પશુપસંદગી- પશુપાલનમાં એક મહત્વનો પાયો

ઉચ્ચ જનીનકીય બંધારણ ધરાવતા પશુની જ પસંદગી કરવી.

સારી તંદુરસ્તી ધરાવતી, ચપળતા દર્શાવતી, શાંત સ્વભાવની ગાયો અને ભેંસોને પ્રથમ પસંદગી આપવી જોઈએ. દેશી ગાય કે ભેંસ ખરીદતી વખતે જે તે ઓલાદના તમામ શારીરિક લક્ષણો ધરાવતી હોવી જરૂરી છે તે અચૂક જોવું.

આકૃતિ-૨
પશુપસંદગી

દુધાળ પશુ બીજા કે ત્રીજા વેતરમાં હોય તો વધુ સારું દૂધ આપે છે. તેનું દૈનિક દૂધ ઉત્પાદન ૧૦ થી ૧૨ લિટર જેટલું હોવું જોઈએ અને આપણી હાજરીમાં જ સતત બે થી ત્રણ ટંકનું દૂધ ઉત્પાદન નોંધી પસંદ કરવી જોઈએ. સારી ગુણવત્તા ધરાવતી ગાય-ભેંસની માતાના દૂધ ઉત્પાદનની ક્ષમતા, પ્રથમ વિયાણની ઉંમર અને બે વિયાણ વચ્ચેનો ગાળો કેટલો છે તેની નોંધ લેવી જોઈએ.

આકૃતિ-૩
દૂધ ઉત્પાદન

આ ઉપરાંત શક્ય હોય તો પસંદગી પાત્ર પશુના પિતાની માતાનું દૂધ ઉત્પાદન કેટલું છે તે જાણવું જોઈએ.

શરીરની ચામડી અને વાળ સુવાળા અને ચમકદાર હોવા જોઈએ. ચામડી નીચે ચરબીનો ભરાવો હોવો તે ઓછા દૂધ ઉત્પાદનની નિશાની છે.

આઉ સુવિકસિત, કપ આકારનું અને પોચું હોવું જોઈએ. ચારેય આંચળ એકસમાન કદના, મધ્યમ લંબાઈના તથા સરખા અંતરે હોવા જોઈએ. બાવળામાં નીકળતી દૂધ શિરાઓ ઊપસેલી અને વળાંકવાળી હોવી જોઈએ.  

આકૃતિ-૪
આદર્શ આઉ

પીઠ સપાટ અને થાપા સમતલ હોવા જોઈએ. પાછલા બે પગ (સાથળ) પહોળા હોવા જોઈએ. છાતીનો તથા પેટનો ઘેરાવો મોટો હોય તે સારું લક્ષણ ગણાય છે.