લિગ્નિન

લિગ્નિન આ એક નૈસર્ગિક  રસાયણ છે જે વનસ્પતિને મજબુતી આપે છે. દરેક વનસ્પતિમાં લિગ્નિનનું પ્રમાણ અલગ-અલગ હોય છે અને એનાં વિકાસ સાથે વધતું જાય છે. સારી ગુણવત્તાવાળા ઘાંસચારામાં લિગ્નિનનું પ્રમાણ ઓછું હોય છે જેથી એ વધારે પાચક હોય છે. પશુ ચારા તરીકે લેવાતાં પાકમાં લિગ્નિનનું પ્રમાણ વધે એ પહેલાં સમયસર કાપવું જોઈએ.