ગાયની તંદુરસ્તી અને ઉત્પાદકતા સુનિશ્ચિત કરવા આહારથી પોદળા ની કડી

લેખક: ડો.અબ્દુલ સામદ રિટાયર્ડ ડીન, મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ

અનુવાદક: ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા

ભાગ 3

પોદળાનું ભૌતિક પરીક્ષણ

ગાય પોદળો કરે ત્યારે પોદળાનો રંગ,બંધારણ અને પ્રમાણની નોંધ કરાવી જરૂરી છે.સામાન્ય સંજોગોમાં ગૌશાળાની બધી જ ગાયોના પોદળાનુ બંધારણ એક સરખું ન હોય.એક જ ગાયના પોદળાનું બંધારણ સવાર અને સાંજના ખોરાકમાં ફેરફારને લીધે દિવસ દરમિયાન પોદળાનું બંધારણ એક સરખુ હોતું નથી.જો ઘણી ગાયોના પોદળાનું બંધારણમાં ફરક હોય તો સમજવું કે ગાયો પસંદગી પ્રમાણેનો ખોયાક લે છે અથવા એ ગાયના પાચનનો પ્રશ્ન છે.

ઓછામાં ઓછા 5 ગાયોના પોદળાના નમૂના લઈ સારી રીતે ભેળવો(મીક્ષ કરો). આ મીશ્રણમાંથી 50-100 ગ્રામ જેટલું  લઈ 0.05-0.08 માપના છિદ્રોવાળી ચારણી/જાળી લઈ તેના પર મૂકી સ્વચ્છ પાણી તેના પર રેડો જેથી છાનામાંના નાના કણો નીકળી જાય છે.જ્યાં સુધી સ્વચ્છ પાણી નીકળે નહી ત્યાં સુધી પાણી રેડતા રહો.હવે ચારણી પરના કણોનું પરીક્ષણ કરો.

(1) સામાન્ય રીતે ઘાસના કેટલાક રેશાવાળા લાંબા ટુકડા જોવામાં આવે છે પરંતુ 0.5″થી મોટા ટુકડા એ ચારાનું ઓછું પાચન બતાવે છે. આ ટુકડા(રેશા) એડીએફ /એનડીએફ પ્રકારના અથવા રેશાની  અપાચકતાને લીધે હોઈ શકે.આવા  ટુકડા/રેશા પેટમાં ઘાસના પાથરણાની  ઉણપ અથવા હલકા પ્રકારના ચારાને હોઈ શકે.અગાઉના લેખમાં જણાવ્યા મુજબ રેષાવાળા ખોરાકનું પાચન પેટમાંના જીવાણુઓને કારણે આવતા આથાને લીધે થાય છે જેમાં મોટા પ્રમાણમાં પાણીની જરૂરીયાત, પ્રાણવાયુ વિનાનું વાતાવરણ અને લાડને લીધે ઉત્પન્ન થતી ક્ષારતાને લીધે થાય છે. એમાંથી એક પણ ઘટક ઓછું હોય તો રેશાવાળા ખોરાકના પાચન પર અસર થાય છે.

2) છાણમાં અનાજના નાના મોટા કણો અનાજના પાચન વિશે ઘણું કહે છે.  જો સાકરવાળા ખોરાકનું પેટમાં પાચન ન થાય તો એવો ખોરાક નાના આતરડામાંથી મોટા આતરડામાં ઝડપથી જાય છે.ઘણી વખત વધુ ઉત્પાદન આપતી ગાયોને પેટની સાકર પાચન ક્ષમતા  કરતા વધુ સાકર વાળો ખોરાક આપવામાં આવ્યો હોય તો પોદળામાં અનાજના દાણા વધુ પ્રમાણમાં દેખાય છે. વધુ પડતી પાકેલી મકાઇમાંથી તૈયાર કરેલ સાઈલેજને લીધે પણ પોદળામાં વધુ દાણા દેખાય છે.

અનાજના કણો અનાજ દળવાની પ્રક્રિયા પણ દર્શાવે છે. અનાજને યોગ્ય રીતે દળવામાં આવેલ ન હોય તો દાણામાંથી સાકાર છૂટી પડતી નથી અથવા તો તે પાચ્ય હોતી નથી.ખોરાકમાં જો અનાજના દાણા વધુ મોટા હોય તો તેનું પાચન થતું નથી જે પોદળામાં દેખાય છે. જો કે  અનાજને બારીક પીસાવામાં આવે તો તે મોટા આતરડામાંથી પાચન થયા વગર પસાર થાય છે જેથી વધુ પડતો વાયુ અને એસીડીટી ઉત્પન્ન થાય છે અનાજના દાણાની સાઈઝ 30 મેશ હોવી જોઈએ।

જો ગૌશાળામાં પાચનને લાગતો પ્રશ્ન રહેતો હોય તૉ લેબોરેટરીમાં પ્રોટીન, સાકરવાળા પદાર્થો, ચરબીવાળા ખોરાકનું પરીક્ષણ  કરાવવું જોઈએ અને ખોરાકમાં યોગ્ય ફેરફાર કરવો જોઈએ।