અમેરિકામાં ખૂંધવાળા ઠીંગણા પશુઓ (MZ)

ભારતમાં ગણી ગાયો અને બળદો નાના કદના જોવા મળે છે.ટૂંકમાં આવા જાનવરોને આપણે બિનવર્ગીકૃત  જાનવર તરીકે ઓળખીએ છીએ. આ શબ્દ અયોગ્ય છે જેનો ઉપયોગ બંધ થવો  જોઈએ.અમેરિકામાં પણ પ્રદર્શન માટે આવી ગાયોને આયાત કરવામાં આવે છે અને તેને નાના ખૂંધાળા જાનવર (MZ) તરીકે ઓળખવામાં આવે છે.

નામ પ્રમાણે તેઓ નાના ખૂધાળા જાનવર(MZ) તરીકે ઓળખાય છે.આવા જાનવરો ભારતના ગામડાઓમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ કમનશીબે તેને બિનવર્ગીકૃત જાનવર ગણવામાં આવે છે.અમેરિકામાં આવા જાનવરોનો ઉછેર કરવામાં આવે છે અને નાના ખૂંધાળા(MZ ) જાનવર તરીકે ઓળખવામાં આવે છે.એ જાણવું રસપ્રદ થશે કે આવા જાનવરો અમેરિકામાં કેવી રીતે પહોંચ્યા અને  અમેરિકાના પશુપાલકોમાં ઉત્કંઠા પેદા કરી અને “ઠીંગણા ખૂંધાળા જાનવરના મંડળ ” (IMZA)ની સ્થાપના કરી.1849ના ટેક્સાસ આયાતકારની સરકારી નોંધણી મુજબ ખૂંધાળા જાનવર (MZ ) અખાતી કિનારા વિસ્તારમાં આવ્યા. પશુપાલકો આવા જાનવરોની હવામાન સાથે અનુકૂલન જોઈ નવાઈ પામ્યા. પશુપાલકોને રસ પડતા આખા અખાતી  કિનારાના વિસ્તારમાં આવા નાના ખૂંધાળા (MZ) જાનવરો ફેલાઈ ગયા. બિલ બુચાનને 1988ના પ્રાણીસંગ્રહાલય ના મેગેઝીનમાં લખ્યુ કે આવા ઠીંગણા ખૂંધાળા જાનવરો (MZ) ગણા ખાનગી સંવર્ધકો  અને બાળકો માટે ના પ્રાણી સંગ્રહાલયમાં ઉછેરવામાં આવે છે. 10 એપ્રિલ 1991માં લોલી બ્રધર્સ દ્વારા નાના ખૂંધાળા (MZ) જાનવર પશુપાલકો માટે પહેલું પગલું લેવામાં આવ્યુ. મિકોન મસૂરીમાં આયોજિત આ મીટીંગમાં “આંતરરાષ્ટ્રીય નાના ખૂંધાળા જાનવર માટેના મંડળ(IMZA) ” ની રચના થઇ. લોલી બ્રધર્સના  અમેરિકાના ઘરમાં આવા ગણા પશુ સંવર્ધન માટેના મંડળની રચના થઇ હતી.

શું અમેરિકામાં નાના ખૂંધાળા (MZ) જાનવરોના વંશ આયાત કરવામાં આવેલ?

