રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના

હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાત રાજયમાં પશુપાલન ક્ષેત્રે પશુપોષણ, પશુ સંવર્ધન, પશુ રહેઠાણ, પશુ આરોગ્ય જેવા પશુપાલનના મહત્વનાં પાસાઓને આવરી લઈ આધુનિક સંશોધનોનો ઉપયોગ કરીને પશુપાલન વ્યવસાયને આદર્શ અને નફાકારક બનાવનાર પશુપાલકોને પ્રોત્સાહન આપવું અને તેમાંથી પ્રેરણા મેળવી અન્ય પશુપાલકો પણ આ રીતે પશુપાલન વ્યવસાય કરવા પ્રેરાય તેવો છે.

લાયકાત:

ગુજરાત રાજયના વ્યક્તિગત પશુપાલકો દ્વારા પશુપાલન ક્ષેત્રમાં કરવામાં આવેલ નોંધપાત્ર કામગીરી સંદર્ભે પશુપાલક દરખાસ્ત કરી શકે છે.

યોજનાઓનો લાભ:

 • તાલુકા કક્ષા પુરસ્કાર – (કુલ તાલુકા ૨૪૮ x તાલુકા દીઠ ૨ ઇનામ = કુલ ઇનામની સંખ્યા ૪૯૬) – પ્રથમ ઇનામ – રૂ. ૧૦૦૦૦, દ્વિતીય ઇનામ – રૂ. ૫૦૦૦
 • જીલ્લા કક્ષા પુરસ્કાર – (કુલ જીલ્લા ૩૩ x જીલ્લા દીઠ ૨ ઇનામ = કુલ ઇનામ ની સંખ્યા ૬૬) – પ્રથમ ઇનામ – રૂ. ૧૫૦૦૦, દ્વિતીય ઇનામ – રૂ. ૧૦૦૦૦
 • રાજ્ય કક્ષા પુરસ્કાર – પ્રથમ ઇનામ – રૂ. ૫૦૦૦૦, દ્વિતીય ઇનામ – રૂ. ૩૦૦૦૦, તૃતીય ઇનામ – રૂ. ૨૦૦૦૦
  કુલ પુરસ્કાર= ૫૬૫ (તાલુકાના કુલ ઇનામ = ૪૯૬ + જીલ્લાના કુલ ઇનામ =૬૬ + રાજ્યના કુલ ઇનામ =૩)

યોજનાની અરજી:

ikhedut portal પર ઓનલાઈન અરજી કરવી.

યોજનાના અમલીકરણની પદ્ધતિ:

કરેલ ઓનલાઈન અરજીના જરૂરી દસ્તાવેજી કાગળો, ફાર્મના ફોટા અને વિડીયો ક્લીપ સમયમર્યાદામાં નિયત કરેલી કચેરીએ પહોંચાડવાની રહે છે. ત્યારબાદ નિયત કરવામાં આવેલ વિવિધ કમિટીઓ દ્વારા સ્કૃટિની તથા વિજેતા પસંદગીની કામગીરી કરવામાં આવે છે.

અમલીકરણ સંસ્થા:

સંબંધિત જિલ્લાના ઘનિષ્ઠ પશુ સુધારણા એકમ દ્વારા સંબંધિત વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકના નિયંત્રણ હેઠળ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.

અન્ય શરતો:

 • તાલુકા કક્ષાના પુરસ્કાર જિલ્લા પશુપાલન શિબિરમાં એનાયત કરવામાં આવશે.
 • રાજ્ય કક્ષાના પુરસ્કાર અને જીલ્લા કક્ષાના પુરસ્કાર અમદાવાદ/વડોદરા/રાજકોટ પૈકી કોઈપણ એક વિભાગીય કક્ષાએ કાર્યક્રમ રાખી એનાયત કરવામાં આવશે.
 • શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજનાનો લાભ લેવા ઈચ્છતા પશુપાલકે iKhedut Portal પર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીએ રજુ કરવાની રહેશે.
 • વિજેતા પશુપાલક વિજેતા થયાના ત્રણ વર્ષ સુધી શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર માટે પુન: લાભ લઈ શકશે નહિ.

વ્યક્તિગત સહાયલક્ષી યોજનાઓ માટે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લાની કોઈપણ પશુપાલન કચેરીનો સંપર્ક કરવો.

સંદર્ભ

 • www.ikhedut.gujarat.gov.in
 • પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓની પુસ્તિકા, પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય