સમગ્ર રાજ્યમાં શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના

સમગ્ર ગુજરાત રાજ્યમાં શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના દ્વારા રાજ્યમાં આવેલ દેશી ઓલાદની ગાયોની સંખ્યાને નામશેષ થતી અટકાવવા અને તેમાં વધારો કરી યોગ્ય જાળવણી કરી શકાય છે.

હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યમાં આવેલ દેશી ઓલાદની મુળ ગીર તથા કાંકરેજ ઓલાદની ગાયોની સંખ્યાને નામશેષ થતી અટકાવવા અને તેમાં વધારો કરી યોગ્ય જાળવણી કરવાનો છે.

લાયકાત

ગુજરાત રાજયમાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ તમામ પશુપાલકો

યોજનાઓનો લાભ

રાજ્યના સ્થાનિક પશુપાલકોને તેમની પોતાની દેશી (ગાય)માં કૃત્રિમ બીજદાન દ્વારા શુદ્ધ દેશી ઓલાદની વાછરડીનો જન્મ થવાથી રૂ. 3000/- રોકડ સહાય સ્વરૂપે.

યોજનાની અરજી

ikhedut portal પર ઓનલાઈન નોંધણી/ પશુ દવાખાનાના પશુચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવો.

અમલીકરણ સંસ્થા

સંબંધિત જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી/ મદદનીશ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત અમલીકરણ અધિકારી રહેશે.

અન્ય શરતો:

  • શુદ્ધ સંવર્ધન દ્વારા કૃત્રિમ બીજદાનથી વાછરડી જન્મેલ હોય તો પશુપાલકે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજીની તારીખે વાછરડીની ઉંમર ૧૧ માસથી વધુ ન હોવી જોઇએ.
  • કૃત્રિમ બીજદાન કર્યા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પ્રમાણપત્રમાં કૃત્રિમ બીજદાન માટે વપરાયેલ ડોઝની વિગતો પણ જણાવવી પડશે.
  • લાભાર્થી પશુપાલક અરજી પત્રક મંજૂરી અર્થે સંબંધિત કચેરી (તાલુકા પશુદવાખાના)એ રજૂ કરશે. અરજી મળ્યેથી કચેરી સંબંધિત સંલગ્ન ‘તાલુકા પશુ દવાખાનાના પશુચિકિત્સા અધિકારી’ પાસેથી સમાન હેતુ વાળા ઘટક માટે અન્ય યોજનાઓમાંથી અગાઉ નિયત કરેલ સમયમર્યાદામાં (એક વર્ષ માટે પ્રતિ પશુપાલકે એક વખત) સહાય મેળવેલ નથી તે બાબતનો પ્રમાણપત્ર/ દાખલો મેળવી લેવાનું રહેશે.
  • પશુપાલક દીઠ એક વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત સહાય મળવા પાત્ર રહેશે.
    અરજી પત્રક સાથે રજૂ કરવાના દાખલા-પ્રમાણપત્રો:

બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક

  • બારકોડેડ રેશનકાર્ડ
  • કૃત્રિમ બીજદાન કરનાર સંસ્થાનું ‘પત્રક’ મુજબનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડની નકલ

વ્યક્તિગત સહાયલક્ષી યોજનાઓ માટે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લાની કોઈપણ પશુપાલન કચેરીનો સંપર્ક કરવો. i

સંદર્ભ

  • www.ikhedut.gujarat.gov.in
  • પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓની પુસ્તિકા, પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય

ડૉ. તન્વી સોની
પશુચિકિત્સક, ગુજરાત