ગીર – શ્રેષ્ઠ દેશી દુધાળ ઓલાદ

મૂળ ઉત્પત્તિ અને વિતરણ

ગીર એ મુખ્ય દેશી નસ્લમાંથી એક છે, જેનું નામ ગુજરાતના ગીરના જંગલો પરથી પાડવામાં આવ્યું છે. ખાસ કરીને ભાવનગર, રાજકોટ, અમરેલી જેવા ક્ષેત્રોમાં ખેડૂતોની અસરકારક અને સતત પ્રજનન પ્રયાસોના કારણે મૂળ જાતિનો ઉદ્ભવ થયો. રાજસ્થાનના ટોંક અને કોટા જીલ્લાની ગૌશાળાઓ અને ખેડૂતો દ્વારા પણ ગીર જાતિનું પ્રજનન થતું. આ જાતિ દેશભરમાં ખેડૂતોની પસંદગીપાત્ર છે, તેથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા વગેરેમાં મોટા પ્રમાણમાં મળી આવે છે. ગીર બ્રાઝિલ, યુએસએ, મેક્સિકો, આર્જેન્ટિના વગેરે જેવા ઘણા પશ્ચિમી દેશોમાં પણ ફેલાયેલી છે. યુ.એસ.એ.માં ગીર એ કાંકરજ અને ઓન્ગોલ (નેલ્લોર) સાથે સંવર્ધન કરીને એક સંયુક્ત ખૂંધધારક જાતિ વિકસાવવા માટે ઉપયોગમાં લેવાતી જાતિઓમાંની એક હતી. જાતિ તેના જુદા જુદા દેખાવ, ઊંચાઈ અને વજન તથા કુદરતી સૌંદર્ય માટે જાણીતી છે જે તેને બીજાથી અલગ બનાવે છે.

શારીરિક લાક્ષણિકતાઓ

તે મધ્યમથી મોટી કદની જાતિ છે. ગાયો ૪૦૦-૪૭૫ કિલોગ્રામ (વ્યવસ્થાપન પદ્ધતિઓ પર આધાર રાખીને) અને આખલા ૫૫૦-૬૫૦ કિલોગ્રામ વજનની આજુબાજુ હોય છે. સામાન્ય રીતે શરીરે રંગમાં ચળકતાં લાલ થી ટીપકીવાળા સફેદ દેખાય છે. ત્વચા નરમ, પાતળી અને ચળકતી હોય છે. ગીર જાતિઓ દેખાવમાં વિશિષ્ટ છે, સામાન્ય રીતે ગોળાકાર અને ઘુંમટવાળા કપાળ (વિશ્વમાં એકમાત્ર અતિ-બહિર્ગોળ જાતિ હોવાના કારણે), લાંબા લટકતાં કાન ધરાવે છે તથા શિંગડા જે બહાર અને પાછળ સર્પાકાર હોય છે. ગીર સામાન્ય રીતે લાલ થી પીળા થી સફેદ રંગની હોય છે. કાળા રંગને અસ્વીકાર્ય રંગ માનવામાં આવે છે. માથાનો આકાર એ ગીરની સૌથી વિશિષ્ટ વિશેષતા છે જે મગજ અને પીટયૂટરી ગ્રંથિ (વૃદ્ધિ અને પ્રજનન ઉત્સેચકોનો સ્રોત) માટે ઠંડક પ્રસારક યંત્ર તરીકે કાર્ય કરે છે. કાન ખુબ જ લાંબા અને લટકતાં હોય છે, તે આગળના ભાગમાં ખુલ્લું હોય છે અને વળાંકવાળા પાંદડા જેવાં લાગે છે. શિંગડાં તેમના માથા પર સારી રીતે બેસતા હોય છે અને આધાર પર જાડા હોય છે. તેઓ ઉપરના વળાંક સાથે નીચે અને પાછળની તરફ વિકાસ પામે છે. ગીરની ખૂંધ કોઈપણ દેશી જાતિ કરતાં સૌથી મોટી હોય છે. તે ખૂબ જ સારી રીતે વિકસેલ હોય છે. ચામડી નરમ ચળકતા વાળથી ઘેરાયેલી ઘાટી રંગાયેલી, ખૂબ જ ઢીલી અને અનુકૂળ હોય છે. તે સૂક્ષ્મ આંચકો આપી જંતુઓને પોતાના શરીરના કોઈ પણ ભાગ પરથી ખંખેરી શકે છે અને આંખના વિસ્તારની આસપાસ ખુબ જ ઢીલી ત્વચા ધરાવે છે. સિબમ ખૂબ જ ચીકાશવાળું હોય છે અને તે જંતુનાશક તરીકે કામ કરે છે. આ ચીકણાં પદાર્થને લીધે ચામડી ચળકતી હોય છે અને પાણીને પ્રત્યાવર્તિત હોય છે. ગીરના પગ કાળા હોય છે અને ખુબ જ સખત હોય છે જે દર્શાવે છે કે આ જતી ખુબ જ સખત હોય છે. શીથ એક ખૂબ જ મજબૂત પેનીક્યુલસ સ્નાયુ દ્વારા બંને બાજુએથી આધારભૂત હોય છે. સ્નાયુ ઇચ્છા મુજબ શીથનું વ્યવસ્થાપન કરી શકે છે. શીથ ખૂબ સુઘડ અને વ્યવસ્થિત હોય છે.

ગીર પ્રાણીઓને દેશી નસ્લમાં સૌથી સૌમ્ય માનવામાં આવે છે. બ્રાઝિલ જેવા દેશોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે જો ગીર ગાયને બાંધ્યા વગર રાખવામાં આવે તો તેમનો સ્વભાવ વિનમ્ર રહે છે અને તેઓને વિકસિત સમશીતોષ્ણ વાતાવરણની જાતિઓ જેવા દૂધના યાંત્રિક દોહન વખતે પણ કાબુમાં રાખી શકાય છે. પરિણામે માતૃત્વની સંભાવના ઊંચી હોવાનું દર્શાવવામાં આવ્યું છે, ઘણાં દેશોમાં વાછરડું ધવરાવીને યાંત્રિક દૂધ દોહન સરળ બનાવવામાં આવે છે.

ઉત્પાદન અને પ્રજનનક્ષમતા

ભારતમાં ગીરનું સરેરાશ દૂધ ઉત્પાદન આશરે ૧૫૦૦-૧૬૦૦ કિલોગ્રામ હોય છે જ્યારે શ્રેષ્ઠ પ્રાણીઓએ દૂધની ઉપજ ૪૦૦૦ થી ૫૦૦૦ કિલોગ્રામ જેટલી ઊંચી ૪.૫ ટકા ચરબી સાથે નોંધી છે. ગીર ગાયને ખૂબ જ ફળદ્રુપ માનવામાં આવે છે કારણ કે તેઓના વિયાણ નિયમિત અંતરાલોમાં હોય છે. ગીર પ્રાણીઓની સરખામણીમાં આવવું અસામાન્ય નથી કે કારણકે તેઓ તેમના જીવનકાળમાં ૧૦ કરતાં વધુ વાછરડાઓને જન્મ આપે છે. તેમના નવજાત વાછરડા કદમાં નાના હોય છે તેથી વિયાણની સમસ્યાઓ અસામાન્ય હોય છે. જન્મ પછી આ વાછરડાંને સારી રીતે ખવડાવવામાં આવે તો વજન ખૂબ ઝડપી વધે છે અને આ વાછરડાઓને તેમની માતાથી દૂર કરવામાં આવે ત્યારે અન્ય દેશી જાતિના વાછરડા જેવા ભારેને ભારે વજનવાળા થતાં જાય છે.

વૈશ્વિક વિતરણ

ગીરએ બધી દેશી જાતિઓમાં મુખ્ય દૂધ ઉત્પાદક હોવાનું વિશ્વભરમાં ધ્યાને આવ્યું છે કારણ કે તેનામાં ઇચ્છનીય સ્વાભાવિક લક્ષણો હોય છે, જેમ કે ગરમી સામે સહનશીલતા, રોગો અને ઇતરડીના ઉપદ્રવ સામે પ્રતિકાર, સારી પ્રજનનક્ષમતા અને ઉત્પાદન, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ હોવા છતાં. આ ગીરની જાતિને ગરમ અને ઉષ્ણકટિબંધીય આબોહવાવાળા દેશોમાં પ્રજનન કાર્યક્રમોમાં પસંદ કરવામાં આવી છે. બ્રાઝિલમાં શુદ્ધ-સંવર્ધિત જાતિ તરીકે પસંદગી-પ્રજનન સામે પ્રતિક્રિયા આપતા ગીરને દૂધની જાતિ તરીકે પોતાનું સ્થાન મળ્યું છે. મધ્યમ કદના આયાત કરેલા પશુઓમાંથી, બ્રાઝિલ સહાયિત પ્રજનન તકનીકો વડે ગીરની જાતિઓના વિસ્તૃતિકરણ માટે સક્ષમ બનેલ છે. ગીર મેક્સિકો, યુએસએ અને વેનેઝુએલા જેવા અન્ય દેશોમાં પણ લોકપ્રિય બની છે.


 

અનુવાદક

ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત