પશુ પ્રજનન માટે વૈકલ્પિક દવાઓ

ભારત નો આધુનિક દવાઓનો વારસો 5000 વર્ષનો  છે. પશુપાલકો પ્રાચીન સમયથી વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ કરતા આવ્યા છે.ભારતમાં ઔષધીય વનસ્પતિની વિવિધતા છે. ભારતમાં પશુપાલક અને સારવાર આપનાર વર્ષોથી દેશી ઢબે પશુની બીમારીનું નિદાન, અટકાવ અને સારવાર આપે છે.આવી પરંપરાગત પશુ સારવાર જ્યાં આધુનિક (વિલાયતી)પદ્ધતિ ઓછી અસરકારક અથવા ઉપલબ્ધ ન હોય ત્યાં સહાયક દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. ભારતમાં દુનિયાના 12 દેશોમાં મળતી વનસ્પતિની  8% વિવિધ વનસ્પતિ અને વધુ જુવાણુંઓના વાંશિક પ્રકાર જોવા મળે છે.

દાવો કરવામાં આવે છે કે ગણી વનસ્પતિ દવાઓ પ્રજનન પ્રક્રિયામાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે પરંતુ આ અંગેના વૈજ્ઞાનિક પુરાવા તેની માત્રા  અને અસરકારકતા ની કાર્યશૈલી ઉપલબ્ધ નથી.વનસ્પતિજન્ય દવાઓમાં સસ્તી, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ દવાઓને ઉમેરવાની જરૂર છે તે સાથે તેની સલામતીની ચોક્કસાઈ કરવી જરૂરી છે.

પારંપરિક ઔષધોના ફાયદા 

  • પશુની કિંમતના હિસાબે પ્રમાણમાં ભાવૈ અને આરામથી મળી શકે છે.
  • મોઢા દ્વારા કે જે તે જગા પર ચોપડવા સહેલાઈથી વાપરી શકાય છે.

ગેરફાયદા અને મર્યાદાઓ 

  • આ  દવાઓ વાપરવાની પદ્ધતિ  સ્થાનિક કક્ષાએ મર્યાદિત હોઈ તેનો પ્રચાર મર્યાદિત છે.
  • ૠતું અને બનાવવાની પ્રક્રિયાને લીધે અસર વધઘટ જોવા મળે છે.
  • તાંત્રિક દ્રષ્ટિએ કેટલીક ઔષધિઓ બિન અસરકારક જણાય છે.
  • પરંપરાગત દવાઓથી ઉગ્ર કે વિષાણુ સંક્રામણ પર કોઈ અસર નથી.

અનિયમિત વેતરનું  નિયમન

જાતીય ઉત્તેજના ન થવી  અથવા બે વેતર ચક્ર વચ્ચેનો ગાળો લાંબો થવો તેને અનિયમિત વેતર કહે છે. આ પ્રશ્ન શારીરિક, બીમારીને લીધે કે નિષ્ક્રિય રજગ્રંથી અથવા આતઃસ્તાવના અસમતોલનપણા  ને લીધે હોઈ શકે. આવા અનિયમિત વેતર દર્શાવતાજાનવરો  માટે વૈકિલ્પક દવાઓ સૂચવવામાં આવે છે.

દેશી ઔષધીઓની (આયુર્વેદિક)બનાવટો 

તરુણાવસ્થા, વિયાંણ  બાદ સમયસર વેતર ન આવવું,વેતર સિવાયના સમયે ગર્ભધારણ કરાવવું વિ  માટે પશુ માટે ગણી દવાઓ બજારમાં ઉપલબ્ધ છે જેમકે પ્રજના,જાનોવા ,એલોઝ કમ્પાઉન્ડ , ફરટીવેટ,સજની,હીટ અપ, હીટરજ વિ. આ દવાઓ શક્તિશાળી આયુર્વેદિક દવાઓના મિશ્રણથી રજગ્રંથિને કાર્યશીલ કરવા બનાવવામાં આવે છે. આ દવાઓ જાતીય આંતઃસ્રાવ જેમ કામ કરે છે.આ બનાવટો રાજગ્રંથિને ઉત્તેજિત કરવા અને ગર્ભધારણની ટકાવારી વધારવા ઉંચી સફળતા જોવામાં આવી છે પરંતુ બહુ મોટા સંખ્યા પર સાબિત થયેલ નથી.તેમ છતાં વિટામિન, ખનીજ પાવડર સાથે અથવા એકલી વાપરી શકાય છે અને સારા પરિણામ મેળવી શકાય છે.

