કૃત્રિમ વીર્યદાન માટે બીમારી મુક્ત અને ઓલાદ ચકાસેલા સાંઢ ના વીર્યનો આગ્રહ રાખવો

જયારે તમે તમારી ગાયમાં કૃત્રિમ વીર્યદાન કરવો છો ત્યારે ગ્રાહક તરીકે રોગ મુક્ત અને ઓલાદ ચકાસેલ સાઢના વીર્યની  માંગણી કરવાનો અધિકાર છે.એનો મુખ્ય ઉદ્દેશ ગૌશાળામાં આનુવાંશિક ગુણોથી દૂધ ઉત્પાદન વધારવાનો છે જેનો મખ્ય આધાર સંવર્ધન માટે ઉપયોગમાં લેવાતા સાંઢ પર છે. કુદરતી રીતે સંવર્ધન કરતા કૃવીમા  ગર્ભ ધારણ ગણુ ઓછું થાય છે પરંતુ વધુ ફાયદો પેદા થયેલ સારી ઓલાદની વોડકીઓ/વાછરડીઓથી થાય છે. આથી હમેશા સંવર્ધન માટે ઉપયોગમાં લેવાતા સાંઢ માટે વધુ જાણકારી મેળવવાનો આગ્રહ રાખો.

વીર્ય વેચાતી સંસ્થાઓ નીચે મુજબની માહિતી આપવા બંધાયેલ છે.

  • શું સાંઢ ઓલાદ વિષે તપાસવામાં આવેલ છે ? જો ‘હા’ તો તેનું પીટીએ(PTA) શુ છે અને કઈ ઓલાદની ગાય પર તેનો ઉપયોગ થયેલ છે?
  • સાંઢને વાશિક ખામીઓ  માટે તપાસવામાં આવેલ છે જો ‘હા’  તો કઈ અને પરિણામ શું છે?
  • સાંઢને મહત્વના સંસર્ગ જન્ય જાતીય રોગ થયેલ છે ?  જો ‘હા’ તો કયો રોગ અને છેલ્લુ પરીક્ષણ ક્યારે કરાવેલ અને પરિણામ શું  હતું ?

પીટીએ(PTA) શું છે?

આ અનુક્રમ સાંઢનો વાંશિક આંક દર્શાવે છે. સંતતિની કામગીરી પરથી સાંઢનો જે તે ગુણ (જનીન) નુ મૂલ્ય થાય છે. દા.ત. આંકડાકીય માહિતી પરથી સાબિત થાય કે સદર સાંઢ ‘ અ ‘ ની વાછરડીએ બીજી બધી પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં 500 લીટરે દૂધ વધુ આપેલ છે તો આ સાંઢ ‘અ ‘ની અંદાજિત સંવર્ધન ગુણ 1000 કિલ્લો ગણાય.આજ રીતે અન્ય ગુણો જેમકે ફેટ, એસએનએફ માટે પણ વાછરડી પરથી સાંઢનુ  મૂલ્ય કરી શકાય.આ અંકને બમણા કરવા પાછળનુ કારણ એ છે કે સાંઢના 50% જનીન વાછરડીમાં જાય છે  બાકીના 50% ગાય (માં) ના હોય છે.આમ પ્રજનનના ગુણાંકને 2 દ્રારા વિભાજીત કરવાથી બચ્ચાંની ઉત્પાદકતા વિષે આગાહી કરી શકાય જેની પ્રસાર શક્તિ અંગે આગાહી કરી શકાય.એનો મતલબ એવો છે કે સાંઢ ‘અ ‘ના વીર્યનો ઉપયોગ કરવાથી 500 લીટર દૂધ આપવાની ક્ષમત વધે છે તો ગૌશાળામાં બધી જ ગાયોનું દૂધ અંદાજી 500 લીટર વધશે. જો બીજા સાંઢ (બ )નો પીટીએ 400 હોય તો એવું સમજી શકાય કે સાંઢ (અ) ની  ઓલાદ સાંઢ ‘બ ‘ કરતા 100 લીટર વધુ દૂધ આપવાની ક્ષમતા રાખે છે. પશુપાલકે આસપાસના વિસ્તારમાં ઉપયોગમાં લેવાતા દરેક સાંઢ (જે સાંઢ ના  વીર્યના ડોઝ) વધુમાં દૂધના ફેટ વિષે પણ પીટીએ જાણી સારામાં સારા સાંઢના વીર્યના ડોઝનો ઉપયોગ કરવો જોઈએ. વધુમાં દૂધમાંના ફેટ વિષે પણ વિચારવું જોઈએ કારણકે માત્ર દૂધ વધે અને ફેટ ઓછા થાય એવા જનીન ઓલાદમાં જવા ન જોઈએ.જો વીર્ય પુરવઠો આપનાર  પીટીએ આપવા તૈયાર ન હોય તો સમજી લેવુ કે સાંઢ તેની માં ના દૂધના આધારે નક્કી કરવામાં આવેલ છે આથી તેની વાછરડીમાં દૂધ વધારો થશે કે કેમ તે કહેવું શક્ય નથી.ગણી વખત વીર્ય પુરવઠો આપતી સંસ્થાઓ “સિદ્ધ સાંઢ ” એવું જણાવે છે જેનો કોઈ મતલબ નથી.હવે સાંઢ જનીન પરીક્ષણ કરેલ તે રીતે વીર્યના ડોઝ વહેંચવામાં આવે છે.જેનો મતલબ એક જ રંગશુંત્રા પર દૂધઅને ફેટ વધારવાના જનીન હોય છે.આ ગણી  જ ચોક્ક્સ ગણતરી કહી શકાય પરંતુ ભારતમાં પશુધન વિષે ચોક્કસ આંકડાકીય માહિતી ઉપલબ્ધ ન હોઈ ઓલાદ ચકાસેલ સાંઢ નો ઉપયોગ કરવો સારો છે.

