ડાંગી ગાય

મૂળરૂપે મહારાષ્ટ્રના ડાંગના પ્રદેશમાંથી, જે ભારે વરસાદ અને ખૂબ જ ખરાબ કૃષિ અર્થવ્યવસ્થાવાળા પર્વતીય પ્રદેશ છે. આ ટેકરીઓ ઉત્તર થી દક્ષિણ તરફ ચાલે છે, જે પૂર્વ તરફની ફરતે છે. જો કે આ પ્રદેશની સરેરાશ ઊંચાઈ આશરે ૬૦૦ મીટર છે, પરંતુ ઉચ્ચતમ ઊંચાઈ એમએસએલ કરતા ૧૩૫૦ મીટર વધારે છે. ડાંગી સંવર્ધકો અર્ધભ્રમણશીલ હોય છે અને કનાડી, મહાદેઓ કોળી, ઠાકોર અને મરાઠા સમુદાયોથી સંબંધિત છે જે એક વર્ષમાં (જાન્યુઆરી થી સપ્ટેમ્બર) લગભગ 9 મહિના માટે મોસમી સ્થળાંતર કરે છે. ગરમ અને સૂકા મોસમ દરમિયાન, સંવર્ધકો દરિયાઇ વિસ્તારો તરફ સ્થળાંતર કરે છે જ્યાં ઘાસ, વૃક્ષ ચારા અને પાણી ઉપલબ્ધ છે. ભારે વરસાદના સમયગાળા દરમિયાન, તેઓ ઠંડીની આફતથી રક્ષણ માટે પહાડો પર સ્થાયી થાય છે. જુલાઈ થી સપ્ટેમ્બર દરમિયાન જંગલોમાં લીલા ઘાસ ઉપલબ્ધ હોય છે. આ ક્ષેત્રમાં મોટાભાગે ડાંગરનો પાક ઉગાડવામાં આવે છે. મોટે ભાગે પ્રાણીઓ ચારા પર ઉછેરવામાં આવે છે. આ પ્રાણીઓ તેના કઠોર સ્વભાવ અને ખૂબ જ ભારે વરસાદની સ્થિતિ હેઠળ સખત મહેનત કરવાની ક્ષમતાને કારણે જાણીતા છે. દુધ ઉત્પાદન ઓછું હોવાથી મોટાભાગના પ્રાણીઓ ભારવહન હેતુ માટે ઉછેરવામાં આવે છે. આ જાતિ દેઓની સમાન છે અને ગીર, લાલ સિંધી અને સાહીવાલ દ્વારા રજુ કરાયેલા પશુઓના જૂથમાં બંદ બેસે છે.

શારીરિક લાક્ષણિકતાઓ

પ્રાણીઓ મોટાભાગે છૂટા-છવાયેલા લાલ અને સફેદ અથવા કાળા અને સફેદ રંગના હોય છે. ચામડી મધ્યમ જાડાઈની હોય છે અને તે એક ચીકણા સ્રાવના કારણે ચમકદાર દેખાય છે જે તેને ભારે વરસાદથી સુરક્ષિત કરે છે. ત્વચાના જુદા જુદા રંગને ધ્યાનમાં રાખીને, સંવર્ધક ખેડૂતો દ્વારા છ અલગ જાતો ઓળખવામાં આવી છે. “પરા” નો અર્થ એ છે કે કેટલીક કાળી ટીપકીઓ સાથે સંપૂર્ણ સફેદ રંગ. આ પ્રકારના નર તેમના દેખાવને કારણે બજારમાં સારી કિંમત આપે છે. “બહલા” પ્રાણીઓને સફેદ અને કાળા રંગના મિશ્રણને લીધે નામ આપવામાં આવ્યું છે; પરંતુ જયારે સફેદ રંગ કાળા પર પ્રભુત્વ ધરાવતો હોય છે ત્યારે તેને “પાંધરા બહલા” અને કાળો રંગ પ્રભુત્વ ધરાવતો હોય ત્યારે “કાલા બહાલા” કહેવામાં આવે છે. “મણેરી” નો અર્થ એ છે કે કેટલીક સફેદ ટીપકીઓ સાથે સંપૂર્ણ કાળો રંગ. આ ઉપરના બધા રંગોના પ્રાણીઓ અહમદનગર, નાસિક જિલ્લા અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. “લાલ” (કેટલાક સફેદ ટીપકીઓવાળા મુખ્ય લાલ રંગ) અને “લાલ ભાહલા” મોટેભાગે ડાંગ અને નાસિક જિલ્લાઓમાં જોવા મળે છે.

પ્રાણીઓ કદમાં મધ્યમ હોય છે, જેમાં ઊંડા શરીર અને સામાન્ય રીતે વજનદાર બાંધો હોય છે. માથું સામાન્ય રીતે થોડું નાનું સાથે થોડુક ઉપસેલું કપાળ હોય છે. ખૂંધની પાછળથી સરેરાશ ઊંચાઇ લગભગ ૪૫ થી ૫૦ ઇંચની હોય છે જ્યારે ઘેરાવાનો ભાગ લગભગ ૫૮ થી ૬૦ ઇંચ જેટલો હોય છે. કાન નાના હોય છે, થૂથ મોટો હોય છે, શિંગડા, વિવિધ કદના હોવા છતાં, સામાન્ય રીતે ટૂંકા અને જાડા હોય છે. ખૂંધ મધ્યમ કદની અને પોચી હોય છે. ગળાની ઝૂલતી ગોદડી સહેજ લટકતી હોય છે. શીથ ઢીલી હોવાં છતાં, અતિશય લટકતી નથી હોતી. આ પ્રાણીઓને ભારવહન માટે ઉત્તમ માનવામાં આવે છે કારણ કે તેમની પાસે શક્તિશાળી પાછલાં અને આગળના પગ હોય છે, ટૂંકી પીઠ સાથે પગ પણ ટૂંકા અને મજબૂત હોય છે. ખરીઓ અપવાદરૂપે કઠણ, કાળી અને ચમકતા પત્થર જેવી હોય છે. ભારવહન કરતાં પ્રાણીઓ તરીકે તેઓ ભૂપ્રદેશના પ્રકારને આધારે પ્રતિ કલાક ૨ થી ૩ માઇલ સુધી ભારે વજન ઉપાડે છે અને દિવસ દીઠ ૨૦ થી ૨૪ માઇલનું અંતર આવરી લે છે.

ગાય ઓછું દુધ આપનાર છે પરંતુ સંકર સંવર્ધન દ્વારા દૂધ ઉત્પાદનમાં સુધારા કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. દુધની ઉપજ સરેરાશ ૨૬૯ દિવસ (મર્યાદા ૧૦૦ થી ૩૯૬ દિવસ) ની સરેરાશ દુધ-ઉત્પાદન અવધિમાં ૫૩૦ કિલોગ્રામ (૩૨ થી ૧૨૨૮ કિલોગ્રામ) હોય છે. દૂધમાં સરેરાશ ફેટ ૪.૩ ટકા હોય છે.


અનુવાદક

ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત