દૂધાળુ ગાયો વેતરમાં પરત આવવી, ઉથલા મારવા કારણો,લેવાની કાળજી અને સારવાર માટેની હાલની વિચારધારા

ઉથલા મારતી,ગાભણ ન રહેવી,એવી ગાયોને કહેવામાં આવે છે જેને 3 કે તેથી  વધુ વખત સમાગમ કે કૃત્રિમ વીર્યદાન કરાવવામાં આવ્યુ હોય,ઋતુચક્ર સામાન્ય હોય,યોની સ્ત્રાવમાં કોઈ અસામાન્યતા ન હોય,પ્રજનન અંગોની તપાસમાં કોઈ ખામી જણાતી ન હોય અને ઓછમાં ઓછુ 10 વર્ષમાં એક વિયાણ થયુ હોય.પશુ ડોક્ટર ને આવી બીમારી સૌથી વધુ જોવા મળે છે.ગાય સામાન્ય દેખાય છે પણ નિદાન કરવુ મુશ્કેલ છે.ડેરી પશુઓમાં પ્રજનનને લગતા વધુ આર્થિક નુકસાન કરતા રોગમાં ઉથલા મારતા જાનવર સૌથી વધુ જોવા મળે છે.ઉથલો મારતી ગાય એ છે જેનું ઋતુચક્ર સામાન્ય હોય,પ્રજનન અંગોની તપાસમાં કોઈ ખામી જણાતી ન હોય, યોની સ્ત્રાવ સામાન્ય હોય, 10 વર્ષની ઉમર સુધીમાં માત્ર 1 વખત વિયાણ થયેલ હોય ત્યાર બાદ વારંવાર સમાગમ કે કૃ.વી.કરાવવા છતાં ગાભણ રહેતી નથી.ટૂંકમાં ઉથલો મારતી ગાય નિયમિત વેતરમાં આવે છે પરંતુ વારંવાર સંવર્ધન કરાવવા છતાં ગાભણ રહેતી નથી.ઉથલા મારતી ગાય ને લીધે કૃ.વી.નો ખર્ચ, દવાનો ખર્ચ,ઉત્પાદન વિના ખાદ્યનો ખર્ચ આમ ગણુ આર્થિક નુકશાન થાય છે.

ઉથલા મારતી ગાયોને બે પ્રકારમાં વહેંચી શકાય છે.

 1. પ્રારંભમાં ઉથલા મારવા:- એવી ગાયો જેમાં કૃ.વી. કરાવ્યા બાદ 17-24 દિવસમાં કરીને વેતરમાં આવે છે.આવા જાનવરોમાં સામાન્ય થતા ઋતુ ચક્ર ગર્ભધારણ ન થતા જાનવરોમાં લ્યૂટિઅલ ગ્રથિની કામગીરી સામાન્ય કરતા ટૂંકી હોય છે આવા કિસ્સામાં ફલીનીકરણ ન થવાના કારણોમાં વધુ સંભવિત કારણ રજ મોડુ છૂટુ પડવું,વીર્યની હલકી ગુણવત્તા અથવા ગર્ભનું નાની ઉંમરે મરણ,ગર્ભની  હલકી ગુણવત્તા,ગર્ભાશયમાં પ્રતિકૂળ વાતાવરણ,નિર્ધારિત સમય કરતા લ્યુટીઅલ ગ્રથિનો જલ્દી વિકાસ થવો વિ.
 2. મોડેથી ઉથલા મારવુ: ગાયો કે જે કૃ.વી.કરાવ્યાના  25 દિવસ કે તે બાદ વેતરમાં આવે.આવી ગાભણ ન રહેતી ગાયોમાં લ્યુટીઅલ ગ્રંથિ સામાન્ય કરતા વધુ લાંબો સમય કાર્યરત હોય  છે. શરૂઆતમાં ફલીનીકરણ તેમજ ગર્ભ રહ્યો છે તેવુ જણાય છે પરંતુ કેટલાક કારણો (ગ્રંથિની અપૂરતી કામગીરી, ગર્ભનો અપૂરતો સંકેત,સંસર્ગ જન્ય બીમારી , લ્યુટીઅલ ગ્રથિનું ગળી જવું)થી ગર્ભનો નાશ થઇ જાય છે.

ઉથલો મારતી(વેતરમાં પરત ફરતી) ગાયના કારણો.

 1. વારસાગત:  મા-બાપના રંગસૂત્ર કે વારસાગત ખામી અથવા રંગસૂત્ર અલગ થવાની પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ખામીની ગર્ભધારણ પર નકારાત્મક અસર થાય છે. દા.ત. ઉથલા મારતી ગાયોમાં રંગસૂત્રના સ્થાનાંતર 1/29 અથવા ટ્રાઇસોમી x . સજાતીય પ્રજનન,વધુ ઉંમરના જંનનકોશ પણ ઉથલા મારવાનું કારણ બની શકે છે.અલગ ઓલાદ પણ પશુઓમાં ઉથલો મારવાનું કારણ હોઈ શકે છે.આપણા દેશમાં જર્સી અને હોલ્સ્ટેઇન ફ્રિઝીઅન ગાયોમાં  ઉથલો મારવાનુ પ્રમાણ વધુ જોવામાં આવેલ છે.
 2. ઉમર:-  ઉંમરની અસર પણ ગર્ભધારણ માટે નકારત્મક હોઈ શકે છે.વધુ ઉંમરમાં આવુ વધારે જોઈ શકાય છે. અનુભવ પ્રમાણે પહેલા બે વિયાણ બાદ દૂધાળુ ગાયો વધુ ફલીત થાય છે જયારે 5 મા વિયાણ બાદ ફલીનીકરણની ટકાવારીની ઓછી થાય છે.
 3. ગર્ભાશયમાં ચેપ(સોજો) અને વારંવાર થતુ ઋતુચક્ર :- ગર્ભાશયનુ વાતાવરણ ગર્ભના વિકાસમાં મદદરૂપ થાય છે. આથી ગર્ભાશયની કોઈ પણ ખામી કે ગડબડ  જેમકે ચેપ,ગર્ભાશયમાં સોજો,પાક(પરુ) થવો વિ ગર્ભના વિકાસમાં અવરોધ ઉભો કરે છે અને ગર્ભ મરણ પામે છે જે ગાયોમાં ઉથલો મારવાનું મોટુ કારણ છે.એવુ જોવામાં આવેલ છે કે જે ગાયોના ગર્ભાશયમાં સોજો છે તેવી 3.5-5.7% ગાયો વારંવાર વેતરમાં આવે છે. ગર્ભાશયના સોજાને લીધે ગર્ભાશય અને મુખ કમળની સંકોચન પ્રક્રિયા પર આડ અસર થાય છે અને ગ્રેફિયન ફોલીકલ(રજગ્રંથિ પરની ફોલ્લી) ના રુંધાયેલ વિકાસને લીધે ગર્ભનું મરણ થાય છે અને વારંવાર વેતરમાં   આવે છે.
 4. પ્રજનન અંગોની રચનામાં ખામી:- ગર્ભાશયનું યોગ્ય વાતાવરણ રજનો વિકાસ,શુક્રાણુનુ પરિવહન,ફલીનીકરણ અને ગર્ભ સ્થાપનમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રજનન અંગોની રચના કે કામગીરીમાં બદલાવ ગર્ભધારણની નિષ્ફ્ળતા અને ઉથલો મારવા  જવાબદાર  છે.
 5. રજગ્રંથિની અયોગ્ય કામગીરી:- દૂધાળુ ગાયોમાં રજગ્રંથિ પરનો ફોલ્લી (રસકોષ્ઠ) એ પ્રજનનનો મોટો પ્રશ્ન છે. આવી ફોલ્લીનુ  વિઘટન થઇ જવુ એ ગંભીર પ્રશ્ન છે. રજનુ મોડેથી છૂટુ પડવુ,વેતરમાં ન આવવુ એ આને લગતા પ્રશ્ન છે.લ્યૂટીએલ ગ્રંથિની અપૂર્ણતા આવા ગર્ભધારણને લગતા જટિલ પ્રશ્ન ઉભા કરે છે.
 6. પોષણ સંબધિત કારણો:- ગાયોમાં ફલીનીકરણ વજન સાથે જોડાયેલ છે.ગાયોનું સંવર્ધન કરાવતા પહેલા દેશી અને જર્સી ગાય      (સંકરિત)નુ વજન 240-275 કિલ્લો અને હોલ્સ્ટેઇન સાથેની સંકરિત ગાયનું વજન 260-290 ફરજીયાત હોવુ જોઈએ.ઓછા વજન વાળી ગાયોમાં ગર્ભધારણની ટકાવારી ઓછી હોય છે.સમતોલ આહાર (સર્કરા, ફેટ, પ્રોટીન, વિટામિન, ખનીજ ક્ષારો) એ જ એનુ નિરાકરણ છે.શુક્ષ્મ ક્ષારો જેવા કે તાંબું, લોહ, નિકલ જેવા ક્ષારો સ્ટીરોઈડ ઉત્પ્ન્ન કરવા જરૂરી છે.સૂક્ષ્મ ક્ષારો અને A ,D3 અને E જેવા વિટામિન વેતરમાં ન આવતા અને ઉથલા મારતી દુધાળુ ગાયોની સારવાર માટે જરૂરી છે.

7. કૃત્રિમ વીર્યદાન : કોઈ પણ પ્રક્રિયામાં કોઈ પણ ક્ષતિ જેમકે સાંઢને તૈયાર કરવો, કૃત્રિમ યોનિ  તૈયાર કરવી, વીર્ય એકઠું કરવું,વીર્ય પર પ્રક્રિયા,સંગ્રહ કરવો,ઓગાળવુ,ઓગાળ્યા પછી વીર્યને સભાળવુ , વેતર ના અયોગ્ય સમયે કૃત્રિમ વીર્યદાન કરવુ   પરિણામે જાનવર ઉથલો મારે છે. જો જાનવરમા  વેતરના યોગ્ય ચોક્કસ સમયે વીર્યદાન કરવામાં ન આવે તો ફલીનીકરણ નિષ્ફ્ળ જાય છે.દેશી ગાયોમાં વીર્યદાન માટે સવાર  સાંજનો નિયમ અનુસરવો જોઈએ.જો ગાય સવારે વેતરમાં આવી હોય તો સાંજે અને સાંજે વેતરમાં આવી હોય તો બીજા દિવસે સવારે વીર્યદાન કરવું જોઈએ.વિદેશી/સંકરિત ગાયોમાં વેતરના મધ્ય કે અંતિમ તબક્કામાં વીર્યદાન કરવુ જોઈએ. સંકરિત ગાયોમાં પ્રથમ વીર્યદાન બાદ 12-24 કલાકના અંતરાયે બીજું વીર્યદાન કરવું સલાહભર્યું છે.

ઉથલો મારવાના અન્ય કારણો જેમકે :-

 • પ્રારંભમાં જ  કે ગર્ભનું મરણ,
 • ઓક્સિટોસીન(એક પ્રકારનો માદા હાર્મોન )ની ઉણપ,
 • કમજોરી,
 • પ્રોજેસ્ટીરોન(એક પ્રકારનો માદા હાર્મોન ) ની ઉણપ,
 • વધુ પડતો ઓક્સિટોસીન (એક પ્રકારનો માદા હાર્મોન).

રોગ નિવારક પગલાં:-

ગાયોમાં ઉથલા મારવાનુ નિદાન કરવુ એ પડકાર છે. તેમ છતા ગણા કિસ્સાઓમાં સારવાર અને રોગ નિવારક પગલાં મદદરૂપ થાય છે.અગાઉ એન્ટીબાયોટીક્સ , એન્ટીસેપ્ટીક ,હાર્મોન્સ,સૂક્ષ્મ ક્ષારો અને આયુર્વેદિક સારવાર આપવામાં આવતી।પરંતુ ચોક્કસ  સારવાર માટે યોગ્ય નિદાન જરૂરી છે. હાલના દશકામાં ગર્ભાશયને મીઠાના પાણીઅને વધુ ડેક્સટ્રોઝ થી સાફ કરવું એ લોકપ્રિય અને સલાહ ભર્યું છે.  ઉથલા મારતી ગાય જેમાં ગર્ભાશયનો અંદરનો સોજો છે તેમા 300-400 મિલી આઇસોટોનિક (સમતનન) મીઠાનુ દ્રાવણ ગર્ભાશયમાં મુકવાથી કોષોની ઉત્તેજન થવાથી સારું પરિણામ મળે છે.કેટલાક અભ્યાસ મુજબ વધુ ડેક્સટ્રોઝ(સાકર) વાળુ દ્રાવણ પણ સારું પરિણામ આપે છે. નવી પદ્ધતિમાં ઓઝોન (એક પ્રકારનો વાયુ) ગર્ભાશય ભરવાથી પણ ગર્ભાશયના ચેપમાં સારું પરિણામ આપે છે.એન્ટિસેપ્ટિકનો અંશ દૂધમાં આવતો ન હોઈ પ્રશ્ન થતો નથી પરંતુ કેટલાક એન્ટિસેપ્ટિક ગર્ભાશયના અંદરના કોષોને વધુ પડતા ઉત્તેજિત કરે છે. અગાઉ આયોડિનની બનાવટ(પોંવિડોન) ગાયોમાં ગર્ભાશયના ચેપ માટે વપરાતી હતી પણ  હાલના અભ્યાસમાં જણાયુ છે કે અયોડીનના ઉત્તેજિત કરવાના ગુણ ગર્ભાશયની આંતરત્વચાને ગણું નુકશાન કરે છે જેથી આગામી વેતરમાં ફલીનીકરણની ટકાવારી ઓછી થાય છે.ગણા અભ્યાસ એન્ટીસેપ્ટીકને બદલે એન્ટીબાયોટીક્સ ઉપયોગ કરવા સૂચવે છે.

એન્ટિબાયોટીક સારવાર:- ગર્ભાશયના આંતરિક ચેપ( સોજા) માટે ગણી દવાઓ ઉપલબ્ધ છે  પરંતુ ceftiofur [email protected]/kg ભલામણ કરવામાં આવે છે.તેનો વધારાનો ફાયદો એ લઘુતમ માત્રામાં કામ કરે છે અને ગર્ભાશયના જીવાણુઓ જેમકે E. coli, Truepella pyogens, F. nucroforum વિ પર અસર કારક રીતે કામ કરે છે. વિયાણ  બાદ આ જીવાણુઓ સામુહિક રીતે ગર્ભાશયચેપ (સોજો) ઉત્પન્ન કરે છે. ટેટ્રાસાયક્લીન ઉત્તેજક છે.અમીનોગ્લયકોસાઈડ અને સલ્ફાનોમાઇડ્સ પરુ(પાક) ની હાજરીમાં કામ કરતા નથી.ગણી એન્ટીબાયોટીક્સ દવાઓ ગર્ભાશય અંદર મુકવા માટે પ્રતિબંધિત છે કારણ કે દૂધમાં તેના અંશ ગણા  લાબા સુધી સમય રહે છે.  દૂધમાં એન્ટિબાયોટીક્સના અંશના અભ્યાસ પછી આવી એન્ટિબાયોટીક્સ દવાઓ અન્ય માર્ગે આપવા ભલામણ કરવામાં આવે છે. સેફલોસ્પોરીન્સ ગર્ભાશયમાં મુકવા માટે ભારતીય બજારમાં ઉપલબ્ધ છે.

