ડેરી પશુઓમાં ઉત્પાદકતા વધારવા બાયપાસ પ્રોટીન આપવું

બાયપાસ પ્રોટીન એ એવું પ્રોટીન છે જેનું હોજરીમાં વિઘટન થતું નથી પરંતુ આગળ આંતરડાના ભાગમાં પાચન થાય છે.આવુ પ્રોટીન દૂધમાં વધારો કરે છે કપાસીયાની ખોળ,સોયાબીનની ખોળ વિ માં બાયપાસ પ્રોટીન ગણું હોય છે પરંતુ અન્ય પ્રોટીન ઘટક ધરાવતા ખાદ્ય જેમકે રાયડાની ખોળમાં બાયપાસ પ્રોટીન ઓછું હોય છે.દૂધ ઉત્પાદન કરતા પશુઓમાં પાચન માટે હોજરી ચાર ભાગમા વિભાજીત હોય છે. પ્રથમ ભાગમાં 50-60 લીટર જેટલુ ઘાસ અને પ્રવાહી રૂપે વલોણું હોય છે. જેને રુમેન કહે છે. આ રુમેનમાં ખુબ જ મોટા પ્રમાણમાં જીવાણુઓ હોય છે જે ઘાસને પચાવવામાં મદદરૂપ થાય છે પરંતુ જયારે પ્રોટીનયુક્ત ખોરાક આપવામાં આવે છે ત્યારે આવા જીવાણુઓ 60-70% પ્રોટીનનું એમોનીયામાં રૂપાંતર કરે છે જેનું લીવરમાં યુરિયામાં રૂપાંતર થઇ પેશાબ વાટે નીકળી જાય છે. આમ જે પ્રોટીન શરીર માટે ઉપયોગી છે તે વેડફાઈ જાય છે.

જો પ્રોટીનના ઘટકને યોગ્ય રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પ્રોટીનનું રુમેનમાં વિઘટન થતું નથી અને પાચનતંત્રના નીચેના ભાગમાં પાચન થઇ શરીરમાં શોષાય જાય છે. આ પદ્ધતિને બાયપાસ પ્રોટીન પદ્ધતિ કહે છે. આવા બાયપાસ પ્રોટીન ખાદ્ય અમીનો એસિડ આપે છે જેનું નાના આંતરડામાં શોષણ થાય છે અને દુધાળા જાનવરમાં દૂધ વધારે છે.

ગાયો અને ભેંસને ઉતારતી કક્ષાનું ઘાસ આપવામાં આવતુ હોઈ પ્રોટીનની ઉણપ રહે છે. બધા જ વાગોળ કરતા જાનવર શરીરમાં બે જગાએથી પ્રોટીન પ્રાપ્ત કરે છે. એક રુમેનમાં અવિઘટીત પ્રોટીન કે જેનું પાચક રસો દ્રારા એબૉમેસમ(હોજરીનો આખરી ભાગ) અને નાના આંતરડામાંથી અને બીજુ પ્રાપ્તિસ્થાન હોજરીમાંના સુક્ષમ જીવો દ્વારા પાચન કરાયેલ પ્રોટીન. સુક્ષમ જીવણુ દ્વારા પ્રોટીનને વિઘટીત કરવુ એ કોઈ પણ પરિસ્થિતીમાં અટકાવી શકાય તેમ ન હોઈ એ બગાડ કરનાર છે કારણકે સારી જાતના પ્રોટીનનુ વિઘટન  કરી એમોનિયામાં રૂપાંતર કરે છે જે લીવરમાં યુરીયામાં રૂપાંતર થઇ પેશાબ વાટે  બહાર નીકળી જાય છે.પ્રોટીનની દ્રાવ્યતા રસાયણો સાથે પ્રક્રિયા કરતા બદલાય છે. આ પરિસ્થિતિનો ફાયદો લઈ સારા પ્રોટીનને રુમેનમાં વિઘટિત થતા અટકાવવાનો છે. ઘણા પ્રકારના રસાયણો પ્રોટીન રક્ષણ માટે ઉપલબ્ધ છે જેમાં ફોર્માલ્ડીહાઇડ બાયપાસ પ્રોટીન બનાવવામાં વધુ વપરાય છે.

ભારતમાં જુદા જુદા પ્રકારની ખોળ ખાદ્ય તરીકે વાપરવામાં આવે છે જેમા થોડાગણા પ્રમાણમાં બાયપાસ પ્રોટીન હોય છે.પશુ આહારમાં રુમેનમાં અપાચ્ય એવુ  પ્રોટીન, ખાદ્ય તરીકે મહત્વનો ભાગ ભજવે છે.જયારે આવુ પ્રોટીન એમ જ ખવડાવવામાં આવે તો 70% પ્રોટીન વેડફાય છે. જો આવા પ્રોટીન યુક્ત ખાદ્યમાં યોગ્ય રસાયણનો પટ આપવામા આવે તો તેની ઉપયોગીતા ગણા પ્રમાણમાં   વધી જાય છે. જયારે સાદા પ્રોટીનને બદલે રાસાયણિક પટ આપેલ પ્રોટીન આપવામાં આવે છે ત્યારે રુમેનમાં પ્રોટીન ઓછું પાચન થતા નાઈટ્રોજન અને ઉર્જાનો બચાવ થાય છે, પરિણામે દૂધ અને દૂધના ઘટકો માં વધારો થાય છે.બાયપાસ પ્રોટીન આજના યુગનુ પશુ ખાદ્ય છે જેને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા રાસાયણિક પ્રક્રિયા કરી વિકસાવવામાં આવ્યું છે.આવા બાયપાસ પ્રોટીન એ મોટા પ્રમાણમાં અર્ક કાઢી પ્રક્રિયા કરેલ પ્રોટીન ખાદ્ય હોય છે. આવા ખાદ્યની વિશેષતા એ છે કે કુલ પ્રોટીનના 70% પ્રોટીન રુમેનમાં વિઘટીત થતું નથી.

સુરક્ષિત પ્રોટીન ખાદ્યના મુખ્ય ગુણ  

  • ઉંચી કક્ષાનું કાચું પ્રોટીન.
  • સર્વોત્તમ અમીનો એસિડ.
  • 70-75% રુમેન માં અવિઘટીત પ્રોટીન પ્રકારનું હોવું જોઈએ.
  •  આ રુમેન અવિઘટીત પ્રોટીનના 80% પ્રોટીનનું પાચન નાના આંતરડામાં થવું જોઈએ.

ફોર્માલ્ડીહાઇડથી પટ આપેલ પ્રોટીન ખાદ્યની તેમજ અવિઘટીત પ્રોટીનની પોષણ મળવા પાત્ર માત્રા

પ્રોટીન ખાદ્ય              કાચું પ્રોટીન %             અવિઘટીત પ્રોટીન %

રાયડાની ખોળ               37.0%                               34.0%

સુર્યમુખીની ખોળ           28.0%                                31,0%

સોયાબીનની ખોળ         46,0 %                              36.0%

મગફળીની ખોળ            39.0%                               33.0%

ગુવાર ભરડો                  48.0%                               39..0%

કપાસિયા ખોળ              38.0%                              51.0%

સામાન્ય રીતે રુમેનમાં વિઘટીત કાચા પ્રોટીનનું પ્રમાણ 50-75% હોય છે.પરિણામે દૂધ ઉત્પાદન માટે ઉપલબ્ધ અમીનો એસિડનું પ્રમાણ ઓછુ હોય છે. જો આવા પ્રોટીન ખાદ્યને યોગ્ય રાસાયણિક પ્રક્રિયા આપી 25-30% જેટલી રુમેન પાચકતા ઓછી કરી શકાય તો, દૂધ ઉત્પાદન માટે વધુ પ્રમાણમાં અમીનો એસિડ મેળવી શકાય, જુદી જુદી ખોળ માટે પ્રોટીનની પાચકતા અને અમીનો એસિડની ઉપલબ્ધતા ઘટાડ્યા સિવાય ફોર્માલ્ડીહાઇડનું પ્રમાણ નક્કી કરવુ તે ગણુ મહત્વનું છે. જો પ્રોટીન  વધુ મેળવવા ફોર્માલ્ડીહાર્ઇડનું પ્રમાણ વધારવા માં આવે તો અમીનો એસિડ સાથે સંયોજન થતા એસિડ પ્રતિકારક  થતા પ્રોટીન પાચકતા ઘટે છે અને આંતરડામાં જરૂરિયાત મુજબ અમીનો એસિડ ઉપલબ્ધ થતો નથી આથી પ્રોટીન વધુ સુરક્ષિત થતા રુમેનમાં વિઘટન અને ચયાપચય પર અસર થાય છે.

બાયપાસ પ્રોટીન ખવડાવવાના ફાયદા

  • પ્રોટીનની કાર્યદક્ષતા અને વપરાશ માં વધારો.
  • અમીનો એસિડની ઉપલબ્ધતામાં વધારો.
  • નાના આંતરડામાં લાઈસીન અને મીથીયોનીન જેવા અમીનો એસિડ વધુ પ્રમાણ માં ઉપલબ્ધ.
  • દૂધ ઉત્પાદનમાં વધારો.
  • દૂધના ફેટ અને એસ એન એફ માં સુધારો.
  • નાના વાછરડાનો સારો વિકાસ.
  • વધુ દૂધ ઉત્પાદક જાનવરોની આસની મેળવી શકાય.
  • રોગ પ્રતિકારકતામાં વધારો.
  • દૈનિક આવકમાં વધારો.
  • ખાદ્યમાં ફૂગ અને સાલમોનીલ જેવા જીવાણુનું નિયંત્રણ.

લેખક : ડો.  હનશ્યામ ધોળકીયા , વડોદરા