વાગોળ કરતી ગાયો અને નાના જાનવરોમાં એસીડીટી(એસીડોસીસ)અટકાવવી અને તેની સારવાર

 • લેખક: ડો. સંજય કે લાટકર , M.V,Sc,PGDJMC, MBA

G P M Veterinary Alembic Pharma. Ltd, Mumbai

Email: [email protected]

અનુવાદક: ડો. ઘનશ્યામ ધોળકીયા , વડોદરા

સામાન્ય રીતે તંદુરસ્ત હોજરીમાં જેટલો લેકટીક એસિડ ઉત્પન્ન  થાય છે તેટલો ઉપયોગમાં આવી જાય છે.આથી હોજરીમાં લેકટીક એસિડની હાજરી જણાતી નથી પરંતુ ગણા  કારણોસર લેકટીક એસિડનું પ્રમાણ જળવાતું નથી આથી તીવ્ર અથવા મંદ એસીડીટી થાય છે. એસીડીટી થવાના કારણો:

 • આહારમાં વધુ પડતા આથાવાળો  સર્કરાવાળો  ખોરાક,
 • વધુ પડતા ખાણ અને ચારાનું પ્રમાણ,
 • વધારે પડતા ચારામાંથી  અચાનક ખાણ નો બદલાવ,
 • સાઈલેજને બદલે એકદમ  જ  લીલા ચારાના ટૂકડા આપવા,
 • ખોરાકમાં રેષાવાળો ઓછો ખોરાક,
 • ખોરાકમાં વધુ પાણીવાળો અને આથાવાળો ખોરાક,
 • બારીક કપાયેલું ઘાસ ,
 • વધુ પડતા બારીક દાણાવાળુ  દૂધ માટેનુ  સમતોલ ખાદ્ય
 • ફૂગવાળો ખોરાક,

એસિડોસીસ થવાનું મુખ્ય કારણ રેષાવાળા ખોરાકમાંથી આથો આવે તેવા વધુ પડતા સર્કરાવાળા ખોરાકમાં એકદમ બદલાવ.સર્કરાવાળા તત્ત્વોથી જીવાણુઓ લેક્ટિક એસિડ બનાવે છે તેનું સંતુલન રહેતું નથી. હોજરીમાંના એસિડને માપવા માટેના આંકને pH આંક  દ્વારા માપવામાં આવે છે. હોજરીમાં 6.2 થી 6.7 આંકને સારામાં સારું ગણવામાં આવે છે જો કે ગાયોમાં દરરોજ આ આથામાં વધઘટ જોવામાં આવે છે.લેકટીક એસિડ એ હોજરીમાં ઉત્પન્ન થતા અન્ય એસિડ કરતા ગણો સ્ટ્રોંગ છે જેથી વધુ પડતા ઉત્પન્ન થયેલ લેક્ટિક એસીડને લીધે pH જલ્દીથી નીચે આવે છે. જો pH 6.0 થી ઓછો જાય તો હોજરીમાં રેષાવાળા ખોરાકનુ પાચન થતું નથી. રેષાવાળા ખોરાકનું અંતિમ તબક્કે દુધમાંની ફેટ બને છે આથી દૂધમાંના ફેટમાં ઘટાડો એ એસિડિટીનું ચોક્કસ લક્ષણ છે. વધુમાં વધારે પડતી એસિડિટીને લીધે સ્નાયુઓમાંનુ  પાણી  હોજરીમા આવે છે જેથી ઝાડા થાય છે. જો pH 5.5થી નીચે આવે તો હોજરીમાંના અન્ય જીવાણુઓ પણ મરણ પામે છે. વધુમાં એસિડ લોહીમાં ભળતા કાળજામાં ચાંદા પડે છે. ખરીની બારીક નલિકાઓ પણ નાશ પામે છે જેને લીધે ખરીમાં સોજો આવે છે અને જાનવર લંગાડાય છે. જીર્ણ  એસિડિટીને  લીધે જાનવર ઓછો ખોરાક લે છે અને પરિસ્થિતિ સામાન્ય થાય ત્યારે જાનવર સામાન્ય ખોરાક લે છે. જો એસીડીટી(એસિડોસિસ) એકદમ વધી જાય તો પશુના મરણ પણ થઇ શકે છે.

ફોટો

એસીડીટી થવાનું બીજુ મુખ્ય કારણ ખોરાકમાં સારી જાતના રેશાવાળાની ઉણપ અને ખાણમાં બારીક દાણાની હાજરી છે. આ પરિસ્થિતિમાં ગાયો સારી રીતે વાગોળ કરી શકતી નથી, લાળની ઉણપ થાય છે અને pH ઓછો થાય છે. કેટલાક કિસ્સાઓમાં ફુગને લીધે ઉત્પન્ન થતા ઝેરને લીધે પણ પાચન તંત્ર પર અસર થતા એસીડીટી વધે છે અને ખરીમાં સોજો આવતાં લંગડાય છે.

એસીડીટીના સામાન્ય લક્ષણો:

 • દૂધમાં 3.0 થી 3.5 થી ઓછા ફેટ
 • ખરીમાં સોજો,
 • ખોરાક લેવામાં વધઘટ,
 • ઝાડા,
 • હોજરીનો pH 5.8 થી ઓછો,
 • ઓછી વાગોળ,
 • હોજરીની સંકોચાવાની પ્રક્રિયા ઓછી થવી,
 • પાચન ઓછું થવું,
 • હોજરીના જીવણુ  પર અસર

એસિડિટીનો અટકાવ:

એસીડીટીની તપાસ માટે દૂધમાંના ઓછા ફેટ એ સર્વોત્તમ પરીક્ષણ છે. (3.0% થી 3.3%)2.5 થી 2.8 એ એસીડીટી સાથે ગાય લંગડાતી જોવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ગૌશાળાના વ્યવસ્થાપન ઉપર ધ્યાન આપવું જરૂરી છે. આ માટે એસીડીટી પ્રતિરોધક ખોરાકઆપવો જેમકે મકાઈનો સાઈલેજ જેના રેશાને લીધે લાળ વધુ ઉત્પન્ન થાય છે.

સૂચવેલ સારવાર:

રુમેન એફ એસ પાવડર  100 ગ્રામ દિવસમાં બે વાર 5 દિવસ સુધી, નાના જાનવરોને 25 ગ્રામ દિવસમાં બે વાર 4-5 દિવસ  સુધી. સારા પરીણામ માટે  રુમેન્ટોન 2 ગોળી દિવસમાં બે વાર 4-5 દિવસ સુધી।

એસિડિટીના નિયંત્રણ માટે સંતુલિત સારો ખોરાક અને સારું વ્યવસ્થાપન જરૂરી છે.