નફાકારક ડેરી વ્યવસાય માટે દૂધાળુ જાનવરની યોગ્ય પસંદગી

ડેરી વ્યવસાયને પસંદ કરવામાં સૌથી પહેલું અને મહત્વનું પગલું એ યોગ્ય દૂધાળું જાનવરની પસંદગી છે. જાનવર અંગેની વિગત એ પસંદગી નો પાયો છે સંકરિત જાનવરોમાં 50%વિદેશી ગુણ (જનીન) પસંદગી પાત્ર છે.આ પસંદગી વિદેશી ગુણો (જનીન)ની પસંદગી અલગ અલગ ટકાવારી ના પ્રયોગોના પરિણામ પર આધારિત છે. સંકરિત જાનવરમાં 50% જેટલા સ્થાનિક ગુણ(જનીન) વાતાવરણને અનુરૂપ થવા, ગરમી સામે સહનશક્તિ મેળવવા અને રોગ સામે પ્રતિરોધકતા માટે જરૂરી છે.ઓસ્ટ્રેલીયન ફ્રિઝીયન સહીવાલ ઓલાદ જે આતરરાષ્ટ્રીય કક્ષાએ સમશીતોષ્ણ હવામાન માટે માન્યતા પામેલ છે તેમાં 50%ખૂંધાળા (સહીવાલ) જાનવરના ગુણો(જનીન)છે.

જાનવરોને વાતાવરણમાં ટકાઉ રાખવા એ સારી નીતિ છે.અલગ વાતાવરણમાંથી લાવેલ જાનવરોને ગણી વખત ગોઠવવાનો પ્રશ્ન થાય છે.જો જાનવર ખરીદવા અનિવાર્ય હોય તો સરખા વાતાવરણમાંથી જ ખરીદવા.

દૂધાળુ ગાયની પસંદગી

વાછરડાના કે ગાયોની પશુ મેળામાંથી ખરીદી કરવી એ એક કળા છે. પશુપાલકે પોતાની ગાયો નું પોતાની જાતે સંવર્ધન કરાવવુ જોઈએ.નીચે મુજબ માર્ગદર્શન મુજબ દૂધાળું ગાયની પસંદગી કરવી જોઈએ.

  • જયારે પણ પશુમેળામાંથી ગાય ખરીદવાની હોય ત્યારે ઓલાદના ગુણો અને દૂધ ઉત્પાદકતા જોવી જોઈએ..
  • વાંશિક વિગત અથવા વેલાની વિગત મેળવવી જે સામાન્ય રીતે સારી ગૌશાળામાં મળી રહે છે.
  • વધુ દૂધ ઉત્પાદન  એકથી પાંચમા વેતરમાં મળે છે આથી પહેલા બે વેતર સુધીની ગાય પસંદ કરવી તે પણ વિયાણથી એક મહિના પછીની પસંદ કરવી.
  • જે તે જાનવરનું સળંગ 3 ટંક નું દૂધ દોહવું જે પરથી અંદાજીત દૂધ ઉત્પાદન ક્ષમતાનો ખ્યાલ આવે.
  • ગાય શાંત અને બધાને દૂધ દોહવા આપવી જોઈએ.
  • ગાય ઓક્ટોબર અને નવેમ્બર માસમાં ખરીદવી જોઈએ.
  • વિયાંણ  બાદ 90 દિવસમાં દૂધ ઉત્પાદ વધે છે.
  • લોન મંજુર થાયે તુરત જાણીતા વેપારી/સંવર્ધક પાસેથી અથવા પશુ મેળામાંથી ગાય ખરીદવી.
  • બેંકના અધિકારી, વેટરનરી ડોક્ટર, રાજ્ય અથવા જીલ્લા અધિકારીની મદદથી તંદુરસ્ત, વધુ દૂધ ઉત્પાદક ગાય ખરીદવી.
  • તાજા વિયાણવાળી બીજા કે ત્રીજા વેતરની ગાય ખરીદવી.
  • નવી ખરીદ કરેલી ગાયની ઓળખ માટે કાનમાં કડી પહેરાવવી કે છુંદાવવુ.
  • નવી ખરીદ કરેલ ગાયને રોગ પ્રતિરોધક  રસીકરણ કરાવવુ.
  • નવી ગાયને બે અઠવાડિયા સુધી અલગ રાખવી અને નિરીક્ષણ કરવું। ત્યાર બાદ અન્ય ગાયો સાથે રાખવી.
  • કિફાયત ભાવે ઓછામાં ઓછી બે ગાયો  ખરીદવી.
  • બીજી ગાયો  પાંચથી છ મહિના બાદ ખરીદવી.
  • ભેંસો ખાસ ઋતુમાંજ વીયાતી હોઈ જુલાઈથી સપ્ટેમ્બરમાં ખરીદવી.
  • બીજા જાનવરો ત્યારે જ ખરીદવા જયારે પહેલાના જાનવરોનું દૂધ ઓછું થાય અથવા વસુકાવાની શરૂઆત હોય જેથી દૂધનું ઉત્પાદન અને આવક જળવાઈ રહે. આ આયોજનથી વસુકી ગયેલ જાનવરની નિભાવાની ખર્ચ નીકળી શકે.
  • વિવેકબુદ્ધિથી જાનવરની છાંટણી કરવી અને નવા જાનવર લાવવા.
  • મોટી ઉંમરના  6-7 વેતરના  જાનવરો કાઢી નાખવા.

