ઠંડીની ઋતુના તણાવમાં દૂધાળુ ગાયોની સારસંભાળ

ઠંડીની તકલીફ ઓછી કરવા લેવાના ખાસ પગલા.

  • હવામાન પર દેખરેખ  : તાપમાન પર નજર કરી ઠંડીમાં ખોરાક વધારવો.ઠંડીની ૠતુના છેલ્લા 3 માસમાં જયારે ઠંડીનું પ્રમાણ તીવ્ર  હોય ત્યારે વધારે દાણ આપવુ જોઈએ.
  • ઠંડી હવાથી જાનવરોને બચાવો.ઠંડી  હવાથી ઉષ્નતામાન વધુ નીચે જાય છે અને વધુ તકલીફ થાય છે.
  • સારું પાથરણુ કરો. સારી પથારી કરવાથી ઠંડી ઓછી કરવામાં આવરણ મળે છે.
  • ગાયોને સ્વચ્છ અને સૂકી રાખો।ભીની ચામડીને લીધે રુંવાટીની ઠંડી  રોકવાની ક્ષમતા ઓછી થાય છે. માટીનો થર પણ     રૂવાટી ની અસરકારકતા ઓછી કરે છે.
  • વધારાનું દાણ અને ચારો આપો. જો ચારો ભીનો કે થીજી ગયેલ કે કેમ તેની ખાતરી કરો.
  • વધુ પાણી આપો.પાણી કાયમી મળવુ જોઈએ.અપૂરતા પાણી ને લીધે ખોરાક ઓછો લેવાશે જેથી ગાયને જરૂરી ઉર્જા મેળવવામાં વધુ તકલીફ પડશે.વધુ ઠંડુ પાણી અને થીજી ગયેલ પાણીની કુંડીને લીધે જાનવર પાણી ઓછુ પીએ છે.

આપણે  હવામાન ને નિયંત્રિત કરી શકતા નથી પણ ખર્ચ ઓછો કરી ગાયને ઠંડીની અસર ઓછી કરવા શક્ય તે બધુ કરીએ.આથી  ખર્ચ ઓછો કરવામાં અને ઉત્પાદન ક્ષમતામાં વધારી શકાય.

ગાયો પર ઠંડી ના તણાવની અસર. 

જયારે  વધારે ઠંડી  શરુ થાય પછી પશુપાલકે કાતિલ ઠંડીની પશુઓ પર અસર બાબત વિચારવાનું છોડી દેવુ જોઈએ.પશુ ઠંડીને સારી રીતે સહન કરી શકે છે.જો ગાયને સારી રૂંવાટી,સારી તંદુરસ્તી અને પૂરતા પ્રમાણમાં ખોરાક અને પાણી મળી રહે તો મનુષ્ય માટે જાનલેવા ઠંડીને પણ ગાય સહન કરી શકે છે.  આવી કાતિલ ઠંડીને ગાય સહન કરી લે છે પણ પરિણામ તો ભોગવવુ પડે છે.આ પરિણામ એટલે શરીર નબળુ પડવાથી કરી  મરણ સુધી હોઈ શકે.

શરીર ઠંડુ પડવું એટલે શુ ?

શરીર ઠંડુ પડવું એટલે કે શરીરનું ઉષ્ણતામાન સામાન્ય કરતા ઓછું થવું.શરીર ઠંડુ થયુ હોય (30-34 તાપમાન) પણ સામાન્ય તાપમાન કરતા તફાવત ઓછો હોય, (2) મધ્યમ ઠંડુ એટલે 21-25 ડિગ્રી શરીરનુ તાપમાન અને (3)અતિ ઠંડુ એટલે 10-15 ડિગ્રી શરીરનુ  તાપમાન હોય જે  જોખમી હોય છે.મળદ્વારનું તાપમાન 27 ડિગ્રીસેન્ટી હોય તો બહારથી ગરમી અને પ્રવાહી સારવાર આપ્યા સિવાય તાપમાન સામાન્ય થતુ નથી.

હવામાનની  ઠંડીની અસર ગાયો પર થવાની શરૂઆત પરિસ્થિતિ મુજબ બદલાય છે. ઓછી રૂંવાટી,વધુ પવન,અને ભીજાયેલ ચામડી  હવામાનની ઠંડીને વધારે છે અને ગાય ઠંડી પડવા લાગે છે.જો જાનવરને બહારથી ગરમી આપવામાં ન આવે તો શરીર ઠંડુ થતા ચયાપચય અને અન્ય શારીરિક પ્રક્રિયાઓ ધીમી પાડવા લાગે છે.પગ તરફ જતું લોહી અન્ય મહત્વના અંગો તરફ જાય છે અને તેને બચાવવાનો પ્રયત્ન કરે છે.આંચળ અને કાનની બુટ્ટી ઠરી જાય છે. જો જાનવર વધુ ઠંડુ પડે તો શ્વસન ક્રિયા અને હૃદયના ધબકારા ઓછા થાય છે અને રક્તચાપ ઓછો થાય છે. અંતે જાનવર બેભાન થઇ  મૃત્યુ પામે છે.

જો હવાની ગતિ રોકવામાં આવે અને પૂરતું પોષણ આપવામાં આવે તો જાનવરને ઠંડુ પડતા રોકી શકાય છે. તંદુરસ્તીના અન્ય  પ્રશ્નનો પણ વિચારવા જોઈએ.પશુઓ બદલતા હવામાનને અગાઉથી સારી રીતે જાણી શકતા હોય છે આથી તોફાન પહેલા ખાવાની આદત/પદ્ધતિ બદલાવે છે. પ્રયોગો પરથી જણાયું છે કે તોફાન પહેલા વધુ ચરે છે, તોફાન દરમિયાન ઓછુ ખાય છે અને તોફાન પછી વધુ  ચરે / ખાય છે. જાનવર જો વધુ પોષણયુક્ત આહાર મળતો હોય તો આફરો થાય છે.

પૂરતુ પાણી આપવુ અનિવાર્ય છે. જો પૂરતુ પાણી આપવામાં ન આવે તો ઓછુ ખાય છે વધુમાં પાણી ઓછુ આપવામાં આવે અને મીઠાવાળુ પાણી અથવા મીઠાવાળો ખોરાક આપવામા આવે તો મીઠાનુ ઝેર ચડી શકે છે. પાણીની કૂડી ઠરી જાય તો જાનવર પાણી પી શકતા નથી આથી જાનવરના શરીરમાં પાણી ઓછુ થાય છે.જયારે ઠરેલું પાણી પીગળે છે ત્યારે જાનવર વધુ  પાણી પીએ છે.જો પાણીમાં મીઠાનું પ્રમાણ વધુ હોય અથવા વધુ ખનીજ ક્ષાર ખાય તો પણ ઝેર ચડે છે.આવા જાનવરને ઝાડા, પેટનો દુખાવો,અને ખાવા તરફ અણગમો દેખાડે છે.ગણી વખત આધળાપણું અને ખરીના ઉપરના ભાગ સંકોચાઈ જાય છે.આવા કિસ્સામાં મોટાભાગના જાનવરો મરણ પામે છે.

જો શિયાળોમાં વધુ ઠંડી હોય તો ગાભણ જાનવર શરીરમાં ગરમી જાળવવા શરીરની ઉર્જા વાપરી નાખે છે.શરીરનું પોષણ ગરમી ઉત્પન્ન કરવામાં વપરાઈ જાય તો જાનવર કમજોર થઇ જાય છે. ગાયો અને ખાસ વોડકીઓમાં  શારીરિક કમજોરીને લીધે વિયાણમાં તકલીફ ઉભી થાય છે. આવા જાનવરો હલકી કક્ષાનું કરાટું ઉત્પન્ન કરે છે અને નવજાત વાછરડાનું મરણ પ્રમાણ પણ વધારે થાય છે. વધુમાં આવા જાનવરોનું ઋતુચક્ર નિયમિત થતું  નથી અને સંવર્ધન મોડું થાય છે. શિયાળામાં જાનવરની તંદુરસ્તીની કાળજી લો અને ઉર્જા વધારવા વધુ પોષક તત્વો જેમકે પ્રોટીન,વિટામિન, ખનીજ વિ આપો. પુખ્ત જાનવરો જે સારી રીતે વાગોળ કરે છે તે લાંબો  શિયાળો સહન કરે છે પરંતુ તેની આડ અસર પણ ભોગવે છે.

ઠંડીમાં વાછરડાંની સંભાળ 

વાછરડું  ભીની રુંવાટી સાથે જન્મે છે શરીરમાં ચરબી પણ હોતી નથી અને ઉર્જા ઉત્પન્ન કરવા પેટ પણ કાર્યશીલ હોતું નથી. વાછરડાં ને ગરમી આપવામાં ન આવે તો  જલ્દી ઠંડા થઇ જાય છે અને આ સંજોગોમાં મરણને અટકાવી શકાતું નથી. શિયાળામાં વિયાણ  થનાર ગાયને પૂરતું  રક્ષણ આપવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ.

શિયાળા સામે ટક્કર લેવા, વધુ ઠંડીને લીધે થતી તકલીફોથી જાનવરોને બચાવવા અન્ય વ્યવસ્થાપકીય આયોજન  

  1. હવામાનનુ નિરીક્ષણ કરી તે મુજબ આયોજન કરો.

