પશુઓમાં અતિસાર (ઝાડા) માટે પારંપારિક ઓષધિઓ

લક્ષણો:- 

  • સામાન્ય કરતા વધુ વખત પોદળો કરવો.
  • પાતળા પોદળામાં ક્યારેક લોહી કે ચીકાશ કે બંને જોવા મળે.
  • પાછળનો ભાગ ગંદો થવો
  • જાનવર વાગોળ કરતું નથી.
  • પશુ નિષ્ક્રીય,આંખો ઢાળેલીઅને ઝડપથી હલનચલન કરતું નથી.
  • ત્વચા શુષ્ક જણાય છે.

કારણો :-

  • ખોરાકમાં એકાએક બદલાવ (ખાસ જયારે સૂકા ચારા ને બદલે લીલુ  ઘાસ આપવામાં આવે ).
  •  આંતરડામાં અમીબા જેવા પરોપજીવીઓ
  • જીવણુ  અને વિષાણુનો ચેપ
  • દુષિત પાણી અને ખોરાક.
  • સારી સ્વચ્છતા અને પોષણ.
  • પશુપાલનની સારી પદ્ધતિઓ અપનાવવી ,સ્વચ્છ પાણી અને ખોરાક આપવો, કોઢ અને આસપાસની જગ્યા સાફસુથરી રાખવી..
  • વરસાદ બાદ તુરંત ચરવા ન મુકવુ અને વહેલી સવારે ઝાકળ ઉડી ગયા બાદ જ ચરવા છોડવા
  • શીંગ/ફળી(કઠોળ) કે લીલી ચાર આપ્યા બાદ તુરત પાણી ન આપવુ.
  • નિયમિત કૃમિનાશક દવા આપવી.
  • લોહી વાળો, દુર્ગધ મારતો અને તાવ સાથે વધુ પાતળા પોદળા તરફ ખાસ ધ્યાન આપવુ.
  • જો જીર્ણ ઝાડા હોય અને કોઈ ઔષધિઓ અસર કરતી ન હોય તો પશુ ડોક્ટર નો સંપર્ક કરવો.

સારવાર :-

અતિસાર થયેલ જાનવરને નરમ, દળવાળો ખોરાક આપવો. ઝાડામાં નીકળી ગયેલ વધુ પાણીની પૂર્તતા કરવા વધુ પાણી/પ્રવાહી આપવું. 2-3 દિવસથી વધારે ઝાડા થયા હોય તો શરીરમાંથી પાણી નીકળી જાય છે. અને કારણે પશુને શારીરિક આઘાત લાગે છે અને મરણ પામે છે.આથી પશુ વધુ પાણી પાઇ તે ખાસ જરૂરી છે.નીચે પ્રમાણેની કોઈ પણ ઔષધિ મોટા પશુને પીવડાવવી.

1)1 લીટર પાણીમાં 1ચમચી મીઠું અને 4 ચમચી સાકારનું દ્રાવણ તૈયાર માં 2-3 વેળા પીવડાવવું.

2)1લીટર પાણીમાં એક મુઠી જેટલી ચાની ભૂકી નાખી ઉકાળવુ ત્યારબાદ ગરણીથી ગાળી અર્ધી મુઠી સુંઠનો ભૂકો નાખી પશુને દિવસમાં 3-4 વેળા પીવડાવવુ.

3)અર્ધી મુઠી જેટલું તાજા આદાની છીણ,અને અર્ધી મુઠી જેટલો અજમો લઈ 1 લીટરે ચાની ભૂકી વાળા પાણીમાં નાખી ઉકાળવુ. ઠંડુ થયા પછી બે ભાગ કરી સવાર સાંજ પીવડાવવુ જ્યાં સુધી ઝાડા બંધ ન થાય ત્યાં સુધી પીવડાવવુ.

4)રાંધેલા ચોખાના પાણીમાં માફસરની સુંઠ પાવડર નાખી દિવસમાં 2-3 વાર પીવડાવવુ.

5)લીલા નાળિયેરનું 500-1000મીલી  પાણી દિવસમાં 2 વાર પીવડાવવુ.

6)એક મુઠી જેટલો અજમો,સુંઠ પાવડર અને જીરૂને ભેગું કરી તેમાં અર્ધી મુઠી જેટલા મેથી દાણાનો ભૂકો નાખી 50 ગ્રામ ખાંડસરી નો લાડવો બનાવી દિવસમાં 2-3 વાર ખવડાવવુ.

7)જામફળના તાજા પાનને 3 ગ્લાસ પાણીમાં ઉકાળી ઠંડુ થયે દિવસમાં 2-3 વાર પીવડાવવું.

8)સફરજનના 20 પાદડાને 2 કપ પાણીમાં ઉકાળી ઠંડુ થાયે દિવસમાં 3 વાર આપવું.

9)સૂકા નાળિયેરની કાચલીની અર્ધા  કપ જેટલી રાખને  500 મિલી પાણીમાં ઉકાળી 3 દિવસ 3 વખત આપવુ.

10)પોટાશ પરમેંગેનેટની  5-10 કણી 1 લીટર પાણીમાં નાખી પીવડાવવુ .

11)કારેલાં અને તેના પડદાનો રસ કાઢી, 1 લીટર જેટલા લીલા નાળિયેર ના પાણીમાં 3 દિવસ સુધી દિવસમાં 1 વખત પીવડાવવુ.

12)10-15 જામફળીના પડદાને 1 લીટર પાણીમાં ઉકાળી, 3 ભાગ કરી દિવસમાં આપવુ. પાંચ દિવસ સુધી આ રીતે આપવુ.

બકરી, ઘેટાં,નાના વાછરડાને ઔષધિઓને અર્ધા પ્રમાણમાં આપવી

લેખક : ડો અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ, મુંબઈ.

અનુવાદક : ડો ઘનશ્યામ ધોળકીયા, વડોદરા.