ગૌશાળામાં ગાયોનુ દૂધ ઉત્પાદન વધારવા વ્યવસ્થાપન

ગૌશાળામાં ગાયોનુ વ્યવ્સ્થાપન એટલે  સમય ,ખાદ્ય, પાણી અને કામદારોનું વ્યવસ્થાપન છે.જયારે કાર્ય પદ્ધતિ નિયમિત હોય અને નિર્ધારિત કાર્ય પદ્ધતિ વ્યહવારમાં હોય તો ગૌશાળા કે અન્ય કોઈ પણ ધંધો હોય તે આગળ આવશે. હવામાનમાં ખોરાકમાં કે કર્મચારીમાં ફેરફાર એ  બીજી કોઈ પણ વસ્તુ કરતા જાનવર પર વધુ અસર કરે છે. બધા જીવો, જાનવરો સહીતને નિત્યક્રમ અને આદત પડેલી હોય તેમાં ફેરફાર કરવો નહી.

પશુપાલકને પોતાની ગાયોનું દૂધ વધારવા 5 સૂચનો:-

દૂધ કે તેની બનાવટો કરતા ભારતની વસ્તી ગણી ઝડપથી વધી રહી છે. આ તબક્કે પશુપાલકે પોતાની ગાયોનું દૂધ ઉત્પાદન વધારવા અને સારી ગુણવત્તા માટે આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ પ્રજનન, ખોરાક અને સારસંભાળ માટે કરે તે જરૂરી છે.

પશુપાલક ગૌશાળામાં પશુઓનું દૂધ વધે અને નફામાં વધારી થાય તેના રસ્તા વિચારતા હોય છે. ગણી નવી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે તે છતાં જો ગાયની સારી સંભાળ અને વ્યવસ્થાપન વિષે પાયાની હકીકત ધ્યાનમાં લેવામાં આવે તો દૂધ ઉત્પાદનમાં ચોક્કસ ફાયદો જણાય છે. પશુપાલક કે ફાર્મ મેનેજર દૈનિક કામગીરીને કેટલીક વખત નજરઅંદાજ કરતા હોઈ ગાયો પર ચોક્કસ અસર થાય છે.

ઘાસ ચારાની  ગુણવત્તા:

  1.  સારો ચારો સારા પોષણની ચાવી છે. ચારો એ ગાયોને વાગોળ માટે જરૂરી સામગ્રી પુરી પાડે  છે અને હોજરીના વાતાવરણને (pH)સમતલ રાખે છે. હલકી કક્ષાનો ચારો જાનવર ઓછો લે છે જેથી એસીડીટી થવાનો અને લંગડાપણાનો  સંભાવના રહે છે. પશુપાલકની પહેલી ફરજ સારી જાતનો ચારો ઉત્પન્ન કરવાની અથવા તો ખરીદવાની છે.મોટાભાગે પશુપાલકો સૂકો ચારો ખવડાવે છે જે પેટ ભરવા માટે યોગ્ય છે પરંતુ દૂધ ઉત્પાદન કે શરીર જાળવણી માટે સારું પોષણ મળતું નથી જેથી યોગ્ય નથી.
  2. ખાદ્યમાં સુમેળ (સુસંગત) : ગાયોને નિર્ધારિત સમયે અને એકે જ પ્રકારનો ખોરાક આપવો જોઈએ. ગાયને વારંવાર ખાવાની આદત હોઈ તેને કાયમી ખોરાક ઉપલબ્ધ હોય તે અનિવાર્ય છે. ઉપરાંતમાં ચોક્કસાઈ કરવી કે ખાદ્ય સારી રીતે મિક્સ કરવામાં આવેલ છે, દાણ તથા ઘાસના ટુકડા યોગ્ય કદના છે, ભેજનું પ્રમાણ માફકસરનું છે જે ખાવા માટે પ્રોત્સાહિત કરે.  પોદળા તેમજ ન ખાધેલ ખોરાક પર નજર નાખવી પણ જરૂરી છે.પોષણનું નિયત્રણ કરવું અને ખોરાકમાં બદલાવ કરવો એ જરૂરી છે પરંતુ આયોજનબધ્ધ  અને સમયાંતરે કરવું જેથી જાનવર ટેવાઈ જાય. ખોરાક એકદમ (અચાનક) બદલવાથી દૂધમાં ઘટાડો અને તંદુરસ્તી પર અસર થવા સંભવ છે.
  3. સ્વસ્થ ગાય વધુ દૂધ ઉત્પન્ન કરે છે.: ગાયોની  જગ્યા આરામદક  મતલબ સ્વચ અને સૂકી જ હોવી જોઈએ. એનો મતલબ એવો પણ છે કે તેને હરવા ફરવાની જગ્યા જ્યાં સારી રીતે પગ મૂકી શકે અને આરામથી ચાલી શકે. એનો મતલબ એવો પણ છે કે જ્યાં તેને ઠંડક મળે. વધુ તાપમાન, વધુ ભેજ અને યોગ્ય રીતે ન બનાવેક ગૌશાળા ગાયને તણાવ ઉત્પન્ન કરે છે. તણાવ ને લીધે ખોરાક ઓછો લે છે પરિણામે દૂધ ઓછું ઉત્પન્ન કરે છે.સુનિશ્ચિત કરો કે બધી  જ સગવડો ગાયને માફક આવે તેવી છે. પાણીના ખાબોચિયા, છાણના ઢગલા કઠણ તળિયું એ ગાયને તણાવ પેદા કરે છે. ઉષ્ણતામાન વધુ હોય ત્યારે પાણીથી પલાળેલા પડદા અને પંખા ફરતા રાખવા અને વધુ ભેજ હોય ત્યારે પંખા વધુ ઝડપથી ફેરવવા જેથી ભેજ ઓછો થાય.
  4. ખાદ્ય અને પાણી કાયમ ઉપલબ્ધ હોવું જોઈએ : ગાયો  વારંવાર ખાય છે તેમજ પાણી પીએ છે આથી કાયમ ખોરાક અને પાણી મળવું જોઈએ. ગમાણથી દૂર રહેવાનો સમય 1 કલાકથી  ઓછો હોવો જોઈએ. ગાયો એક વેળાએ થોડું થોડું ખાય છે અને બે ખોરાક વચ્ચે વાગોળ કરે છે.આરામ કરતી ગાયો તરફ ધ્યાન રાખવું જોઈએ કે તે કેટલો સમય વાગોળ  કરે છે. ખોરાકનો ડૂચો કેવો તૈયાર થયો છે અને ગાય સ્વસ્થ છે કે કેમ ?. પૂરતા પ્રમાણમાં પાણી આપો અને યોગ્ય વ્યવસ્થા કરો જેથી પાણી 24 કલાક ઉપલબ્ધ હોય.જાનવરોને આદત હોય છે કે જો પાણી લાંબે ગાળે આપવામાં આવે તો બીજી વખત માટે રાહ જુએ છે જે ઈચ્છનીય નથી.
  5. વસુકેલ ગાયનો ખોરાક અને વિયાણ પહેલાનો ખોરાક : આ સમય ગણો મહત્વનો હોઈ બેદરકારી રાખવી ન જોઈએ.આવી વસૂકેલી ગાયોને દૂધાળુ ગાયૉથી  અલગ રાખવી જોઈએ અને વધુ રેષાવાળો ચારો, ઓછું પ્રોટીન અને ઉર્જા વાળો ખોરાક આપવો જોઈએ. વિયાંણ સમય નજીક હોય ત્યારે દૂધાળું જાનવર જેવો ખોરાક આપવો જોઈએ. આવી ગાયને સ્વચ્છ, સૂકી જગ્યાએ રાખવી જોઈએ જેથી વિયાંણ  બાદ સંક્રામક રોગ ન થાય.

લેખક : ડો.રાજેશ કુમાર સિંઘ, જમશેદપુર,ઝારખંડ, મોબાઈલ નં : 9431309542

મિ. લિન્ડેલ વાઈટલોક , સલાહકાર

અનુવાદક: ડો ઘનશ્યામ ધોળકીયા, વડોદરા