કબુતરની હગાર 

આઈ વી આર આઈ (ભારતીય વેટરનરી સશોધન સંસ્થાન) માં 100 ગ્રામ જેટલી કબુતરની હગારનો સૂકો ભૂકો વેતરમાં ન આવતી વાછરડીઓ અને વિયાણ બાદ વેતરમાં ન આવતી ગાયોને ખવડાવી તેનું મૂલ્યાંકન કરવામાં આવેલ.40 ગાયો અને 44 વોડકીઓ પર પ્રયોગ કરવામાં આવેલ જેમાંથી 71% ગાયો અને 50% વોડકીઓ ગાભણ થઇ. વેતરમાં આવવાનું અને ગર્ભધારણ થવાની ટકાવારી વિલાયતી દવાઓ કરતા વધારે હતી. હગારનું રાસાયણિક પૃથકરણ પણ કરવામાં આવેલ। હગારમાં સારા પ્રમાણમાં તાબુ , જસત , સીસું, કેડમીયમ ,લોહ ફ્લોરિન વગેરે હતા. જી, બી. પંત ખેતીવાડી વિદ્યાલયમાં તપાસતા લોહનું પ્રમાણ 48.5 %અને જસત નું પ્રમાણ 2.23% મિનરલ મીક્ષર કરતા વધુ જોવા મળેલ.

લસણ અને રાસ્પબરી(કરમદા)

લસણની કળી અથવા છોડ બિનફળદ્રુપ, ગર્ભપાત અને તે પછી ગર્ભાશયને સાફ કરવામાં  અસરકારક જોવા મળે છે. અને પ્રશ્નો ઓછા થાય છે.કરમદાના છોડ અથવા પડદાને લસણની 4-5 કળી સાથે દિવસમાં બે વખત અપવાથી વિયાણ બાદ વેતરમાં આવવાના પ્રશ્ન ઓછા થાય છે. કરમદાના પાંદડામાં ખનીજ દ્રવ્યો અને વિટામિન ગણા વધારે પ્રમાણમાં છે.

જિનસેંગ નામના (ચાઈનીઝ છોડ)છોડમાં આંતઃસ્રાવ નિયત્રંણ કરવાના ગુણ છે.

મેલી(ઓર) ન પડવી 

વિયાંણ બાદ મેલી ન પડવી એ જટિલ પ્રશ્ન છે.મેલી ન પડવાનું કારણ માતાના ગર્ભાશયની કમજોરી(અશક્તપણું) થી મેલી છૂટી પડતી નથી. મેલી ન પડવાના ગણા કારણો હોઈ સારવારમાં ગર્ભાશયને સંકોચવા,આંતઃસ્રાવ દ્વારા ગર્ભાશયના સ્નાયુ સંકોચવા,કેલ્શીયમ ફોસફરસ જેવા ખનીજ,અને જીવણુ નાશક દવાઓ આપવામાં આવે છે.વનસ્પતિ જન્ય દવાઓ ગર્ભાશયને સંકોચાવા અથવા જીવાણું  નાશ કરવામાં મદદરૂપ થાય.આ માટે નીચે મુજબની કેટલીક દવાઓનો ઉપયોગ થાય છે.

  • કરમદાના પાંદડા ગાભણ ઘોડીને 45 દિવસ ખવડાવવાથી વિયાણ  વખતની તકલીફો તેમજ મેલી ન પડવાના પ્રશ્નો ઓછા થાય છે.
  • લસણ ગર્ભાશયને સાફ કરતું હોઈ મેલી ભાર કાઢી નાખે છે.
  • થાયમે (એક જાતનો છોડ) મેલી પાડવામાં અને ગર્ભાશયના સોજા માટે ઉપયોગી છે.
  •  વાંશના પાંદડાંને તેલની ખોળ કે બાજરા સાથે ખવડાવવાથી મેલી પડી જાય છે.
  • જોધપુરની સંશોધન સંસ્થા એ માન્ય રાખું છે કે ચણાના લોટને છાશ સાથે પીવડાવવાથી મેલી પડી જાય છે.શેકેલા  ચણાના 1  કિલ્લો જેટલા લોટને છાશમાં મેળવી અસર પામેલ જાનવરને પીવડાવવાથી 1-24 કલાકમાં મેલી પડી જાય છે.. રાજસ્થાનના પશુપાલકો વાંશ ના પાંદડા, મરી,અજમો, ધાણા, સૂઠ ,મેથી વિ નો ઉકાળો ગર્ભાશયને સાફ કરવા પીવડાવે છે.કેટલીક આયુર્વેદિક દવાઓ જેમકે રીપ્લાન્ટ,યુટ્રીફીટ, યુટ્રોટોન વિ મેલી પાડવા તેજ વિયાંણ બાદની તકલીફો માટે ભલામણ કરવામાં આવે છે. મેલી ગણા કારણોસર પડતી ન હોઈ માત્ર આયુર્વેદિક દવાઓથી ધાર્યું પરીણામ ન મળે.

