બ્રુસેલોસીસ: ચેપી ગર્ભપાત

            બ્રુસેલોસીસ એટલે કે ચેપી ગર્ભપાત એ પ્રાણીઓમાં થતો એક રોગ છે. આ રોગને સાંસર્ગિક ગર્ભપાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગનું આર્થિક અને જાહેર આરોગ્ય દ્રષ્ટિએ ઘણું અહિતકારી છે. પ્રાણીઓમાં થતા આ ચેપી ગર્ભપાત રોગના પરિણામે ગર્ભધારણ કરેલા જાનવરોમાં ગર્ભાવસ્થાના અંતિમ તબ્બકામાં ગર્ભપાત થઇ જવાની શક્યતા વધુ હોય છે અને ઓર/મેલી પડવામાં અવરોધ પેદા થાય છે. નર પશુઓમાં પણ આ રોગને કારણે વૃષણમાં સોજો આવે છે અને ઘણીવાર વંધ્યત્વ પેદા થવાની શક્યતા બને છે. આ રોગ મુખ્યત્વે ગાય, ભેસ, ઉપરાંત ઘેટાં, બકરાં, ડુક્કર, કુતરા વગરેમાં પણ જોવા મળે છે.

રોગ થવાનું કારણ:

            આ રોગ બ્રુસેલ્લા નામના જીવાણુંઓ દ્વારા થાય છે. રોગકારક જીવાણુંઓ નાના લંબગોળ દંડાણુંઓના રૂપમાં જોવા મળે છે. તેઓ ગ્રામ નકારાત્મક આંતર બીજાણું રહિત જીવાણુંઓ છે. તેઓ હલનચલન શક્તિ ધરાવતા નથી. તેઓ પ્રજનન તંત્ર માટે ખુબ જ રોગકારક છે. આ જાતિમાં નીચે મુજબની પ્રજાતિઓ આવે છે.

Related image

  • બ્રુસેલ્લા એબોર્ટસ
  • બ્રુસેલ્લા મેલીટેન્સીસ
  • બ્રુસેલ્લા સુઈસ
  • બ્રુસેલ્લા કેનીસ
  • બ્રુસેલ્લા ઓવિસ
  • બ્રુસેલ્લા નીઓટોમી

જીવાણુઓ અને તેમના સાચા પોષક:

  • બ્રુસેલ્લા એબોર્ટસ: ગાય અને ભેંસ
  • બ્રુસેલ્લા મેલીટેન્સીસ: ઘેટા અને બકરાં
  • બ્રુસેલ્લા ઓવિસ: ઘેટા
  • બ્રુસેલ્લા કેનીસ: કુતરાં
  • બ્રુસેલ્લા સુઈસ: ભૂંડ

બ્રુસેલોસીસ રોગના પ્રાણીઓમાં ચિન્હો:

  • માદા પશુમાં ગર્ભપાત અને ઓર પડવામાં અવરોધ
  • નર પશુમાં વૃષણમાં સોજો અને ઘુંટણમાં સોજો

બ્રુસેલોસીસ રોગના મનુષ્યમાં ચિન્હો:

આ જીવાણુંઓ મનુષ્યમાં પણ રોગ ફેલાવી શકે છે મનુષ્યમાં આ રોગ ના લીધે નીચે મુજબના લક્ષણો જોવા મળી શકે છે, જેવા કે જીણો ચઢ–ઉતર્યો તાવ આવવો, સાંધા જકડાઈ જવા, પુરુષમાં વૃષણમાં સોજો આવવો અને ખુબ પરસેવો થવો.

રોગનું નિદાન:

રોગનું નિદાન નીચે મુજબ થઈ શકે છે;

  • ગર્ભપાતનો ઈતિહાસ લેવાથી
    • ગાય અને ભેંસ: ગર્ભાવસ્થા ના અંતિમ તબ્બકા (૭ થી ૯ માસ) માં ગર્ભપાત થવો
    • ઘેટાં અને બકરાં: ૩ થી ૪ માસના ગર્ભ સમયે ગર્ભપાત થવો
    • કૂતરામાં: ૫૦ દિવસના ગર્ભ સમયે ગર્ભપાત થવો
  • રોગના લાક્ષણિક ચિન્હો પરથી
  • પ્રયોગશાળામાં રોગનું નિદાન

સારવાર:

શક્ય એટલી જલ્દી સારવાર શરુ કરાવવી. દવાનો સંપૂર્ણ કોર્ષ પૂરો કરવો.