સ્ત્રાવ (હાર્મોનલ) સારવાર:- ગર્ભાશયના ચેપને લીધે ઉથલા મારતી ગાયમાં 13 દિવસના આંતરે પ્રોસ્ટાગ્લાન્ડિનસ ઉપયોગમાં લઈ શકાય છે પરંતુ  કાર્યશીલ કોર્પસ લુટિઅમની હાજરી જરૂરી છે.PGF 2 alfaનો  વિયાણ પછી રોગ પ્રતિરોધક તરીકે ઉપયોગ કરવાથી ફાયદો થતો નથી.ગર્ભાશયના આંતરિક ત્વચાના સોજામાં ગર્ભાશય સાફ  કરવાની દવાઓ સાથે .PGF 2 alfa વાપરવાથી આશ્ચર્યજનક પરિણામો મળ્યા છે જેમાં દૂધમાં 0 એન્ટિબાયોટિક અંશ અને 0આડઅસર જોવા મળી છે. ઓક્સિટોસિન પણ મર્યાદિત પ્રમાણમાં વાપરવામાં આવે છે.

પોષણનો ઉમેરો :- સૂકો ચારો એ પ્રજનન તંદુરસ્ત રાખવાનો એક માત્ર અસરકારક પરિબળ છે. હવામાનમાં બદલાવ વખતે  બધાજ પ્રયત્નો સારી ઉર્જા ઉત્પન્ન કરવા પ્રયત્ન કરવા જોઈએ। નકારાત્મક ઉર્જા ચયાપચયને લીધે કિટોસીસ, લીવરમાં ચરબીનો જમાવો થવો કે એબૉમેસમ(હોજરીનો એક ભાગ)ન ખસી જવુ જેવી બીમારી થાય છે.કીટોસીસ અને કેલ્શિયમ ઓછુ થઇ જવુ એ વિયાણ બાદ ગર્ભાશયમાં ચેપ થવો ,મેલી ન પડવી,વિયાણમાં તકલીફ  ઉત્પન્ન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. હાલના ચલણ મુજબ વીજાણુ યુક્ત આહાર કેલ્શિયમની ઉણપને ઓછી કરે છે પરંતુ તેમાં ખતરો છે.આવા વીજાણુ યુક્ત આહારની ગૌશાળામાં ભલામણ કરવામાં આવતી નથી જ્યાં આવા વીજાણુ ની ગણતરી કરવામાં આવતી નથી.મોન્સિન અને રુમેનનું રક્ષણ કરતા કોલીન કીટોસીસ, બાવલાનો સોજો  તેમજ  ગર્ભાશયની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ થાય છે.સૂક્ષ્મ ક્ષાર ફાયદાકારક છે પરંતુ હાલમાં તેનું ખાદ્ય માં વધુ પ્રમાણ વિષે વિવાદ છે. પરંતુ સર્વ માન્ય સૂક્ષ્મ ક્ષાર જેમકે સેલેનિયમ,ઝીક,તાંબુ, મેંગેનીઝ અને વિટામિન A અને D એ ફાયદાકારક છે.દા ત 3000 I U  દરેક ગાયને દરરોજ વિયાણના આખરી તબક્કામાં આપવાથી ગર્ભાશયની બીમારીઓ અટકાવી શકાય છે. તેજ રીતે સેલેનિયમ 0.3 ppm(mg/kg સૂકા ચારમાં ) ફળદ્રુપતા વધારવા આપી શકાય।  અજાણ્યા ક્ષાર  (નિરિન્દ્રિય)આપવા કરતા સેન્દ્રીય ક્ષાર આપવા વધુ હિતાવહ છે.