વધુ દૂધ આપતી ઓલાદની ગાયોના ગુણ/દેખાવ. 

  • દેખાવડી, માદા જાનવરના લક્ષણો, જોશીલી, મજબૂત કાઠો અને શરીરનું યોગ્ય બંધારણ.
  • હોડી આકારનું શરીર.
  • પાતળી ડોક અને ચમકતી આંખો.
  • બાવલાનું શરીર સાથે સારું બંધારણ (જોડાણ).
  • બાવળની ત્વચામાં ફૂલેલી દેખાતી લોહીની નસો.
  • બાવળના અંદરના ચારે ભાગ સારી રીતે દેખાતા અને યોગ્ય જગ્યાએ આંચળ.

વ્યવસાયિક ડેરી ફાર્મ માટે ગાયોની ઓલાદની પસંદગી.

  • ભારતીય પરિસ્થિતિમાં ડેરી ફાર્મ માં 20 (10 ગાય +10 ભેંસ)દુધાળા જાનવર હોવા જોઈએ જે વધીને 100 (50:50 અથવા 40:60)સુધી થઇ શકે.આથી વધુ જાનવરો રાખવા માટે તમારી વ્યક્તિગત પરિસ્થિતિ અને બજાર પર વિચાર કરવો જોઈએ.
  • માધ્યમ વર્ગના દૂધ ઉપભોક્તાઓ ઓછા  ફેટનું દૂધ પસંદ કરે છે. વ્યાપારીક ડેરી ફાર્મમાં જાનવરોનું મિક્સ દૂધ હોવું હિતાવહ છે (સંકર ગાયો, દેશી ગાયો અને ભેંસોને અલગ છાપરા નીચે બાંધવી).
  • દૂધ વેચાણ માટે  દૂધ વેચાણ માટે સર્વે કરવો અને આયોજન કરવુ બજારની જરૂરિયાત મુજબ બન્ને પ્રકારનાં દૂધને ભેગું કરી વહેંચી શકાય.કેટલાક ગ્રાહકો અને હોટેલ વાળાઓ ભેંસનું દૂધ પસંદ કરે છે જ્યારે દવાખાના અને આરોગ્યધામ ગાયોનું દૂધ પસંદ કરે છે.
  • સારી જાતની ગાયો બજારમાં  લિટર દૂધ આપતી ગાયના રૂ 4500-5000 ના ભાવે મળે છે. દાત  એક ગે દૈનિક 10 લીટર દૂધ આપે છે તો તેની કિંમત રૂ 45000-50000 જેટલી થાય.
  • યોગ્ય માવજત કરવામાં આવે તો ગાય 13-14 માસે વાછરડું આપે છે.
  • શાંત ગાયો સરળતાથી સંભાળી શકાય છે.વધુ દૂધ આપતી સંકરિત  ગાયો (હોલ્સ્ટેઇન અને જર્સી સાથે સંવર્ધન કરેલ)આપણા વાતાવરણને અનુકૂળ થયેલ છે.
  • ગાયના દૂધના ફેટની ટકાવારી 3.5-5% હોય છે જે ભેંસના દૂધ મન ફેટ કરતા ઓછા હોય છે.

ડેરી ગાયોની ઓલાદ અનેતેની પસંદગી.

ભારતીય દૂધાળું ગાયોની ઓલાદ સહીવાલ, રેડ સિંધી, ગીર છે જે એક વેતરમાં 1600કિલો જેટલું દૂધ આપે છે.

સાહીવાલ 

  • સહીવાલનું ઉત્પત્તિ સ્થાન  પાકિસ્તાનનો  મોન્ટગોમેરી જીલ્લો  છે
  • આ ઓલાદ વધુ પ્રમાણમાં પંજાબ, હરિયાણા , ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને દિલ્હી વિસ્તારમાં જોવા મળે છે.તેનું સરેરાશ દૂધ ત્પાદન 1350-2100લીટર  હોય છે.
  • પહેલું વિયાંણ 32-36 મહિને થાય છે.

રેડ સિંધી  

  • રેડ સિંધી ગાયનું ઉટ્પતી સ્થાન પાકિસ્તાનનો સિંધ વિસ્તાર છે.
  • આ ઓલાદ ભારતની વધુ ઓળખ ધરાવતી ઓલાદ છે.
  • આ ઓલાદ વધુ પ્રમાણમાં પંજાબ,હરિયાણા,કર્ણાટક, તામિલનાડુ, કેરળ અને ઓડિશામાં જોવા મળે છે.
  • એક વેટરનું સરેરાશ દૂધ ઉત્પાદન 1700-3400 કિલ્લો હોય છે.

ગીર 

  • ગુજરાતના ગીરના જંગલો  માં મળે છે.
  • તેનું એક વેતરનુ સરેરાશ દૂધ ઉત્પાદન 900-1600કિલ્લો હોય છે.

જર્સી ની ખાસ 

  • આ ઓલાદનું ઉત્પત્તિ સ્થાન ફ્રાન્સનો જર્સી ટાપુ છે.
  • જર્સીનોરંગ આછા બદામી થી ગાઢ ચોકલેટી અને કાલા રંગની પણ હોય છે.
  • પહેલા વિયાણ વખતની ઉમર 26-30 મહિનાની હોય છે.
  • એક વેટરનું દૂધ ઉત્પાદન 5000-8000 કિલ્લો હોય છે જયારે સંકૃત જર્સી 2500-4000કિલ્લો દૂધ આપે છે.
  • ભારતની અને ખાસ ગરમ, ભેજવાળી હવાને ટેવાઈ ગઈ છે.

હોલ્સ્ટેઇન ફ્રિઝીયન 

  • આ ઓલાદ હોલેન્ડમાં ઉત્પન્ન થયેલ છે.
  • આ ઓલાદ વિશાલ છે અને તેના પર કાળા અને સફેદ ધબ્બા અથવા લાલ અને કાળા ધબ્બા હોય છે.
  • તેનું એક વેટરનું દૂધ ઉત્પાદન 7200-9000કિલ્લો હોય છે જયારે સક્રિટ ગાયનું દૂધ ઉતોઆદન 3000-4500કિલ્લો હોય છે.
  • તે દરિયા કિનારાના વિસ્તાર કે નદીના મુખ ત્રિકોણ પર સારું પરિણામ આપે છે.

લેખક: ડો રાજેશ કુમાર સિંઘ , જમશેદપુર, ઝારખંડ, મોં. નં  9431309542.

અનુવાદક: ડો ઘનશ્યામ ધોળકીયા ,વડોદરા