।પોદળામાં કૃમિના ઈંડાની તપાસ કરાવી જરૂર મુજબ કૃમિનાશક આપવું.

કૃમિનિવારણ (મોટા જાનવર)
મોટા જાનવરોમાં રક્ષણાત્મક શક્તિ હોઈ નાના વાછરડા જેટલી તકલીફ થતી નથી.

બીજી વખત ગર્ભાધાન વખતે અથવા મોટી ઉંમરે વિયાણ ના સમયે.

ભેજવાળુ હવામાન અને વધુ જાનવરો હોય તો એકાદ વખત વધારે કૃમિનાશક દવા આપવી.

વધુ પડતી સૂકી હવામાં કે ખાલી ગૌચરમાં જે તે વર્ષમાં કૃમિનીવારણની જરૂર નથી.

મોટી ઉંમરના જાનવરોને કોઈ પણ કૃમિનાશક આપી શકાય.સાંઢ કૃમિ થી વધુ સંવેદનશીલ હોઈ વર્ષમાં બે વખત કૃમિનાશક આપવું.

નાના પશુઓ
દૂધ છોડાવતા પહેલા 3-4 માસની ઉંમરે કૃમિ નાશક આપવું.

કૃમિનાશક આપેલ વાછરડાનુ વજન અન્ય વાછરડા કરતા દૂધ છોડાવતી વેળા 10-15 કિલ્લો વધુ થાય છે.

એવર્મેસીટીન /મિલિબેમાયસીન જેવી દવાઓની સારી અસર થાય છે। વધુમાં કેટલાક બાહ્ય પરોપજીવીઓ પર પણ સારી અસર કરે છે.

કૃમિનીવારણ અંગે ના સામાન્ય પ્રશ્નો

  1.  એ પદ્ધતિ કે જે નીચે મુજબના કારણો પર અવલંબિત છે.
    દૂધ ઉત્પાદનમાં ઘટાડો પ્રતિકાર શક્તિમાં ઘટાડો દૂધ છોડાવતી વેળા ઓછું વજન ખોરાક રૂપાંતર કરવાની ક્ષમતામાં ઘટાડો
  2. ધણમાં કૃમિનીવારણ કરવા શું વ્યવસ્થા કરવી?

કૃમિનું જીવન ચક્ર અટકાવવા 1 વર્ષ સુધી જે તે ગૌચરનો ઉપયોગ ન કરવો. શાંત વાતાવરણમાં જાનવરને ઓછો તણાવ થાય છે તેથી નિયંત્રણ કરવું અને પૂરતા પ્રમાણમાં દવા આપવી આસાન થાય છે. કૃમિનાશક પૂરતા પ્રમાણમાં આપવુ, અપૂરતી માત્રામાં દવા આપવાથી કૃમિની પ્રતિકાર શક્તિ વધે છે.

3. કૃમિ નિવારણ યોગ્ય રીતે થયેલ છે કે કેમ તે કેવી રીતે જાણવુ?

સામાન્ય તંદુરસ્તી ખોરાક રૂપાંતર કરવાની શક્તિ પોદળામાં ઈંડા ની સંખ્યા દૂધ છોડાવતી વખતનું વજન સામાન્ય તંદુરસ્તી

4. ઉંચાઈ અને અક્ષાંસનુ કૃમિનીવારણમાં મહત્વ

ભેજવાળા હવામાનમાં કૃમિનાશક વધારે વખત આપવુ. પાછલા વરસાદ પછી ઉત્તરીય પવનમાં એક વખત કૃમિનાશક આપવુ જેથી નાના કૃમિનો નાશ થાય અને શિયાળા પહેલા ઉપદ્રવ અટકાવી શકાય.

અનુવાદક
ડો. ઘનશ્યામ ધોળકીયા
પશુચિકિત્સક, વડોદરા