દૂધાળા પશુઓમાં ગર્ભપાત થવાના કારણો, નિદાન અને સારવાર

સામાન્ય રીતે ગર્ભધારણ કર્યા પછી ગાય- ૨૭૨ દિવસ પછી વિયાય છે. ગાભણ ગાય મરેલું અથવા જીવતું બચ્ચું સમય પૂરો થાય એ પહેલાં ગર્ભાશયની બહાર નીકળી જાય તેને ગર્ભપાત કે તરવાઈ જવું કહેવામાં આવે છે. ક્યારેક ગર્ભધાન પછી ખૂબ જ ઓછા સમયમાં એટલેકે ૧૫ દિવસ થી ૫૦ દિવસ પહેલાં જ ગર્ભ બહાર નીકળી જાય છે. ગર્ભના ખૂબ જ નાના કદના કારણે પશુપાલકને આ અંગેનો ખ્યાલ આવી શકતો નથી.

ખેડૂત ભાઈઓ, ગાય તરવાઈ જવાના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન કેવી રીતે થાય છે તે જાણવું જોઈએ, જેમાં

  • બચ્ચું ગુમાવવાવથી
  • પ્રમાણમાં ખૂબ જ ઓછું દૂધ ઉત્પાદન મળવાથી
  • વિયાણ વચ્ચેનો ગાળો વધવાના કારણે
  • ઓછું દૂધ આપતા જનવરોને ઘાસચારો અને દાણ આપવું પડતું હોવાથી અને સારવાર ખર્ચ વિગેરે.
  • આ ઉપરાંત તરવાઈ જવાની સાથોસાથ ગયોમાં અન્ય અસરો જેવી કે,
  • મેલી ના પદવી, ગર્ભાશયનો સોજો, ગર્ભાશયમાં પરુ થવું, કાયમી વાંઝિયાપણું, ટૂંકા સમયનું વાંઝિયાપણું અને ગરમીમાં કે પાળીમાં ન આવવું વિગેરે.

ગર્ભપાત થવાના કારણો

  • ચેપી રોગોના સૂક્ષ્મજીવો દ્વારા ગર્ભને, ગર્ભની કોથળીને અથવા બંનેને થતાં નુકસાનથી ગાભણ ગાયમાં ગર્ભપાત થાય છે.
  • ચેપી રોગોના (ખરવા મોવસા, થાયલેરિયાસીસ, ગળસૂંઢો, ગાંઠિયો તાવ, બ્રુસેલોસિસ) કારણે અથવા બીજા કોઈ કારણસર વધુ અને તીવ્ર તાવ આવવાથી ગભાણ ગાય તરવાઈ જાય છે.
  • ખોરાકમાં ઇસ્ટ્રોજ્ન યુક્ત ઘાસચારાનું વધું પ્રમાણ આવી જાય તો ગાય તરવાઈ જાય છે. તરવાઈ જવાના અન્ય કારણો માં ગર્ભ વૃદ્ધિમાં જવાબદાર એવા અંતઃસ્ત્રાવના પ્રમાણમાં કોઈક કારણોસર વધ-ઘાટ થવાથી ગાભણ ગાયને અજાણતા બીજદાન થવાથી અથવા ગર્ભાશયમાં દવા મૂકવાથી, ગાભણ પશુને પાળી આવવાની હોર્મોનયુક્ત દવાઓ આપવાથી, ગર્ભ નિદાન સમયે રજગ્રંથીને ઇજા થવાથી ગર્ભપાત થવાનું ગણી શકાય છે.

