ગાયો કે બળદને બાંધવી કે નાથ નાખવી તે અજાણતા જ તેઓ તરફ ક્રૂરતા છે

ગાયો અને બળદ એ સામાજિક પ્રાણી છે અને જયારે અન્ય જાનવરને મળે છે ત્યારે વધુ આરામદાયક જણાય છે. ઘણા પશુપાલકો જાનવરને ટૂંકી દોરીથી બાંધે છે તેથી જાનવર સારી રીતે બેસી તેમજ હરીફરી શકાતું નથી અને આરામ પણ કરી શકાતું નથી.

લેખક: ડો. અબ્દુલ સામદ, ડીન, મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ

અનુવાદક:ડો. ઘનશ્યામ ધોળકીયા , વડોદરા

ગાયો અને બળદ એ સામાજિક પ્રાણી છે અને જયારે અન્ય જાનવરને મળે છે ત્યારે વધુ આરામદાયક જણાય છે. ઘણા પશુપાલકો જાનવરને ટૂંકી દોરીથી બાંધે છે તેથી જાનવર સારી રીતે બેસી તેમજ હરીફરી શકાતું નથી અને આરામ પણ કરી શકાતું નથી. ગાયોની તંદુરસ્તી તેમજ વધુ ઉત્પાદન માટે 6-8 કલાક વાગોળવાનો સમય તેમજ 12 કલાક જેટલો આરામનો સમય મળવો જોઈએ।દરેક જાનવરની બેસવાની અને આરામ કરવાની સ્થિતિ (આદત)અલગ હોય છે. જો દિવસનો મોટો ભાગ જાનવરને બાંધી રાખવામાં આવે તો તે શક્ય થતું નથી. સ્વચ્છ દૂધ ઉત્પાદન માટેગાયને બેસવા તેમજ આરામ કરવા ચોખ્ખી જમીન જરૂરી છે જેથી તેની ચામડી ગંદી ન થાય. જયારે ગાયને બાંધવામાં આવે છે ત્યારે જે તે જગ્યાએ જ પેશાબ- પોદળો કરે છે અને તેના પર જ બેસવું પડે છે. આથી જ સીમેન્ટના પરથાળ પર બેસતી ગાયોમાં બાવલા  અને ગર્ભાશયની બીમારીઓનું પ્રમાણ વધુ જોવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*