વાછરડી ઉછેર માટે સરકારી સહાય

સરકારી સહાય

ખેડૂતોને વાછરડીને ઉછેરવામાં મદદ કરવા સરકાર પાસે એક યોજના છે. આ લેખ તમને કેવી રીતે અરજી કરવી તે બતાવશે. વાછરડીના પાલન સહિત, ખેડૂતોને વિવિધ રીતે સહાય કરવા માટે નાબાર્ડ દ્વારા ડેરી ઉદ્યોગ સાહસિકતા યોજના (ડીઇડીએસ) નું ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આનું મુખ્ય ધ્યાન ભારતના ડેરી વ્યવસાયને ઉન્નત કરવા અને ગૌણ સહાયક આવક ઉત્પન્ન કરવામાં ખેડૂતોને સહાય કરવાનો છે.

યોજનાના ઉદ્દેશો

 • સ્વચ્છ દૂધના ઉત્પાદન માટે આધુનિક ડેરી તબેલાઓની સ્થાપના કરવા માટે.
 • વાછરડી ઉછેરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સારા સંવર્ધનના સંગ્રહને સાચવો.
 • અસમર્થિત ક્ષેત્રમાં માળખાગત પરિવર્તન લાવવા જેથી ગ્રામીણ સ્તરે દૂધની પ્રારંભિક પ્રક્રિયા કરી શકાય.
 • વ્યાપારી ધોરણે દૂધની જાળવણી કરવા માટે ગુણવત્તા અને પરંપરાગત તકનીકમાં સુધારા લાવવા.
 • સ્વ-રોજગાર પેદા કરવા અને મુખ્યત્વે અસંગઠિત માટે માળખું પ્રદાન કરવું.

અમલીકરણ સમયગાળો અને કામગીરીના ક્ષેત્ર

આ યોજનાનો અમલ દેશભરમાં બાકીની ૧૧ યોજનાના સમયગાળા દરમિયાન અમલમાં મૂકાયો હતો અને દૂધ ૨ વર્ગના પ્રાણીઓના ધિરાણ માટે ઑપરેશન ફ્લડ વિસ્તારોમાં લાગુ પડ્યો હતો. આ યોજના ૧ સપ્ટેમ્બર, ૨૦૧૦ થી અમલમાં આવી, એટલે કે ૧ સપ્ટેમ્બર ૨૦૧૦ ના રોજ અથવા તેના પછી બેન્કો દ્વારા મંજૂર કરાયેલ દરખાસ્તો અને ચૂકવણું ડી.ઈ.ડી.એસ. દ્વારા સુધારેલી યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને જૂની યોજના (ડીવીસીએફ) હેઠળની મંજૂરીઓનો તેના પછીથી અમલ કરવામાં આવશે નહીં.

લાયકાત:

 • ખેડૂતો, વ્યક્તિગત સાહસિકો, એનજીઓ, કંપનીઓ, અસંગઠિત અને સંગઠિત ક્ષેત્રના જૂથો વગેરે. સંગઠિત ક્ષેત્રના જૂથોમાં સ્વ-સહાયક જૂથો, ડેરી સહકારી મંડળીઓ, દૂધ સંઘો, દૂધ મંડળો વગેરેનો સમાવેશ થાય છે.
 • એક વ્યક્તિ યોજના હેઠળના તમામ ઘટકો માટે સહાયક બનશે, પરંતુ દરેક ઘટક માટે ફક્ત એક જ વાર.
 • પરિવારના એક કરતા વધુ સભ્યોને યોજના હેઠળ મદદ મળી શકે છે સિવાય કે તેઓએ જુદા જુદા સ્થળોએ અલગ માળખા સાથે જુદા જુદા એકમોની સ્થાપના કરવાની રહેશે. બે આવા ખેતરોની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું ૫૦૦ મીટર હોવું જોઈએ.

એકમદીઠ ખર્ચ:

૨૦ વાછરડીઓના એકમ માટે નાણાકીય ધિરાણનું મહત્તમ ભથ્થું રૂ. ૪.૮૦ લાખ છે જ્યારે લઘુત્તમ એકમ કદ ઓછામાં ઓછી ૫ વાછરડીઓ અને વધારેમાં વધારે ૨૦ વાછરડીઓનો છે.

સહાયની પ્રણાલી:

સામાન્ય જાતિના ખેડૂતોને ૨૫ ટકા અને એસસી / એસટી ખેડૂતો માટે ૩૩.૩૩ ટકા, બેક દ્વારા પરત અપાતી અનુમતિપાત્ર મૂડી સહાય કરવામાં આવશે જેમાં મૂડીરોકાણ ૨૦ વાછરડીઓના એકમ માટે રૂ. ૧.૨૦ લાખની મર્યાદામાં અને એસસી / એસટી ખેડૂતો માટે ૧.૬૦ લાખની મર્યાદાને આધારે મળશે. ૫ વાછરડીઓના એકમ માટે મહત્તમ અનુમતિપાત્ર મૂડી સહાય રૂ. ૩૦૦૦૦ અને એસસી / એસટી ખેડૂતો માટે ૪૦૦૦૦ રૂપિયા છે.) એકમ કદના આધારે સહાય પ્રો તરફના આધાર પર મર્યાદિત રહેશે.

