શાકભાજી(વનસ્પતિજન્ય)બીનઉપયોગી કચરાનો પશુ ખાદ્ય તરીકે ઉપયોગ

ગાયોની તંદુરસ્તી સાથે ખોરાકી ખર્ચ ઓછો કરવા નવીનતમ ખાદ્ય પધ્ધતિઓ અપનાવવી પડશે જે સ્થાનિકે ઉપલબ્ધ હોય અને ખાદ્ય તરીકે ઉપયોગમાં લઈ શકાય.

અગાઉના લેખમાં નિષ્ફળ ગયેલ પાકને પશુઓના ખોરાકમાં ઉપયોગ કરી શકાય એ બાબતે જણાવેલ.હવે પાક વિમા કંપનીઓ નિષ્ફળ ગયેલ પાકનો પશુ ખાદ્ય તરીકે વ્યાપારિક ધોરણે ઉપયોગ કરવા વિચારે છે જેનો દેશમાં બહોળો વ્યાપાર થઈ શકે તેમ છે.

ભારત દુનિયાનો બીજા નંબરનો શાકભાજી ઉગાડતો દેશ છે પરંતુ 40-50%(રૂ.44000 કરોડ જેટલા)ની ઊપજ બિનઉપયોગી કચરા તરીકે જાય છે. ASSOCHAM દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ દેશમાં 6300 જેટલા કોલ્ડ સ્ટોર્સ છે જે 30.11 ટન જેટલો  ખેતી ઊપજ સાચવવાની ક્ષમતા ધરાવે છે જે દેશની 11%જ બગડે તેવી ઊપજ સાચવવા સક્ષમ છે.ખેડૂતો ને આવા બિનઉપયોગી ખેત પેદાશને અન્ય કયા ઉપયોગમાં લેવું તેમજ તેઓને મોટું આર્થિક નુકસાન થાય છે. દક્ષિણ ભારતના જે રાજ્યોમાં શાકભાજી વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે ત્યાં આ પ્રશ્ન વધુ વિકટ છે. કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવામાં બહોળુ રોકાણ ઉપરાંત રોજબરોજનો ઊર્જા ખર્ચ બહુ થતો હોઈ આવા સ્ટોરેજ કિંમતી (રોકડીયા) પાક માટે યોગ્ય છે.

સદનશીબે આવા શાકભાજીનો ઉપયોગ પશુ ખાદ્ય તરીકે કરી શકાય છે. પાંદડાવાળા શાકભાજીમાં રેશનું પ્રમાણ વધુ હોય છે.ઘણા દેશોમાં વધારાની બિનઉપયોગી ઊપજ જો ખાવા લાયક હોય તો પશુ ખાદ્ય તરીકે વાપરવામાં આવે છે.ભારતમાં પણ નાના ખેડૂતો દ્વારા વ્યક્તિગત રીતે  આવા શાકભાજીનો ઉપયોગ પશુઓને ખવડાવવામાં કરવામાં આવે છે અલબત્ત  શાકમાર્કેટ નજીકમાં હોય અથવા તો વધુ ઉત્પાદનને કારણે બજાર ભાવ ઓછો હોય.

પ્લાસ્ટીકની નાની-મોટી થેલીઓમાં હવા વિનાના વાતાવરણમાં સૂકવણી બનાવી પશુ ખાદ્ય તરીકે ઉપયોગમાં લેવાથી પશુને વધુ ઊર્જા આપી શકાય છે.શાકભાજીના પાકને બે ભાગમાં વેચી શકાય એક પાંદડાંવાળો જેમાં વધુ રેશવાળો અને બીજો સર્કરાવાળો જેમકે બટાટા,શક્કરિયાં,ગાજર વિગેરે।આવા સાકરવાળા શાકભાજી બજારમાં મળતા ખાદ્યની અવેજીમાં આપી શકાય નાના વાછરડાંને એક હોજરી હોય વધુ શક્તિ માટે સાકરવાળા ખોરાકની વધુ જરૂર હોય છે.

વ્યક્તિગત રીતે એકલા ખેડૂત માટે એકત્રિત કરી પ્રક્રિયા કરવી શક્ય નથી પરંતુ ગ્રામ્ય ઉદ્યોગ તરીકે યુવાન સાહસિક દ્વારા વ્યાપારિક ધોરણે સાહસ(ઉદ્યોગ)કરી શકાય તેમ છે.

ભારતીય અભ્યાશુઓએ ખાદ્ય અને ખેતી સંસ્થાન (FAO)દ્વારા સારો અભ્યાસ કર્યો છે જે આપણા માટે ઘણો ઉપયોગી છે. અમે આ માટે FAOનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ કે બિનઉપયોગી શાકભાજીના યોગ્ય ઉપયોગ માટે યોગ્ય વાતાવરણ ઉભુ થાય.

આ અંગે આપના સૂચનો અને સફળ પ્રયોગોની માહિતી આવકાર્ય છે.

લેખક:- ડો. અબ્દુલ સામદ, રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ ,પરેલ, મુંબઈ.

અનુવાદક:- ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*