ડેરી ઉદ્યોગના રાષ્ટ્રીય આયોજન માટે રૂ 51077 કરોડની જરુરીયાત.

નવી દિલ્હી :-

કૃષિ પ્રધાનશ્રી રાધામોહન સીંઘે જણાવ્યું છે કે 2022ના રાષ્ટ્રીય આયોજન ના અમલીકરણ કરવા, દૂધ ઉત્પાદન બેવડું કરવા અને ઉત્પાદકોની આવક બમણી કરવા રુ 51077 કરોડનું રોકાણ કરવું પડશે.

પ્રધાનશ્રીએ ડેરી પ્રક્રિયા અને માળખાની રુ 1077 કરોડની યોજનાનું અમલીકરણ કરવા પ્રથમ હપ્તા પેટે રુ 440 કરોડનો ચેક એનડીડીબીને અર્પણ કર્યો.

શ્રી સિંઘે જણાવ્યું કે આ યોજના અંતર્ગત 50000 ગામડાઓ અને 95 લાખ દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. આ ઉપરાંત કૌશલ્ય , અર્ધ કૌશલ્ય ધરાવતા તેમજ મજૂરો વર્ગને રોજગાર મળશે.

ભારત દુનિયામાં સૌથી વધુ 176.35 મેટ્રીક ટન દૂધ ઉત્પાદન કરતો દેશ છે. 2022 પરના આયોજન પર દ્રષ્ટિ કરતા તે 254.5 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન કરવા કટિબધ્ધ છે.

પ્રધાન શ્રીએ જણાવ્યું કે ડેરી પ્રક્રિયા અને માળખા માટેની સંસ્થા આધુનિક માળખાની વૃદ્ધિ કરવામાં મદદ કરશે. તે દૈનિક 126 લાખ લીટર વધારનાં દૂધની પ્રક્રિયા, પાવડર બનાવવાની ક્ષમતામાં 210 મેટ્રીક ટન અને દૂધ શીતકરણ ક્ષમતામાં 140 લાખ લીટર વધારો કરશે.

સક્ષમ દૂધ સંધોને એનડીડીબી અને રાષ્ટ્રીય સહકારી નિગમ દ્વારા મદદ મળી શકશે. નાબાર્ડ દ્વારા નિયમોને આધારે રુ 8004 કરોડ 6.5%ના વાર્ષિક વ્યાજ દર થી 10 વર્ષ માટે આપવામાં આવશે.આ યોજનાની શરુઆતથી 3 વર્ષમાં (2017થી 2020)રુ 10000 કરોડનું રોકાણ થવા સંભવ છે.નાબાર્ડ જણાવ્યું કે સરકારશ્રી દ્વારા વ્યાજ પર સબસીડી આપવાનું પણ પ્રાવધાન કરેલ છે.

શરૂઆતમાં નાણાકીય સહાય  પજાબ અને કર્ણાટકના કુલ 6 જિલ્લાઓને આપવામાં આવશે.

નાબાર્ડ અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 15 પ્રોજેક્ટ માટે રુ 843.81 કરોડ મજુર કરેલ છે.અને પજાબ, કર્ણાટક અને હરીયાણા માટે રુ 1148.58 કરોડ નું રોકાણ કરવામાં આવશે.નાણાકીય વર્ષના અત સુધીમાં રુ 3800 કરોડ મજુર કરવામાં આવશે.

નાબાર્ડના ચેરમેન શ્રી હર્ષ કુમાર ભાણવાળા એ જણાવ્યું કે દેશના 51% જેટલા કૃષક પરિવાર પાસે દૂધાળું જાનવર છે.પ્રતિ વર્ષ 6.5% જેટલો દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. આથી ઉત્પાદન અને પ્રક્રિયા માટે જરૂરી માળખું  તૈયાર કરવાની જરૂર છે.તેઓએ ઉમેર્યું કે ડેરી ઉદ્યોગમાં બહોળુ રોકાણ જોતા અન્ય સહાયક સંસ્થા ઉભી કરવી પડશે.

આલેખન ;- ડો અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ, મુંબઈ

ભાષાંતર :- ડો ઘનશ્યામ ધોળકીયા, વડોદરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*