મહત્વના આનુવાંશિક ખામીઓ જેનું પરીક્ષણ થવું જોઈએ અને એથી મુક્ત છે તે જાહેર થવું જોઈએ.

ગણી જ બિમારીઓ છે જે ખામીયુક્ત જનીનને લીધે હોય છે જે ગાય અથવા સાંઢ મારફત ઓલાદમાં જઈ શકે છે. આ અંગેનુ પરીક્ષણ ગાયનું પણ થવું જોઈએ પરંતુ સાંઢનો ઉપયોગ કૃવી મારફત ગાયોમા બહોળો થતો હોઈ સાંઢનુ પરીક્ષણ થવું જોઈએ અને રોગમુક્ત જાહેર થવું જોઈએ. ભારતમાં “મધ્યસ્થ નિયંત્રણ એકમ”,પશુપાલન વિભાગ,મહારાષ્ટ્ર સરકાર દ્વારા સબંધિત આંકડાકીય માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવે છે અને ક્રુ.વી. ઉપયોગમાં લેવામાં આવતા સાંઢ આવા રોગમુક્ત છે તે જાહેર કરવામાં આવે છે પરંતુ હજુ આ અંગે  કાયદો આવ્યો નથી અને સાચા અર્થમાં અપનાવવામાં આવેલ નથી.સ્થાનિક સંવર્ધક દ્વારા કુદરતી સંભોગ માટે વપરાતા કે નોંધણી કરાવ્યા વિનાના પૂરવઠો આપનાર આવુ સૂચન માનતા નથી. પશુપાલકે કૃ.વી.કાર્યકર્તા પાસેથી જાણી લેવું જોઈએ કે આવા ડોઝ અધિકૃત સંસ્થા પાસે થી મેળવેલ છે અને તેને લગતી આંકડાકીય માહિતી ઉપલબ્ધ છે.

પશુપાલકે અને સંસ્થાઓએ ખાતરી કરવી જોઈએ કે માદા જાનવરો માટે ઉપયોગમાં લેવાતા સાંઢ ગંભીર બીમારીઓથી મુક્ત છે. જો આપણી પાસે સંવર્ધન માટેનો સાંઢ હોય તો તેનું પણ પરીક્ષણ કરાવવુ જરૂરી છે.

આ માટે લોહીનો નમૂનો (લોહી જામે નહીં તેવા એન્ટી કોએગ્યુલન્ટ)મા રાખવો. આ માટેની બોટલ નજીકની લેબોરેટરીમા મળી શકે છે.

Department of Animal Genetics and Breeding, Bombay Vet. College, Parel, Mumbai. Phone No: 02224130162.

Gene Ombio Technologies, VEDANTA, S No 39/3 Yogi Park, H No. 1043, Off Mumbai-Banglore Highway, Banner, Pune. , Mob No. 996000084.

Sandor Animal Biogenics, 8-2-326/5, Road No 3, Banjara Hills, Hydrabad, AP 500034. Phone No:9173826218,914023357048.

આ અંગે નજીકની વેટરીનરી કોલેજમાંથી માર્ગદર્શન મેળવવું.

પશુમાં જાતિય સંસર્ગ થી ફેલાતા રોગ. 

પશુપાલકે અને સંબધિત સંસ્થાઓએ પશુ ધન માટે ઉપયોગમાં લેવામાં આવતા સાંઢ કે જેનું વીર્ય સંવર્ધન માટે વાપરવામાં આવે છે તે સંસર્ગજન્ય રોગથી પીડાતા નથી તેવી ખાત્રી કરવી જોઈએ.આવા મુખ્ય રોગ બ્રુસેલ્લોસિસ,ટોકસોપ્લાઝમોસીસ,આઇબીઆર અને ટ્રાઇકોમોનિયાસીસ છે.

આ માટે નો નમૂનો શિશ્નમણી ધોયાનું પ્રવાહી, માઈક્રોસકોપીક પરીક્ષણ માટે.And As above address

આ અંગેનું જરૂરી માહિતી નજીકની વેટરનરી કોલેજમાંથી મેળવવી.


લેખક: ડો અબ્દુલ સામદ, રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ, મુંબઈ.

અનુવાદક: ડો ઘનશ્યામ ધોળકીયા , વડોદરા.