વોડકીઓ(મોટી વાછરડીઓ)અને ગાયોને અસરકર્તા ખાદ્યનું પ્રમાણ

લેખક: યેશા પીપલીયા B. Tech, Tech writer,Prompt Dairy Tech.

અનુવાદક: ડો ઘનશ્યામ ધોળકીયા, વડોદરા

વોડકીઓ અને ગાયોની તંદુરસ્તી તેમજ શક્તિ જાળવી રાખવા પૂરતા પ્રમાણમાં ખાણ અને ઘાસચારો મળવો જોઈએ.ખોરાક એ રીતે આપવો જોઈએ જેથી વજનમાં વધુ પડતો ઘટાડો કે વધારો થાય નહીં જેથી પોષણની ઓછપ અને ચયાપચયમાં ખામી થાય નહી અને દુધ ઉત્પાદનમાં વધારો થાય. સારા સંતુલીત પોષણક્ષમ આહારમાં ખાણ,સુકવેલ કઠોળનો  પાલો અને પૂરતા પ્રમાણમાં પીવાનું સ્વચ્છ પાણી હોવું જોઈએ. વધુમાં દુધાળા અને ગાભણ ગાયોને વધુ ખોરાકની જરૂરીયાત હોય વધારાનો ખોરાક આપવો જોઈએ જેથી વજનમાં ઘટાડો ઓછો થાય અને બીજા વેતરમાં દુધ સારું ઉત્પન થાય.સોફ્ટવેર એ પશુપાલનનુ મહત્વ સમજવા અને કાર્યદક્ષ,ટકાઉ વ્યવસ્થપાન માટે એ  મહત્વની ચાવી છે. વોડકી તેમજ ગાયોને સારી વૃધ્ધિ માટે કેટલીક ખાદ્ય પદ્ધતિઓની જાણકારી નીચે આપવામાં આવી છે.

  • પોષણ અને શારીરિક વિકાસનું પદ્ધતિસરનું આયોજન કરવુ જોઈએ જે પ્રથમ વિયાણની ઉમર અને ઉત્પાદકતા પર અસર કરે. પશુની ઓલાદ, શરીરનુ કાઠુ,ગમાણ,હવામાન,ભૌગોલિક પરિસ્થિતિ,ગર્ભાવસ્થાનો સમય અને દુધ ઉત્પાદનનો ગાળા પ્રમાણે આપવાનું આયોજન કરવુ જોઈએ.
  • પશુ ખોરાક અને ખાદ્યનુ નિયમિતપણે ડેરી,પશુપોષણ  નિષ્ણાત કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તેની ગુણવત્તા તેમજ ખવડાવવા લાયક છે કે કેમ તેની ચકાસણી કરાવી લેવી.
  • સંતુલિત ખાદ્ય વધુ આપવાથી એસીડીટી વધતી હોઈ ગાયોને ઘાસચારો વધુ આપવો જોઈએ.
  • જો ખોરાક બદલવાની જરૂરીયાત ઉભી થાય તો થોડો થોડો 7-10 દિવસમાં બદલવો જોઈએ જેથી ગાયો બદલાયેલા ખોરાકને ટેવાઈ જાય.
  • દરેક ગાયની ભૂખ(ખોરાકની જરૂરીયાત)ધ્યાનમાં લઈ રોજનુ 500-700 ગ્રામ ખાણનો વધારો કરવો.
  • પશુ વ્યવસ્થાપન સોફ્ટવેર ખોરાક આપવાના આયોજનમાં મદદ કરતુ હોઈ ગાયને યોગ્ય પ્રમાણમાં ખોરાક આપવાનુ સુનિશ્ચિત થાય છે.
  • ફેટી લીવર અને કેટોસીસની બિમારી અટકાવવા તાજા ખોરાકમાં યોગ્ય રસાયણ ઉમેરેલ ખાણ આપવુ.
  • ઉપયોગમાં લેવાતા સાધનો જેમકે બાલદી,બોટલો,આંચળની ટોટીઓ, ખોરાક આપવાના ગમેલાને ઉપયોગમાં લીધા પછી સારી રીતે સાફ કરવા.
  • દુધકાલની શરુઆતમાં શરીરની પરિસ્થિતિમાં (કાઠામાં) ઓછપ આવે છે જે પહેલા ત્રણ માસમાં 1ગુણ(પોઈન્ટ) જેટલો ઓછો થાય પણ તે ધીમે ધીમે થવો જોઈએ.  ગાયોને અપૂરતો કે ઓછો ખોરાક અપાતો નથી એ બાબત કાળજી રાખવી.
  • દુગ્ધકાળની શારિરીક પરિસ્થિતિ(BCR)ની વિગતો નીચેના કોઠામાં આપેલ છે અને આ માટે જરૂરી પગલાં લેવા જોઈએ.                             દુગ્ધકાળ                                        શારીરિક આંક
  •                 વસૂકેલ                                             3.25-3.75
  •                વિયાણ                                             3.25-3.75
  •                તાજુ વિયાણ                                      2.50-3.25
  •                 મધ્ય વિયાણ                                     2.75-3.25
  •                 આખરી ગાળો                                   3.00-3.50
  •                 ઉમર લાયક વોડકી                             2.75-3.25
  •                 ગાભણ વોડકી                                   3.25-3.75

દરેક ખાદ્યમાં ભેજનું પ્રમાણ અલગ અલગ હોય છે અને તેમાંના મોટાભાગના ભેજ ઉડી ગયા પછી તેને સૂકો આહાર(ખાદ્ય) તરીકે ગણતરી કરવામાં આવેછે(Dry matter intake) જે ગાયને પૂરતો ખોરાક મળે છે કે કેમ તે દર્શાવે છે.પોષણક્ષમ ખોરાકથી લક્ષાંક પ્રમાણે સૂકો આહાર મળેછેકે કેમ તે  જાણી શકાય છે.સૂકો ખોરાક લીલા સૂકા ઘાસચારામાંથી,ખાણ એટલે કે તૈલી ખોળ ,મિનરલ મિક્ષર અને મીઠામાંથી મળે છે. દરેક પ્રકારની ગાયને સૂકા ખોરાકની જરૂરીયાત લીલુસૂકુ ઘાસ,ખાણ,દુગ્ધકાળ અને હવામાન પર આધારીત છે.

નીચે કોઠામાં દરેક પ્રકારના જાનવરને સૂકા ખોરાકની જરૂરીયાતનું પ્રમાણ દર્શાવેલ છે.

પશુની વિગત                                         સૂકા ખોરાકની જરૂરીયાત(શરીરના વજનની ટકાવારી)

  •             ઉછરતી વાછડી                                        2.5-2.7
  •             વોડકી                                                     2.8-3.0
  •             વસૂકેલી  ગાય                                           3.0
  •             ઓછાં દુધવાળી ગાય(1-3લી)                      2.7-3.0
  •             પ્રમાણમાં ઓછા દુધવાળી ગાય(4-7લી)         3.0-3.25
  •              સારા પ્રમાણમાં દુધ આપતી ગાય (8-14લી)  3.25-3.5
  •              વધુ દુધ આપતી ગાય(15-25લી)                  3.5-4.0
  •              પુષ્કળ દુધ આપતી ગાય(25લી થી વધુ)        4.0-4.25