ડેરી ઉદ્યોગ માટેના ભંડોળ માટે સરકારશ્રીની કાર્યવાહી.

ન્યુ દિલ્હી :- સહકારી ડેરીઓના પ્લાન્ટને આધુનિક બનાવવા ખેતીવાડી વિભાગના પ્રધાન શ્રી રાધામોહન સીંઘે એન ડી ડી બી ને (ડેરી પ્રૉસેસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ટર ડેવલપમેન્ટ ફંડ, DIDF )અંતર્ગત ડેરી પ્રક્રિયા અને સંલગ્ન માળખાના આધુનિકરણ માટે સહકારી ડેરીઓને હળવા વ્યાજવાળી લોન ફાળવવા રૂ 440 કરોડનો ચેક અર્પણ કર્યો.

નાબાર્ડે વધુ ખેડૂતોને સહકારી માળખા દ્વારા દૂધ વેચાણ વ્યવસ્થામાં આવરી લેવા રૂ 8004 નું DIDF અંતર્ગત ભંડોળ ફાળવ્યુ છે.

આ નાણાકીય વ્યવસ્થા રાષ્ટિય ડેરી વિકાસ બોર્ડ (એનડીડીબી) અને રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકવામાં આવશે. શ્રી સીંઘે રૂ 440 કરોડનો ચેક એનડીડીબીના ચેરમેન શ્રી દિલીપ રાથને પ્રથમ હપ્તા પેટે સુપ્રત કર્યો.

આ નાણાકીય સહાય સહકારી સંસ્થાઓને  વાર્ષિક 6.5%ના વ્યાજથી ધિરાણ કરવામાં આવશે જે 10 વર્ષમાં પરત કરવાની રહેશે.

પ્રધાનશ્રીએ જણાવ્યું કે નાબાર્ડ દ્વારા અત્યાર સુધી 15 પ્રોજેક્ટ માટે રૂ 843.81 કરોડ DIDF અંતર્ગત મજુર કરેલ છે જેમાં રૂ 1148.61કરોડ નો અંદાજીત ખર્ચ પજાબ, કર્ણાટક અને હરિયાણા માટે દર્શાવેલ છે.એમાંથી 6 દૂધ સંઘ માટેનો રૂ 440 કરોડનો ચેક એનડીડીબીને આપેલ છે.

શ્રી સીંઘે જણાવ્યું કે DIDF દૂધ પ્રક્રિયાની ક્ષમતામાં દૈનિક126 લાખ લીટરનો વધારો, દૂધમાંથી પાવડરની બનાવવાની ક્ષમતામાં દૈનિક 210 મેટ્રિક ટન તેમજ શીતકરણ ક્ષમતામાં દૈનિક 140 લાખ લીટર વધારો કરવાનું લક્ષાક રાખે છે.આ નાણાકીય મદદથી 50000 ગામડાઓમાં 95 લાખ દૂધ ઉત્પાદકોને ફાયદો થશે.ઉપરાંત ગણા કુશળ, અર્ધ કુશળ અને મજૂરવર્ગને સીધી અથવા આડકતરી રીતે આવક મળશે.

એનડીડીબીના ચેરમેને જણાવ્યું કે આ સહાય સહકારી ડેરીઓના નબળા માળખાના  આધુનિકીકરણ અને ક્ષમતા વધારવામાં  મદદરૂપ થશે.

તેઓએ DIDF દ્વારા મળતી લોનનો ઉપયોગ સમયમર્યાદામાં કરી, આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ખર્ચ ઘટાડી વેચાણ વધારવા અને નવીન બનાવટો  બનાવી આવક વધારવા પર સૂચન કર્યું હતું.

આગામી બે વર્ષમાં રૂ 8004ની લોન મજુર કરવાની છે અને મને ખત્રી છે કે અમે લક્ષાંક પુરા કરીશું

નાબાર્ડના ચેરમેને જણાવ્યું કે અમે આ રકમમાંથી રૂ 440 એનડીડીબી ને આપેલ છે જે પજાબ અને કર્ણાટકના 6 દૂધ સંઘોને અપાશે .ગુજરાત કોઓપ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મેનેજિગ ડિરેક્ટરશ્રીએ જણાવ્યુકે DIDF માંથી લોન મેળવવા અમે અમારા સંઘો માટે દરખાસ્ત મોકલીશું કેમકે અમારું લક્ષાંક આગામી 10 વર્ષમાં હાલની 3.6 કરોડની ક્ષમતામાં વધારો કરી 8.0 કરોડ લીટર નુ  છે.

હાલમાં દેશની સહકારી અને ખાનગી ડેરીઓની કુલ પ્રક્રિયા દૈનિક ક્ષમતા 9 કરોડ લીટર છે જેમાંથી ગુજરાત ફેડરેશન 3.6 કરોડ લીટર દૂધ પ્રક્રિયા કરવાની ક્ષમતા ધરાવે છે.

જે રીતે દૂધનો દૈનિક વપરાશ વધતો જાય છે તે જોતાં આગામી 10 વર્ષમાં દૂધની પ્રક્રિયા ક્ષમતા દૈનિક 30 કરોડ લીટર વધારવાની જરૂરીયાત રહેશે. 20 કરોડ લીટર દૈનિક ક્ષમતા વધારવા અંદાજીત રુ 80-90 હજાર કરોડની જરૂરીયાત રહેશે તો જ દૂધની બનાવટો બનાવી  શકાશે.

ભારત એ દુનિયાનો સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે જેનું અંદાજીત દૂધ ઉત્પાદન 176.35મેટ્રિક ટન છે. વર્ષ 2022 ના આયોજન  પ્રમાણે દૂધનું ઉત્પાદન 254.5મેટ્રિક ટન થવાનો અંદાજ છે.

આ પ્રસંગે  દેશના રાજ્ય કક્ષાના પ્રધાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડેરી  ઉદ્યોગની નોધમાંથી

ભાષાતર:- ડો. ઘનશ્યામ ધોળકીયા , વડોદરા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*