દૂધાળુ જાનવરોના સંવર્ધન અંગે વ્યવસાયિક પદ્ધતિના વિચાર

જાનવરોની  ઉત્પાદકતામાં સંવર્ધન પદ્ધતિ બહુ મહત્વનો ભાગ ભજવે છે. સંવર્ધન પદ્ધતિનો આધાર ગાયોની સંખ્યા, માલિકની  પસંદ-નાપસંદ અને ઓલાદની કે તબેલાની નોંધણી કરાવવી કે કેમ પર આધાર રાખે છે.મૂળભૂત રીતે સંવર્ધનની  બે પદ્ધતિઓ છે. શુદ્ધ સંવર્ધન એ ઓલાદ અંગેની સંસ્થામાં નોંધણી માટે હોય છે. આવી ઓલાદ અશુદ્ધ ઓલાદ કરતા સારું પરિણામ આપે છે. ગણા વ્યવસાયિક દૂધ ઉત્પાદકો સંકરીકરણ વધુ પસંદ કરે છે અને જાનવરોંમા સંકરિત ગુણ હોવાથી સારું પ્રદર્શન કરે છે.સંવર્ધનની  પરિભાષા મુજબ નર અને માદા ના શારીરિક સમાગમથી નિર્ધારિત ગુણોવાળી ઓલાદ ઉત્પન્ન કરવી તે છે.  સંવર્ધનની મુખ્યત્વે  બે પદ્ધતિ છે.

 1. સજાતિ સંવર્ધન   2. વિજાતિ સંવર્ધન

સજાતીય સંવર્ધન  : સજાતીય સંવર્ધન એટલે કે નજીકના સબંધના જાનવરનો સમાગમ કરાવવો જે અન્ય  જાનવરોના સબંધ કરતા વધુ નજીકના હોય. દાત જેના એક કે વધુ વંશ હોય.આવા સંવર્ધનના  માપદંડ એ સંવર્ધનના ગુણાંક છે. સજાતીય પ્રજનન એ નજીકનું સંવર્ધન  કે લાઈન સંવર્ધન  હોઈ શકે.

નજીકનું સંવર્ધન એટલે કે એકદમ નજીકના જાનવર જેમકે બે ભાઈઓ નો સમાગમ બે બહેનો સાથે કરાવવો અથવા તેની ઓલાદનો સમાગમ  માતા પિતા સાથે કરાવવો.

લાઈન સંવર્ધન પદ્ધતિમાં તેના ઓલાદ સાથે ફરીથી સમાગમ કરાવવો જેથી તેની ઓલાદમાં વધુ ગુણ આવે. આ પદ્ધતિમાં કોઈ પસંદગીના જાનવરના ખાસ ગુણોનો વધારો કરવા માટે હોય છે. આ પદ્ધતિથી ઈચ્છીત પ્રકારની એકસૂત્રતા આવે છે પરંતુ સંવર્ધન  ઓછું થવાનો ભય રહે.

એક જ ઓલાદના સંવર્ધનના  ફાયદા.

1)આ પદ્ધતિથી અનિચ્છનીય શુષુપ્ત જનીનની જાણી થતા તેને દૂર કરી શકાય છે.

2) એક સૂત્રતા વધવાથી વાંશિક તફાવત ઓછો કરી શકાય છે.

3)જાનવરોને જુદી  જુદી ઓલાદને એકસૂત્રીય પ્રજાતીમાં મૂકી શકાય છે.

સજાતીય ઓલાદના સંવર્ધનના ગેરફાયદા.

 1. ઓલાદ બીમારીની  શિકાર જલ્દી થાય છે.
 2. પ્રજનનના પ્રશ્ન અને ગર્ભધારણના પ્રશ્નો વધે છે.
 3. પદ્ધતિની આડઅસરને અટકાવવુ કે જાણવુ મુશ્કેલ છે.
 4. ઉંમરના પાછળ તબક્કા કરતા શરૂઆતના તબક્કામાં સ્ફૂર્તિ ઓછી થઇ જાયછે.
 5. નાના સંવર્ધકને સજાતીય ઓલાદના પ્રજનનમાં સારો ફાયદો થાય છે.
 6. સજાતીય ઓલાદનુ  ડેરી પશુ સંવર્ધન કાર્યક્રમમાં ઓછુ મહત્વ છે કારણકે તેનાથી ગણુ નુકસાન કરતા અસર થાય છે.

બાહ્ય સંવર્ધન

તે આંતરિક સંવર્ધનથી વિરુધ્ધ છે. બિનસંબધીત પશુઓનુ સંવર્ધન કરવું એ બાહ્ય સંવર્ધન કહેવાય છે. આ પદ્ધતિને 6 હિસ્સામાં વિભાજીત કરવામાં આવે છે.

1) શુદ્ધ  સંવર્ધન (પ્યોર બ્રીડીંગ).

2) લાઈન ક્રોસિંગ (લાઈન સંકરીકરણ).

3) સંકરીકરણ (ક્રોસ બ્રીડીંગ).

4) ગ્રેડિંગ અપ ( ઓલાદના સ્તરને ઉપર લેવુ).

5) બાહ્ય સંકરીકરણ (આઉટ ક્રોસિંગ).

6) પ્રજાતિ સંકરીકરણ.

1) શુદ્ધ સંવર્ધન (પ્યોર બ્રીડીંગ): એક જ ઓલાદના નર અને માદા નું સંવર્ધન કરવુ. આ એક પ્રકારનું બાહ્યસંવર્ધન (આઉટ ક્રોસિંગ) છે.દા.ત.ગીર ગાય x ગીર સાંઢ , જર્સી ગાય x જર્સી સાંઢ , મુરાહ ભેંસ x મુરાહ સાંઢ  આ પ્યોર બ્રીડીંગ નો મહત્વનો ફાયદો એ છે કે જ્યાં શુદ્ધ સંવર્ધન કરવાનું છે ત્યાં આવા શુદ્ધ સાંઢની  જરૂરીયાત હોય છે

2) લાઈન ક્રોસિંગ : આ પદ્ધતિમાં નજીકના 5 વંશની ઓલાદનું સંવર્ધન કરી બ્રીડ લાઈન (ઓલાદની શૃંખલા )અસંબધીત ગાય  કે સાંઢ ની ઓલાદ  તૈયાર કરવાની હોય છે.

3) આઉટ  ક્રોસિંગ (બાહ્ય સંકરીકરણ):આ પદ્ધતિમાં અસંબધિત પ્યોર(શુદ્ધ) ઓલાદના નર માદાનું સંવર્ધન કરવાનું હોય છે જેમાં બંને તરફના 4-6 વંશનો પુર્વજોમાં કોઈ સબધ હોતો નથી. આવા સંવર્ધનની ઓલાદને પણ આઉટ ક્રોસ ઓલાદ ઓળખવામાં આવે છે. સાવચેતી પૂર્વક પસંદ કરાયેલ આવા જાનવરો આનુવાંશિક સુધારણા માટે ગણા મહત્વના હોય છે.

4) સંકરીકરણ (ક્રોસ બ્રીડીંગ) :આ પદ્ધતિમાં બે અલગ ઓલાદના પશુઓનું સંવર્ધન કરવાનુ હોય છે. સંકરીકરણનો ઉપયોગ પશુઓમાં દૂધનો તેમજ માંસ નો વધારો કરવા માટે કરવામાં છે. ભારતમાં ખૂંધાળી ગાયોને વિદેશી ઓલાદના સાંઢ જેમકે જર્સી, હોલ્સ્ટેઇન ફ્રિઝીઅન, બ્રાઉન સ્વિસ,અથવા તેના વીર્ય થી સંવર્ધન કરી ઓલાદનુ  દૂધ વધારવા ઉપયોગમા લેવામા  આવે છે.

સંકરીકરણના  ફાયદા

1) ઓલાદમાં ઇચ્છિત ગુણો જે દેશી માબાપમાં નથી તે વિદેશી ઓલાદમાંથી મેળવવા.

2)ભારતમાં ગાયોમાં વિદેશી સાંઢ સાથે સંકારીકરણ કરી ઓલાદમાં વારસામાં ઇચછિત ગુણો જેમકે દૂધ માં વધારો,વહેલી પુખ્તતા, જન્મ વખતે વધુ વજન,સારો વિકાસ સારું પ્રજનન વિ મળે અને દેશી ગાયના ગુણો  જેમકે ગરમી સામે સહનશીલતા, રોગ સામે પ્રતિકારશક્તિ,અને અપૂરતા અને બરછટ ખોરાક પર  નિભાવનો સુમેળ કરવો છે.

3) ઇચ્છિત ગુણો ની ઓલાદ તૈયાર કરી નવી ઓલાદ તૈયાર કરવી.

4)સંકરિત ઓલાદની  શક્તિ(ઉર્જા)ના ગુણોનો નવી ઓલાદમાં ઉમેરો કરવો(ઉપયોગમાં લેવો).

5)સંકરિત ઓલાદમાં દૂધ વધારા જેવા ગુણો ઝડપથી દેખાવા.

સંકરીકરણ ગેરફાયદાઓ

1) સંકર જાનવરમાં  ગુણવત્તા સંવર્ધનથી થોડી ઓછી થાય.

2)સંકરીત જાનવર ઉત્પન્ન કરવા બે કે તેથી વધુ શુદ્ધ ઓલાદના સાંઢ રાખવાની જરૂર પડે.

ગ્રેડિંગ અપ (ઓલાદને સુધારવી ) .

વિદેશી સાંઢનો બિન વર્ગીકૃત ગાયો અને તેની ઓલાદ પર પેઢી દર પેઢી ઉપયોગ કરવો. 5-6 પેઢીને  આ રીતે ઓલાદ સુધારવાથી નવી ઓલાદ વિદેશી પ્રકારની થશે.ભારતમાં આ પ્રકારની નીતિ અપનાવવામાં આવી છે।  ઓચ્છુ દૂધ આપનારી ઓલાદની ગાયોનું વિદેશી સાંઢ સાથે અને  બિન વર્ગીકૃત ભેંસોનું મુરાહ સાંઢ સાથે નિરંતર સંવર્ધન કરવામાં આવે છે. 5-6 પેઢી પછી 96.9% થી 98.4% વિદેશી ઓલાદનો વારસો મળે છે.

ગ્રેડીગ અપ (ઓલાદ સુધારવી ) ના ફાયદા

1)આવી ગાયો કે ભેંસોની 5-6થી વંશની ઓલાદ અસ્સલ વિદેશી ઓલાદ જેવી દેખાશે અને ઉત્પન પણ મળશે.

2)ગ્રેડિંગ અપ પદ્ધતિમાં મોંઘી  વિદેશી ગાયો ખરીદવાના ખોટા ખર્ચની જરૂર રહેતી નથી કારણ કે અપ ગ્રેડિંગમાં થોડા વિદેશી સાંઢ ની મદદથી દેશી ગાયોનું રૂપાંતર થઇ શકે છે.

3) આ પદ્ધતિથી વિદેશી સાંઢની સંવર્ધન ક્ષમતા જાણી શકાય છે.

4) આવા અપ  ગ્રેડેડ જાનવરોની કિંમત ગણી વધી જાય છે.

ગ્રેડીગ અપ ના ગેર ફાયદા.

1)અપ ગ્રેડેડ સાંઢ સંવર્ધન માટે બિન ઉપયોગી છે.

2) જે હવામાન વિદેશી ઓલાદને માફક આવે છે તેવું જ હવામાન અપ ગ્રેડેડ જાનવરને માફક આવે છે. માટે જો સ્થળ વિદેશી ઓલાદને માફક આવતુ ન હોય તો સ્થળ બદલવુ જોઈએ.

સંકરીકરણ અંગે સામાન્ય વિચાર.

 1. સંકરીકરણ માટે સાંઢ અને ગાય પસંદ કરવા પૂરતી આંકડાકીય માહિતી હોવી જોઈએ.દૂધ ઉત્પાદન અને પ્રથમ વિયાંણની ઉમર એ બીજી  માહીતી જેટલી  જ મહત્વની  છે.
 2. મોટા કદના સાંઢ અને નાના કદની ગાય ના સંવર્ધનથી  વિયાંણમાં તકલીફ થાય છે માટે જાનવરની પસંદગી સંભાળપૂર્વક કરવી.
 3. મોટા કદની ગાયમાં વિયાંણ વખતે તકલીફ ઓછી થાય છે પરંતુ નિભાવણી ખર્ચ વધુ આવે છે.
 4. ક્રુ વી પદ્ધતિમા સારા સાંઢ શોધી ઉપયોગ શકાય છે માટે તે અંગે વિચારવુ.

પ્રજનન માટે પશુની પસંદગી.

સંવર્ધન માટે સારી ઓલાદના જાનવરો પસંદ કરી ઓલાદ ઉત્પન્ન કરવી અને હલકી કક્ષાના જાનવરોની ઓલાદ ઉત્પન્ન ન કરવી.

આ પ્રક્રિયા સારા વંશના જાનવરો પેદા કરવાની છે. જયારે સંવર્ધન  માટે જાનવર પસંદ કરવા હોય ત્યારે વધુ મહત્વ ગુણોને આપવુ.

લેખક: ડો અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ ,મુંબઈ.

અનુવાદક: ડો ઘનશ્યામ ધોળકીયા , વડોદરા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*