અન્ય સારવાર: – ઉથલો મારતી (પાછી ફરતી) ગાયોનુ સાવચેતી રાખી ચોક્કસ નિદાન કરવુ અને ફલીનીકરણ ન થવાના અને ગર્ભ ન રહેવાના કારણો જાણવા જરૂરી છે.આ અંગેની રેકોર્ડ તપાસી ખાતરી કરવી કે વહેલી ઉથલો મારે છે કે મોડે થી ઉથલો મારે છે. 3 વખત કૃ વી કર્યા બાદ પણ  ગાભણ ન રહે તો ડોક્ટર પાસે તપાસ કરાવવી।ગર્ભાશયનો આંતરિક સોજો કે રજ મોડુ છૂટુ પાડવા જેવી બીમારીનો ઈલાજ ખાસ કરાવવો। જો ચોક્કસ નિદાન ન થાય તો આ પ્રમાણે ની સારવાર કરવી। સારો પરિણામ લક્ષી ખોરાક આપવો।સારી જાતના વીર્યનો ઉપયોગ કરવો જેમાં 50% થી વધુ શુક્રાણુઓની ગતિ આગળ તરફ હોય.વેતરના ચોક્કસ સમયે વીર્યદાન કરાવવુ।  12-24 કલાકના અંતરે બે વખત વીર્યદાન કરાવવુ।કૃ વી યોગ્ય પદ્ધતિ દ્વારા કરવો અને ક્લીટોરીસ (ભગ્નશિષ્ન) ને મસળો અથવા 100 માઈક્રો ગ્રામ GnRH  અથવા 1500 IU લુટીનાઈઝીંગ આત:સ્ત્રાવ નું ઈન્જેકશન અપાવો  જેથી રજ જલ્દી છૂટુ પડે. વેતરમાં આવેલી ગાયમાં કૃ વી ન કરાવો અને 12 કલાકના અંતરે 1લાખ એકમ (યુનિટ) પેનેસિલીન મીઠાના પાણી (સલાઈન) સાથે ગર્ભાશયમાં છોડાવો. થોડા સમય બાદ ગર્ભાશયને મીઠાના પાણી થી સાફ કરાવો જેથી ગર્ભાશય અને રજવાહિનીનો કચરો નીકળી જાય. બે વેતર સુધી આરામ આપો અને પછી સંવર્ધન કરાવો.

હોમિઓપેથીક અને અન્ય ઈલાજ :-

 1. કૃ.વી. વેળાએ સારી સ્વચ્છતા, પદ્ધતિ અને સારી ગુણવત્તાવાળા વીર્યનો ઉપયોગ કરો.
 2. 20-30 દિવસ સુધી 1 કિલ્લો ફણગાવેલ ચણા આપો.
 3. ગર્ભાશયના સોજા, રહી ગયેલ મેલીના  ભાગ,ગર્ભપાત,રજવાહિનીના સોજા,રજગ્રંથીના સોજા  મુખ કમળના સોજા અને ઋતુચક્રને  ,નિયમિત કરવા નીચે મુજબની હોમિઓપેથી દવાઓ નું મિશ્રણ આપો.

Alteris farinose 30,  Aurum muriticum Natronatum 30,  Calcaria Phos30, Pulsetilla 30,  Phospharus 30 દરેકની 3મિલી ને વાઈમેરાલ પ્રવાહીમાં ભેળવી દરરોજ 5 મિલી બે વખત આપો.

ઉથલો મારતી ગાયો માટે પરંપરાગત ઈલાજ/પદ્ધતિ.

ઉથલો મારતી, ગાભણ ન રહેતી કે અપૂરતા વેતરમાં આવતી ગાયોને મોઢેથી કુંવારપાઠાના 2-3 પાંદડા નયણે  કોઠે 3 દિવસ આપો. ફણગાવેલા ચણા, બાજરો કે ઘઉં 200 ગ્રામ જેટલા 15 દિવસ આપો. વેતરના લક્ષણો દેખાય કે 100-150 મિલી લીમડાનું તેલ કૃ.વી. કરાવતા પહેલા કે સમાગમ પહેલા પીવડાવો. કૃ.વી. કરાવ્યા બાદ એક અઠવાડિયા સુધી બે મુઠી જેટલા  મીઠા લીમડાના પાન  ખવડાવો.