ઉપલબ્ધ માહિતી મુજબ 1 જાન્યુઆરી 1977માં બિલ જ્યોર્જે બ્રાઝિલથીનાના ખૂંધાળા (MZ) સાંઢની આયાત કરી. જેમ્સ મોર્ગને 1991ન  પશુપાલન અગેના મેગેઝીનમાં જણાવ્યા કે એડ્લ્સટન, એલિનોઇસના રોબર્ટ પુતશ્ચેરએ ,સ્વીડનના પ્રાણીસંગ્રહાલયમાં થી એક લાલ ધબ્બા વાળો સાંઢ, બે ગાયો અને બે વોડકીઓ આયાત કરી. એક વર્ષ પછી જોલ બારરીદજએ  ડોમિનિકન રીપબ્લિકથી 7 નાના ખૂંધવાળા(MZ) જાનવરની આયાત કરી.1991માં જેમ્સ મોર્ગને મોજણી કરાવી તે મુજબ 50 જેટલા ખાનગી સંવર્ધકો પાસે 118 સાંઢ અને 289 ગાયો છે જયારે 23 પશુસંગ્રહાલયે જણાવ્યું કે 25 સાંઢ અને 42 ગાયો છે આમ કુલ 143 સાંઢ અને 331ગાયોની  અમેરીકામાં ગણતરી કરવામાં આવી. નાના ખૂંધાળા (MZ) જાનવરો માટેના મંડળની રચનાથી પશુપાલકોને મોટો  ફાયદો થયો જાનવરોની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો એક ગાય અને અઢી માસના વાછરડાની કિંમત 6500 ડોલર અને સાત વર્ષ ગાયની કિંમત 5100 ડોલર થઇ ગઈ  જે 1992માં ગણી સારી કહેવાય. આ મંડળે ખાસ પસંદગી કરી ઓલાદ સુધારણા કાર્યક્રમ આયોજિત કર્યો પરંતુ  વાંશિક પરીક્ષણ માટે યોગ્ય સવલત ન માળતા બાહ્ય દેખાવ પરથી જ સંવર્ધન કરવામાં આવતું.

મંડળ ની મુખ્ય કામગીરીમાં વાંશિક નોંધણી કરી ખાસ સંવર્ધન કરવામાં આવતું આવી નોંધણી જાનવરોને ચાર પ્રકારમાં નોંધણી અંગે નું પ્રમાણપત્ર આપવામાં આવતુ

શુદ્ધ મૂળ: આવા જાનવરની નોંધણી T અથવા Z થી શરુ થતી.

સ્થાનિક મૂળ : આવા જાનવરોના સાંઢ શુદ્ધ મૂળના અને ગાયના ટકાવારી પ્રમાણે રહેતી.જયારે માળા જાનવર 15/16 અને નર જાનવર 31/32 પ્રમાણમાં પહોંચે ત્યારે સ્થાનિક મૂળની ગણાતી. આવા જાનવરની નોંધણી P થી શરુ થતી.

ટકાવારી: આવા જાનવર 1/2 અથવા 7/8 પ્રમાણમાં હોય ત્યારે નોંધણી કરવામાં આવતી પરંતુ 1995 થી આવી નોંધણી બંધ કરવામાં આવી કારણ કે 50%જેટલા જાનવરો નોધાતાં નહિ.આવા જાનવરોની નોંધણી P થી શરુ થતી.

દેખાવ પ્રમાણ પત્ર :આ વર્ગ 2010માં દાખલ કરવામાં આવી.આવા જાનવરોની નોંધણી દેખાવના આધારે થતી અને H થી સારી થતી.આવા જાનવરના પૂર્વજ શુદ્ધ મૂળમાં નોંધાયેલ હોય તો તેની નોંધણી પણ શુદ્ધ મૂળ વર્ગમાં કરાવી શકાય.

ભારતના પશુપાલકો માટે બોધપાઠ : ભારતના પશુપાલકોએ આ પરથી બોધ લેવો જોઈએ એ સમજાતુ નથી કે આપણે આવા જાનવરોને બિનવર્ગીકૃત કહીએ છીએ. પણ સ્થાનિક ખૂંધાળા અથવા ભારતીય ખૂંધાળા જાનવર તરીકે ઓળખાવા જોઈએ.પસંદગી પ્રમાણે સંવર્ધન કરી દૂધ ઉત્પાદન અને ફળદ્રુપતા વધારવી જોઈએ જેથી ગરીબ પશુપાલકને પોષાય આપણે ભારતીય મંડળને IMZA સાથે સંયોજિત કરવું જોઈએ.

 


લેખક: ડો અબ્દુલ સામદ, રિટાયર્ડ ડીન, મુંબઈ વેટરનરી કોલેજ,પરેલ, મુંબઈ.

અનુવાદક: ડો ઘનશ્યામ ધોળકીયા વડોદરા.