ગાયો ભેંસોમાં તણછની ઓપરેશન વિના સારવાર

ગાયોમાં તણસની સારવાર

ઘૂંટણની નસ પકડાઈ જવી એને તણછ કહેવામાં આવે છે. આ પ્રશ્ન મોટાભાગના પાલતુ જાનવરોમાં જોવામાં આવે છે જેમકે ગાયો, ભેંસો, ઘોડા, ઊંટ , ઘેટાં, બકરાં કુતરા,બિલાડા વિ. આ પ્રશ્ન છૂટક કે ઘણા જાનવરોમાં એકી સાથે જોવામાં આવે છે.ગાયો ભેંસોમાં તણછનો પ્રશ્ન સામાન્ય છે પરંતુ જાનલેવા નથી.

આમ છતાં જાનવર અપંગ થાય છે, ઉત્પાદકતા ઘટે છે અને તેની વેચાણ કિંમત ઘટે છે. સામાન્ય રીતે તણછનું ઓપેરશન કરી જાનવરની તકલીફ દૂર કરવામાં આવે છે પરંતુ આ પ્રક્રિયા દુર્ઘટનાથી મુક્ત નથી જેમકે કાપમાં લાંબા સમયે ફાયદો થવો, પાક થવો,અસ્થિબંધન (સ્નાયુ)નું અપૂર્ણ/અધુરું કપાવુ, ઉપરાંતમાં દરરોજ ડ્રેસિંગ કરાવવું, ઈન્જેકશન આપવા અને વેટ ડોક્ટરને વારંવાર બોલાવવા જેને લીધે મોટો ખર્ચ થાય છે.અત્રે ગાયો ભેંસોમાં તણછ માટે સરલ અને લાંબા ગાળા સુધી અસર કરતી સારવાર દર્શાવેલ છે

સામાન્ય રીતે જાનવરને તણછની તકલીફ માંથી છોડાવવા ઓપરેશન કરવામાં આવે છે.આ માટે ખાસ કરીને ભેંસોમાં નિષ્ણાત ડોક્ટરની પેલેદાર સ્નાયુના યોગ્ય સ્થાન પારખવાની જરૂર પડે છે. વધુમાં પાકી જવાની, દરરોજ ડ્રેસિંગ કરવાની, દવાઓના ઈન્જેકશન આપવાની, ડોક્ટરને બોલાવવાની જરૂર પડે છે જેથી ખર્ચમાં વધારો, સમયનો બગાડ અને મહેનત મજૂરી થાય છે.એવું જોવામાં આવ્યું છે કે પાછળના એક પગમાં ઓપરેશન કાર્ય બાદ થોડા સમય પછી પાછળના બીજા પગમાં પણ તણછનો પ્રશ્ન ઉદ્ભવે છે જેથી ફરીને બધી જ માથાકૂટ કરવી પડે છે. આ બધી આટીઘૂટીમાંથી છૂટવા આયોડિનનું ઇજેક્સન પસંદ કરવામાં આવ્યું જે સરળ, સસ્તું અને કાયમી છે. નિષ્ણાત ડોક્ટરે 5-10 મી લી મંદ અયોડીનના પ્રવાહીની ભલામણ કરી હતી પરંતુ અનુભવે જણાયું કે 5 મીલી નું પ્રમાણ ઓછું પડે છે જયારે 10મીલી થી આસપાસના સ્નાયુને નુકસાન થાય છે.

તણછ થવાનુ કારણ હજુ સુધી વૈજ્ઞાનિકોને સમજાયુ નથી. કેટલાક અભિપ્રાય અને અનુમાનને આધારે ખાસ કરીને ભેંસોમાં તણછ ની તકલીફ વારસાગત, જાનવરની ઓલાદ,જ્ઞાનતંતુ ની કાર્યશૈલીની અસર, પોષણ, કેટલાક ખનીજ દ્રવ્યો અને કેટલાક જંગલી ઘાસ કે જેના પર ફૂગ લાગી હોય. એવું પણ કેટલાક વિજ્ઞાનીકોનું માનવું છે કે ખનીજ દ્રવ્યોનું અસમતોલપણું જેમકે કેલ્શિયમ/ફોસ્ફરસ, તાબું / જસત / મલ્યા શાશેનમ વિ.અનુભવે એવું પણ જોવામાં આવ્યું છે કે ગાયો ભેંસોમાં પાછલી ગર્ભાવસ્થા અથવા તાજા વિયાં બાદ આ બીમારીની જાનવરને અસર થાય છે. વધુમાં ભારતમાં કે જ્યાં ઘાસચારા, પાણી અને જમીનમાં ખનીજ દ્રવ્યોમાં અસમતોલપણું છે ત્યાં ગાયો ભેંસોમાં તણછ નું પ્રમાણ વધુ જોવામાં આવે છે. ગર્ભાવસ્થામાં અને દુગ્ધ કાળમાં જાનવરોને ગર્ભના ઉછેર તેમજ દૂધના ઉત્પાદન માટે વધુ પ્રમાણમાં કેલ્શિયમ અને ફૉસ્ફરસની જરૂર રહે છે જેની ઉણપથી આ બીમારી થવા સંભવ છે. કદાચ ઘૂંટણના હાડકાનું વધવાથી હલન ચલન વેળાએ સ્નાયુઓ સરળતાથી સરકી શકતા ન હોઈ તણછ થઇ શકે.

પદ્ધતિ

2.5%નુ આયોડિનનું પ્રવાહી બનાવી ઓટોક્લેવ (દબાણ પૂર્વક જીવાણુમકત કરવુ) કરવુ. જાનવરને અસર થયેલ પગ ઉપર રહે તે રીતે આડુ પાડી બળ પૂર્વક જકડી રાખો.અસર થયેલ ઘૂંટણ ને એ રીતે વાળો કે અંદરની તરફ ખાડો થાય. અગુંઠા અને આંગળીની મદદથી યોગ્ય સ્થાન નક્કી કરી 14 ગેજની સોય અંદર તરફ ધકેલો. સોય ની ટોચ પર સાઇનોવીયલ પ્રવાહી જણાશે.અંદાજિત શરીરના વજન(350-400 કીગ્રા ) માં 8 મીલી આયોડિનનું પ્રવાહી જકડાયેલ સાંધામાં દાખલ કરો.હળવેકથી દોરડા અને બંધન છોડો અને જાનવરને આરામથી ઉભું થવા દો. સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ ઉંઘની કે અંગ ખોટું કરવાની દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી.

અનુવાદક
ડો. ઘનશ્યામ ધોળકીયા
પશુચિકિત્સક, વડોદરા