ઉથલો મારતા જાનવરોં પર અંકુશ રાખવાના પગલાં/સાવચેતી:- આ પ્રશ્ન મોટો છે અને પશુપાલકને બહુ મોટુ આર્થિક નુકશાન કરે છે. હંમેશા બીમારીની રોકથામ કરવી એ હિતાવહ છે.નીચે મુજબની  આગમચેતી લઈ ઉથલો મારતા જાનવરોનો પ્રશ્ન ઓછો કરી શકાય.

 • હંમેશા સંવર્ધન અંગેની  નોંધ રાખો.
 • કૃ.વી. વેળા ભીડ ન કરો.
 • ખનીજ ક્ષાર 2% જેટલું ખાદ્યના ભાગ રૂપે આપો.
 • જાનવરને કાયમ સ્વચ્છ પાણી પીવા આપો.શક્ય તેટલી ઠંડક ખાસ કરીને સંકર ગાયોને આપો.
 •  વધુ પ્રમાણમાં ઝાડો ઉગાડો. ઉનાળાની ઋતુમાં પાણીનો છંટકાવ કરો , નવડાવો. છાપરા પર રંગ લગાડવાથી જાનવરોને ઠંડક મળે છે.
 • જાનવરમાં જન્મજાત ખામીઓ જેમકે રજગ્રંથીમાં ખામી, સંકોચાયેલ રજવાહીની કે ગર્ભાશયની ખામીવાળા જાનવરોને કૃ.વી. કરાવવુ  નહીં અને શક્ય તેટલી જલ્દી છાટણી કરી કાઢી મુકો .
 • ઓછા વજન વાળા,અપૂરતા પોષણવાળા નબળા જાનવરોને વીર્યદાન કરાવવુ નહી.
 • વધુ પડતી તૈલી ખોળ જાનવરોને  ખવડાવવી નહીં કારણકે તેથી ગર્ભનું મરણ થઇ શકે છે.
 • ફૂગ લાગેલ દાણ, લીલો ચારો કે ખરાબ પરાળ દુધાળા જાનવરોને આપવા નહીં.
 • અસ્વચ્છ,  ગાઢી કે બદલાયેલ લાળીવાળા જાનવરને કૃ વી કરાવવુ નહીં. યોગ્ય તપાસ કરાવી સારવાર કરાવવી.
 • વીર્યના ડોઝ (સ્ટ્રો )ને એક વખત ટાંકીમાંથી બહાર કાઢ્યા પછી પરત નાઇટ્રોજન ટાંકીમાં મુકવી નહીં. તુરંત ઉપયોગમાં લેવી અથવા ફેંકી દેવી.
 • કૃ.વી.ગનને યોનિમાંથી બહાર કાઢી ફરીને અંદર નાખવી નહી જેથી ન ચેપ લાગે.
 • યોગ્ય તાલીમબદ્ધ વ્યક્તિ પાસે જ કૃ.વી. કરાવો.
 • કૃ.વી. માટે રોગિષ્ટ સાંઢનો ઉપયોગ ક્યારેય ન કરવો.
 • સજાતીય (ઇનબ્રીડિંગ) ન થાય માટે સાંઢની દીકરી પર ફરીને તે જ  સાંઢનો ઉપયોગ ન કરવો.પૂરતી નોંધ રાખવી અને સાંઢને અન્ય પશુપાલકના જાનવર પર ઉપયોગ કરવો  ઓછામાં ઓછા 3 વર્ષ સુધી જે તે ફાર્મ પર તેનો ઉપયોગ ન કરવો.
 • વેતરના પાછલા તબક્કે યોનિમાંથી લોહી જેવો સ્ત્રાવ નીકળે તો વીર્યદાન કરવું નહીં કારણકે વેતર ઓલવાઈ જવાની તૈયારીમાં છે.
 • આત:સ્ત્રાવ(હાર્મોન્સ) દ્વારા સારવાર સંભાળ પૂર્વક કરવી.

લેખક:- ડો. રાજેશ કુમાર સિંઘ , જમશેદપુર, ઝારખંડ, ફોન નં  9431309542.

અનુવાદક :- ડો. ઘનશ્યામ ધોળકીયા , વડોદરા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*