પ્રતિજૈવિક ઔષધો પ્રત્યે પ્રતિકારને અટકાવવાના ઉપાયો

               આજના આ આધુનિક યુગમાં બધા જ ક્ષેત્રમાં સરળતાથી બધુ જ પ્રાપ્ય છે એ પછી કોઈ વસ્તુ કે વ્યક્તિ જ કેમ ના હોય. પરંતુ જેમ આપણાં પૂર્વજો કહી ગયા છે ને કે ‘અતિની નહીં ગતિ’ એ કહેવત સાર્થક છે. અગાઉના લેખ- ‘પ્રતિજૈવિક ઔષધો પ્રત્યે પ્રતિકારમાં’ આપણે વાત કરી કે કઈ રીતે પ્રતિજૈવિક ઔષધો પ્રત્યે જીવાણુંઓનો પ્રતિકાર સંભવિત છે. આજકાલ પ્રતિજૈવિક ઔષધોનો બેફામ, બેદરકાર અને અયોગ્ય ઉપયોગ એક મોટી સમસ્યા તરફ માનવજાતને દોરી રહ્યું છે. તેથી પ્રતિજૈવિક ઔષધો પ્રત્યે પ્રતિકારને અટકાવવા શું કરવું જોઈએ એ ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી બની જાય છે.

પ્રતિજૈવિક ઔષધો પ્રત્યે પ્રતિકારને અટકાવવાના ઉપાયો:

  • પ્રતિજૈવિક ઔષધોનો ઉપયોગ રોગનું નિદાન સ્પષ્ટ હોય ત્યારે જ કરવો જોઈએ.
  • જો રોગ ચેપી, અનૌપચારિક અને સ્વનિયંત્રિત હોય તો પ્રતિજૈવિક ઔષધોનો ઉપયોગ ટાળવો જોઈએ.
  • પ્રતિજૈવિક ઔષધની પસંદગી પહેલા તે પ્રદેશમાં સામાન્ય રીતે મળી રહેતા રોગ અને જીવાણું સામેની પ્રતિજૈવિક ઔષધની સંવેદનશીલતાની માહિતી મેળવી લેવી જોઈએ.
  • નવા શોધાયેલ પ્રતિજૈવિક ઔષધોનો ઉપયોગ જ્યાં સુધી જૂના પ્રતિજૈવિક ઔષધો જરૂરી અસરકારક્તા દર્શાવતા હોય ત્યાં સુધી ટાળવો જોઈએ.
  • જો પ્રતિજૈવિક ઔષધો એકસાથે આપવાના હોય તો તેને પોતપોતાની પૂર્ણ માત્રામાં આપવા જોઈએ.
  • જો ગંભીર ચેપ ના હોય તો મુખવર્તી અપાતા પ્રતિજૈવિક ઔષધો વાપરવા જોઈએ.

  • જો ગંભીર ચેપ હોય તો ઈંજેક્શન દ્વારા અપાતા પ્રતિજૈવિક ઔષધો વાપરવા જોઈએ.

  • સાંકડું વર્ણક્રમ ધરાવતા પ્રતિજૈવિક ઔષધોનો ઉપયોગ પ્રથમ કરવો જોઈએ.
  • વિસ્તૃત વર્ણક્રમ ધરાવતા પ્રતિજૈવિક ઔષધોનો ઉપયોગ જો ચેપ કયા જીવાણુંથી થયો છે તે ન ખબર હોય ત્યારે જ કરવો જોઈએ.
  • વૃદ્ધ, અસક્ત અને નબળા પ્રાણીઓમાં જીવાણુંઘાતક પ્રતિજૈવિક ઔષધોનો ઉપયોગ કરવો. જીવાણુંરોધક પ્રતિજૈવિક ઔષધોનો ઉપયોગ ટાળવો જોઈએ.
  • જીવાણુંરોધક ઔષધોનો ઉપયોગ જો પશુની રોગ સામે લડવાની શક્તિ સારી હોય ત્યારે જ કરવો જોઈએ.
  • હંમેશા પ્રતિજૈવિક ઔષધો યોગ્ય માત્રા અને યોગ્ય સમયગાળામાં આપવા જોઈએ.
  • અવિવેકી અને અયોગ્ય રીતે થતાં પ્રતિજવિક ઔષધનો ઉપયોગ અટકાવવો જોઈએ.