હોમિયોપેથીઓકવા 

જનનાંગોની કાર્યશીલતાની ખામી દૂર કરવા હોમિયોપેથી ની દવાઓની ભલામણ કરવામાં આવે છે પરંતુ પદ્ધતિસરનો ઉંડો અભ્યાસ કરી કાર્યક્ષમતા પુરવાર કરવાની જરૂર છે.

સેપિયા + કેલ્શિયમફોસ + પલ્સેટીલા + આયોડમ બિનફળદ્રુપ જાનવરો માટે,સબિના200,પલ્સેટીલા200, ઇશચીનીયા 1M, સિલીસિયા, હેપાર સલ્ફ વિ ગર્ભાશયના સોજા માટે , કેલ ફોર્સ+કાર્બો વેજ+સેપિયા વિયાણ પહેલા માટી ખસતી રોકવા માટે, એલૉઝ 200 વિયાણ બાદ સવારમાં ઝાડા માટે, વિયાણ બાદ સફેદ કચરો નિકાલતો હોય તો એગ્નશ કેક્ટ્સ,આયોડામ 30 રજગ્રંથી નાની હોય, સેપિયા ઋતું ચક્ર નિયમિત કરવા માટે  વિ। આ ઉપરાંત હોમિયોપેથીમાં જનનાંગો પર અસર કરતી ગણી  દવાઓ છે.

ગર્ભાશયની   અંદરનો સોજો  

ગર્ભાશયના સોજા વળી ગાયના ગર્ભાશયમાં સેપ્ટીલિન(હિમાલયા કંપની ની આયુર્વેદિક દવા)અંદર મુકવામાં આવે છે. તે જતું નાશક હોવા ઉપરાંત રોગ પ્રતિકારક પણ છે.

ગર્ભનિરોધક દવાઓ

કેટલાક પાળેલા કે જંગલી જાનવરો ખેતીને નુકશાન કારક અથવા  રોગને ફેલાવતા હોય છે જેમાં મુખ્યત્વે વાંદરા અને રખડતા કુતરા છે. તેઓના નિયત્રંણ માટે કેટલીક અસરકારક દવાઓ મદદરૂપ થઇ શકે.

  • વાસિસિન(અરડૂસા): આ એક તીવ્ર વનસ્પતિ છે જે આપવાથી એક જાતનો આંતઃસ્રાવ ઉત્પન્ન થાયછે  નાના  જાનવરોમાં ગર્ભપાત માટે વપરાય છે.
  • લીમડો : લીમડામાં રહેલ એક તત્વ શુક્રાણુને મારી નાખે છે.
  • ગોસીપોલ : કપાસીયાના તેલમાં રહેલ આ એક તત્વ છે જે શુક્રાણુ ઉત્પન્ન થવા દેતુ  નથી અને શુક્રાણુને નિષ્ક્રિય બનાવે છે.
  • હળદરમાંના કેટલાક તત્વો ફ્લીત રજને ગર્ભાશયમાં સ્થાયી થવા દેતા નથી.

આ ઉપરાંત પણ જુદા જુદા પ્રદેશમાં  વિવિધ વનસ્પતિ નો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે પરંતુ તેની ઉપલબ્ધતા,પદ્ધતિ અને પરિણામ જાણવું જરૂરી છે.

આવી પરંપરાગત આયુર્વેદિક સારવાર પદ્ધતિને સ્વીકૃતિ /માન એવું જોઈએ માત્ર મૌખિક કે પ્રયોગ પર વિશ્વાસ ન મુકતા  ઉંડાણમાં વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવો  જોઈએ નહીં તો પશુસારવારમાં ઉપયોગ કરવો એ મૂળભૂત આયુર્વેદિક પદ્ધતિ વ્યર્થ છે.


લેખક : ડો.  હનશ્યામ ધોળકીયા , વડોદરા