ઉનાળાની ઋતુમાં ગાયોની રૂવાટી દૂર કરવાથી ખોરાક લેવામાં તેમજ દૂધ ઉત્પાદનમાં થતો વધારો

લેખક:ર્ડો અબ્દુલ સામદ રિટાયર્ડ ડીન મુંબઈ વેટ કોલેજ

અનુવાદક: ર્ડો ઘનશ્યામ ધોળકીયા  વડોદરા

ઉનાળાની ઋતુમાં પુરુષો તથા બાળકો હજામની દુકાને વાળ ઓછા કરાવવા કે મુન્ડન કરાવવા જતા હોય છે કેમકે તેનાથી ઉનાળાની તકલીફ(ગરમી) ઓછી થાય છે તેવી માન્યતા છે.આ માન્યતા ગાયો માટે પણ ખરી જણાય છે.વૈજ્ઞાનિકોએ આ અંગેની કડી મેળવવા આવા ખાસ ગુણ ધરાવતા જિન(સૂત્ર) અંગે અભ્યાસ હાથ ધર્યો  જેમાં એક સાદા પ્રયોગમાં રુવાંટીવાળી ગાયોના  બે ભાગ પાડવામાં આવ્યા.એક ભાગની ગાયોની રુવાંટી ચામડી નજીકથી કાઢી નાખવામાં આવી જયારે બીજી ગાયોની રુવાંટી તેમજ રહેવા દીધી. બન્ને પ્રકારની ગાયોને એકજ ગમાણમાં, એક સરખો જ  ખોરાક અને વ્યવસ્થામાં રાખવામાં આવી. દરરોજ બપોરે દરેક ગાયનું તાપમાન માપવામાં આવ્યુ રુવાંટી કાઢયા બાદ 140 દિવસ દૂધ કાઢી માપવામાં આવ્યુ. આ અંગેના બન્ને ગ્રુપના આંકડાનુ વિશ્લેષણ કરવામાં આવતા જોવામા આવ્યુ કે રૂંવાટી કાઢી નાખેલી ગાયોનો ખોરાક રૂંવાટીવાળી ગાયો કરતા વધારે હતો ઉપરાંતમાં રૂવાટી વિનાની ગાયોનું તાપમાન પ્રમાણમાં ઓછુ હતુ અને દૂધ ઉત્પાદન પણ વધુ હતું. આ પરથી સાબિત થયુ કે ઓછી રૂવાટી કે કાઢી નાખેલી ગાયો ઉનાળામાં સારું પરીણામ આપે છે.

નસીબજોગે ખૂંધવાળી ગાયોમાં રૂંવાટી ઓછી અને ચામડી પાતળી હોયછે જે સૂર્યના કિરણોને પરાવર્તીત કરવામાં મદદરૂપ થાય છે અને ગાયોને ઠંડી રાખે છે.

આથી પશુપાલકોને ભલામણ થાય કે નવી ગાયો ખરીદતી વખતે ઓછી રુંવાટીવાળી તેમજ પાતળી ચામડીવાળી ગાયો ખરીદવી.વધુ રુંવાટીવાળી કે જાડી ચામડીવાળી  ગાયો વધુ ગરમી અને ભેજ સંગ્રહ કરતી હોય,શરીરનું તાપમાન વધુ રહે છે જેથી ઉત્પાદનમાં અસર થાય છે જેથી આવી ગાયો ખરીદવી નહી.