ચેપી રોગના સૂક્ષ્મજીવાણુઓ દ્વારા ગર્ભપાત થતો હોઈ તેના વિષે જાણવું જોઈએ જેમાં,

  • તરવાઈ જવાની પ્રક્રિયામાં ભાગ ભજવનાર ચેપી રોગના સૂક્ષ્મજીવાણુઓ તંદુરસ્ત પશુઓમાં હવા, ઘાસચારો, ઇજા થયેલ ચામડી દ્વારા તથા આંખો દ્વારા શરીરમાં દાખલ થઈ તેમની સંખ્યામાં વધારો થાય છે.
  • ચેપી રોગના સૂક્ષ્મજીવાણુઓનો ચેપ ધરાવતા સાંઢ દ્વારા ગાયને ફેળવવાથી આવો ચેપ લાગે છે.
  • ચેપી રોગના સૂક્ષ્મજીવાણુઓનો ચેપ ધરાવતા વીર્યથી બીજદાન કરવાથી તથા બીજદાન કરતી સમયે ગર્ભ નિદાન અને યોનિ પરીક્ષણ તેમજ સારવાર કરતી સમયે યોગ્ય જંતુ રહિત સાધનો ન વાપરવાથી રોગ થઈ શકે છે.
  • ખેડૂત ભાઈઓ, તમો તો પશુઓની સાથે જ રહો છો જેથી પ્રાથમિક નિદાન માટે કેવા છી હો જોવા મળે ત્યારે પશુપાલકે પશુચિકિત્સકને સમયસરની સારવાર માટે બોલાવવા તે જાણવું જરૂરી છે, જેમાં જાનવરની અસ્વસ્થતા, વધું પડતાં રેકવું, ઝાડો-પેશાબ કરતી વખતે થોડી ઘણી તકલીફ, પાસું ઉઠ-બેસ કરે, નીચે બેસીને અમળાવું, ગર્ભ નિદાન થયેલ ગાભણ ગાયની યોનિ આજુબાજુમાં ચીકણા રક્ત યુક્ત સ્ત્રાવની હાજરી, સ્ત્રાવની દુર્ગંધના કારણે માખીઓની હાજરી તેમજ દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે.
  • ગર્ભપાત થયા પછી રોગ નિદાન માટે પ્રયોગશાળામાં લોહી-મેલીનો ભાગ, બચ્ચાના પેટનો ભાગ, ગર્ભાશયના અંદરનો સ્ત્રાવ વગેરેને મોકલીને ગર્ભપાત થવાનું કારણ નક્કી કરી શકાય છે. ડુઢલા પશુના દૂધનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરી શકાય છે. જેથી ચેપી રોગથી તરવાઈ ગયેલા પશુને ફેલવવું કે રાખવું તે જાણીને પશુનો નિકાલ કરવાનો નિર્ણય કરી શકાય છે. રોગનો અટકાવ અને નિયંત્રણ કેવી રીતે કરવો તે વિષે માહિતી હોવી જરૂરી છે. જેથી આર્થિક નુકસાનમાંથી ખેડૂત ભાઈઓ બચી શકે. રોગ થયા પછી સારવાર પાછળ થતાં ખર્ચ તેમજ રોગ મટાડવા પાછળ લાગતો સમય અને સારવાર અપાવ્યા પછી પણ રોગના સંપૂર્ણ મતવા અંગેની અનિશ્ચિતતાના કારણે રોગ ન થાય તેવું આયોજન કરવું જરૂરી છે.

પ્રયોગશાળામાં તપાસ કરાવી જે ચેપી રોગોના જીવાણુ છે તે રોગની રસી ઉપલબ્ધ છે તેવા રોગ વિરોધી તમામ રસીઓ નિયમિત મુકાવવી, તંદુરસ્ત જાણતા પશુઓમાં પણ યોગી સમયાંતરે પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવી સૂક્ષ્મ જીવોની શરીરમાં હાજરીની ખાત્રી કરી યોગ્ય ઉપાય કરવા. જ્યારે પણ નવું પશુ ખરીદ કરવામાં આવે ત્યારે તેના લોહીનું, ગર્ભાશયના સ્ત્રાવનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવી ચેપી રોગમુક્ત હોવાની ખાતરી કરી લેવી.

સંદર્ભ

સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત