વાગોળવું

ગાયો જયારે પણ બેઠી હોય અથવા આરામ કરતી હોય છે ત્યારે એ સતત કંઈક ચાવતી હોય એવું સામાન્ય રીતે જોવા મળે છે. ગાયો ઘાંસને ટુકડા કરી ગળી જાય છે, અને પછી જયારે આરામ કરતી હોય ત્યારે એજ ઘાંસને ફરીથી મોઢામાં લાવી વ્યવસ્થિત ચાવે છે. આ ક્રિયાને વાગોળવું કહેવાય. કુદરતે વાગોળતાં પશુઓ જેમ કે ગાયોને ચાર પેટ આપેલાં છે. ગાયો જયારે ચરવા જાય છે ત્યારે ઝડપથી ઘાંસચારો ગળી જાય છે, જે એમનાં પ્રથમ પેટમાં જાય છે. ત્યાં રહેલા સુક્ષ્મ જંતુઓ દ્વારા એ ઘાંસની પાચનક્રિયાની શરૂઆત થાય છે.