ભંડોળ પ્રણાલી:

 • ઉદ્યોગસાહસિક યોગદાન (મર્યાદા) – મૂડીરોકાણના ૧૦ ટકા (ન્યૂનતમ)
 • પરત અપાતી અનુમતિપાત્ર મૂડી સહાય – સામાન્ય જાતિના ખેડૂતોને ૨૫ ટકા અને એસસી / એસટી ખેડૂતો માટે ૩૩.૩૩ ટકા
 • અસરકારક બેંક ધિરાણ – બાકીના ભાગની ૪૦ ટકા રકમનો સપ્રમાણ ભાગ

વિશ્વાસપાત્ર જોડાણ:

યોજના હેઠળની સહાય સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર જોડાણમાં હશે અને યોગ્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા યોજનાની મંજુરીને પાત્ર રહેશે.

યોગ્ય નાણાકીય સંસ્થાઓ

 1.  વ્યવસાયિક બેંકો
 2.  સ્થાનિક ગ્રામીણ બેંકો
 3.  રાજ્ય સહકારી બેંકો
 4.  રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો: અને
 5.  અન્ય ઘણી સંસ્થાઓ, જે નાબાર્ડ તરફથી પુનર્ધિરાણ માટે યોગ્ય છે.

અરજી કરવા માટેનું ફોર્મ / પદ્ધતિ:

Government Subsidy

Government Subsidy for calf

Government Subsidy for dairy farmer

ડેરી ફાર્મિંગ માટે નાબાર્ડ સબસિડી મેળવવા માટેની પ્રક્રિયા
ડેરી ફાર્મિંગ માટે નાબાર્ડ સબસિડી મેળવવા માટેના પગલાં નીચે આપેલા છે:

પગલું ૧: નક્કી કરો કે તમે કઈ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિને સ્થાપિત કરવા જઈ રહ્યા છો જે ડેરી ફાર્મિંગને સંબંધિત છે. હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિ અથવા વ્યવસાય નમૂનો ઉપરોક્ત ઉલ્લેખિત પ્રકારોમાંથી એક હોઈ શકે છે.

પગલું ૨: કોઈ કંપની અથવા કોઈ અન્ય યોગ્ય વ્યવસાય અથવા એનજીઓના અસ્તિત્વની નોંધણી કરો.

પગલું ૩: બૅન્ક ધિરાણ માટેની વિનંતી સહિત ડેરી તબેલા માટે વિગતવાર યોજના અહેવાલ અથવા વ્યવસાય યોજના તૈયાર કરો.

પગલું ૪: કોઈપણ વ્યાપારી બેંક અથવા પ્રાદેશિક ગ્રામીણ બેંક અથવા રાજ્ય સહકારી બેંક અથવા રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક અથવા અન્ય સંસ્થાઓ, જે નાબાર્ડ તરફથી પુનર્ધિરાણ માટે લાયક છે તે બેન્ક ધિરાણ માટે વિનંતી રજૂ કરો.

પગલું ૫: એકવાર બેંક ધિરાણ મંજૂર થઈ જાય, પ્રયોજકે તેના યોગદાન અને બેંક ધિરાણનો ઉપયોગ કરીને યોજનાને અમલમાં મૂકવો પડશે. ધિરાણ, વ્યાજ દર, કાર્યકાળ અને જામીનગીરીની જરૂરિયાત મંજૂર કરવાની સત્તા બેંકને આપવામાં આવે છે.

પગલું ૬: ધિરાણના પ્રથમ હપ્તાના ચૂકવણા પર, બેંકએ નાબાર્ડને મંજૂરી માટે અને ડેરી ફાર્મિંગ માટે નાબાર્ડ સબસિડીની છૂટ માટે અરજી કરવી પડશે.

પગલું ૭: નાબાર્ડ બેંકને સબસિડી આપશે. કોઈ વ્યાજ વિના સબસિડી ‘રિઝર્વ ફંડ એકાઉન્ટ’ તરીકે વર્ગીકૃત કરાયેલ ખાતામાં સબસિડી રાખશે.

પગલું ૮: પ્રયોજક દ્વારા ધિરાણના કરાર હેઠળ સંતોષકારક સેવા પર, રિઝર્વ ફંડ ખાતામાં સબસિડી રકમ બેંક ધિરાણની છેલ્લી કેટલીક ચુકવણીઓ સામે ગોઠવવામાં આવશે.

રજૂઆત સત્તાધિકારી

આ દરખાસ્ત ઉપરની સૂચિબદ્ધ કોઈપણ યોગ્ય નાણાકીય સંસ્થાઓના શાખા વ્યવસ્થાપકને જે પણ નજીક અને અનુકૂળ હોય ત્યાં રજૂ કરવી જોઈએ.


અનુવાદક

ડૉ. તન્વી સોની
પશુચિકિત્સક, ગુજરાત