પશુ આહારમાં રેશાવાળા ખોરાકની ગુણવત્તાનું મહત્વ

ડૉ.અબ્દુલ સામદ

ગાયને સારી ગુણવત્તાવાળો રેશાવાળો આહાર મળતો નથી તેવી શંકા ક્યારે ઉભી થાય ?

ગાયોની વર્તણુંક જોવા નિયમિત રીતે ગોંશાળાની મુલાકાત લેવી જોઈએ .જે આહાર વ્યવસ્થાપનની ઘણી માહિતી દર્શાવે છે.

નીચે મુજબ ગાયોની ગણતરી કરો.

(૧) ગમાણ નજીક ખાતી ગાયો.

(૨) ઉભેલી અને વાગોળતી ગાયો.

(૩) આડે પડખે પડેલી અને વાગોળતી ગાયો.

(૪) પડખે પડીને આરામ કરતી ગાયો.

આવી ગણતરી કરતા ૨૦-૨૩% ગાયો ખાતી હોવી જોઈએ. (ખોરાક પુરતા પ્રમાણમાં મળતો હોવો જોઈએ- ઉપલબ્ધતા દર્શાવે છે.) ૮૦% ગાયો જે ખાતી નથી પણ વાગોળે છે આડે પડખે પડી હોય છે.ઉપર પ્રમાણે જો  નજર ન આવે તો તેનો મતલબ તારવી શકાય કે રેશાવાળો ખોરાક યોગ્ય નથી. ઘાસ માં મોટેભાગે  રેશા હોય છે અને પ્રોટીન ઓછું હોય છે.પશુપાલકોને પ્રશ્ન થાય કે આહારમાં કેટલું ઘાસ આપવું જોઈએ.ઘાસચારો એ જાનવરની તંદુરસ્તી અને ઉત્પાદકતા માટે ઘણા મહત્વના છે. ગાયોનું રૂમેન (મોટું પેટ ) અન્ય જાનવરોની સરખામણીમાં ઘણું મોટું હોય છે. અને રૂમેનમાંથી ખોરાક પસાર થવાની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે. ઘાસચારાની ગુણવત્તા માપવા આમ્લતાવાળા રેશા (એસીડ ડીટરજન્ટ ફાઈબર,ADF) અને nutral રેશા હોય છે. આ માટેનું પરીક્ષણ લેબોરેટરીમાં કરાવવું પડે છે.આમ્લતાવાળા રેશાની તપાસ સેલુંલોજ અને લીગ્નીનનું પ્રમાણ દર્શાવે છે. સેલુલોજ પાચક રેશા છે જયારે લીગ્નીન અપાચક છે. આમ્લતા એ ઉર્જા દર્શક છે જયારે nutral એ સેલુંલોઝ, એનીસેલુંલોઝ (અપૂર્ણ પાચક અલુંલોઝ) અને લીગ્નીનનું પ્રમાણ દર્શાવે છે. ઘાસ કે જેમાં લાંબા રેશા ઘણા હોય તેમાં ઓછામાં ઓછુ ૨૫% nutral રેશા હોવા જોઈએ જો ન હોય તો જાનવરના રૂમેનનું આંતરિક  વાતાવરણ બગડી શકે છે જે પશુની તંદુરસ્તી માટે જોખમી બની શકે છે.

અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે જયારે ગાયોને ગૌચરમાં છુટી મુકવામાં આવે  છે ત્યારે પોતાની રીતે પેટ માટે સારું છે તેવું પસંદ કરે છે તેઓ રૂમેનનો વધુ આમ્લતાવાળું બનાવે તેવા ઘાસ ને બદલે લાંબા કે રેશાવાળો ખોરાક શોધે છે . જે ખોરાકની પૂર્તતા કરે છે. જયારે જાનવરોને ગૌશાળામાં ખોરાક આપવામાં આવે છે ત્યારે ગાયો પોતાની પસંદનો ચારો ખાઈ શકતી નથી.

કમનસીબે કોથળામાં બંધ (પેકેટ) ખોરાકની માહિતીમાં રેશાવાળા પદાર્થની માહિતી આપવામાં આવે છે પણ ADF અને  NDF ની માહિતી આપવામાં આવતી નથી. સામાન્ય રીતે રેશાવાળા પદાર્થની ટકાવારી દર્શાવામાં આવે છે. જો ચારાનું પ્રમાણ ઓછુ હોય અને ક્રુડ ફાઈબરનું પ્રમાણ વધુ હોય તો રૂમેનની કાર્યશીલતા અથવા વાગોળ પર ઓછી અસર કરે છે. અભ્યાસ પર થી જાણવા મળ્યું છે કે જયારે ગાયો ને સમતોલ આહાર આપવામાં આવે છે ત્યારે ઘાસ કે સાઇલેજ આપવામાં આવતું નથી તેમાં ઓછા મા ઓછુ ૧૬% ક્રુડ ફાઈબર હોવું જોઈએ.