2) ઠંડી હવા સામે પૂરતા રક્ષણની ખાતરી કરો. હવાની ઝડપ વધતા ઠંડીનું પ્રમાણ વધે છે.કાતિલ ઠંડી હવા સામે રક્ષણ માટે કુદરતી આડશ  (ઝાડી, ખાડી કે ડુંગરોની આડ)અથવા તૈયાર કરેલ દીવાલ,કોઢ નો ઉપયોગ કરો જે અત્યંત જરૂરી છે.યોગ્ય પથારી કરો જેથી  જાનવર સ્વચ્છ અને સૂકુ રહે.પરાળ ની પથારી કરવાથી અનુભવી શકાશે કે જાનવરને ઠંડી સામે રક્ષણ મળે છે.પૂરતા પ્રમાણમાં પરાળ બિછાવવી  જેથી બધા જાનવરો બેસી શકે.અને તેનો થર જાડો હોવો જોઈએ અને માફક આવે તેવો હોવો જોઈએ. હવામાન પ્રમાણે પરાળ વધ ઘટ કરવી. પથારી કરવામાં આવે અને તુરંત બરફ પડે તો જાનવરોની 25% જેટલી ઉર્જા બરફ પર સૂવાથી જતી રહે છે.

4) જયારે જોખમી તાપમાનથી વધુ નીચે તાપમાન જાય ત્યારે વધુ ચાર અને દાણ આપવું.

5) દિવસ દરમિયાન અથવા સાંજે વધુ ખોરાક આપવો. શરીરમાં વધારાની ઉર્જા ખોરાક આપ્યાના 6-8 કલાક બાદ ઉત્પન્ન થાય છે બપોરે અથવા વહેલી સાંજે ખોરાક આપવાથી પાચન થયે, વહેલી સવારે  જયારે વધુ ઠંડી હોય ત્યારે ઉર્જા મળી રહે છે.આ પ્રમાણે ખોરાક આપવાથી ખોરાકનો સારો ઉપયોગ થાય છે અને જાનવરને વધુ ઉર્જા જરૂરિયાત હોય ત્યારે મળી રહે છે.

6)પાણી આપો.સુનિશ્ચિત કરો કે જાનવરની કાયમી પાણી મળી રહે છે.મર્યાદિત પાણી મળવાથી ખોરાક ઓછો લેવાય છે અને જાનવરને જરૂરી ઉર્જા મળવી મુશ્કેલ બને છે.વધુ પડતા ઠંડા પાણીથી પાણી પીવાનું ઓછું થઇ જાય છે.

7) વધુ નબળી ગાયોને ખાસ સંભાળ માટે અલગ રાખો. આવી નબળી ગાયોને ખાવાનુ અલગ આપો જેથી તંદુરસ્ત અને મજબૂત   ગાયો સાથે હરીફાઈ ન થાય. નબળી ગાયોને ઠંડી સામે ટકવા વધુ ઉર્જાની જરૂર હોય છે અને વિયાણનો ગાળો અને દૂધ આપવાનો ગાળો  નજીક આવતો હોય તો વધુ પોષણની જરૂર હોય છે.આ રીતે અલગ કરેલ ગાયોના વજનમાં વધારો થાય છે અને મોટી, જાડી  ગાયોના વધારાના વજનમાં ઘટાડો જોવા મળે છે અને ખાદ્યનો યોગ્ય ઉપયોગ થાય છે

ઠંડુ હવામાન જાનવરોને પડકાર રૂપ  છે.સામાન્ય ગરમ વાતાવરણ માટે બનાવેલ સમતોલ પશુ દાણ ઠંડીમા કે ઠંડીની તકલીફો માટે બિન ઉપયોગી થાય છે.આવા દાણથી વજનમાં કે ઉત્પાદન માં ઘટાડો જોવામાં આવે છે.ઠંડીની અસરને લીધે જાનવરોને વધુ ઉર્જા અને ખોરાક ની જરૂર  શરીર સાંભળવા, ઉષ્ણતામાન જાળવવા અને ઉપાદકતા જેમકે શારીરિક વિકાસ, ગર્ભધારણ અને દૂધ ઉત્પાદન માટે જરૂર પડે છે.

ઠંડી ઋતુ દૂધ આપતી ગાયોની ઉર્જાની જરૂરીયાત પર કેવી રીતે અસર કરે છે?

સામાન્ય અને ગરમ હવામાનમાં ગર્ભાવસ્થામાં ગાયોને સાંમાન્ય કરતા 25-30% વધુ ઉર્જાની જરૂરીયાત હોય છે. ઠંડીની ઋતુમાં ઉર્જાની જરુરીયાત વધુ હોય છે દૂધાળુ જાનવરને વસુકેલ અને ગાભણ કરતા 40-60% વધુ ઉર્જાની જરૂરીયાત હોય છે.ઠંડીની ઋતુમાં દૂધાળુ ગાયોને પોતાની શારીરિક તદુરસ્તી અને વાછરડાં માટે દૂધ તૈયાર કરવા વધુ ઉર્જાની જરૂર હોય છે.જયારે ઠંડી વધુ હોય અને ખાસ કરીને ઠંડો પવન વધુ હોય ત્યારે શરીરને ક્ષમતા કરતા વધુ ઉર્જાની જરૂર હોય છે.

ઠંડીની ઋતુમાં ગાયોને વધુ ઉર્જાની જરૂરીયાત ઉભા કરતા પરીબળો .

હવામાનને અનુકુળ થવુ: બારે માસ બંધિયાર વાતાવરણમાં રહેતા જાનવરો ને ખુલ્લામાં રહેતા જાનવરો કરતા ઠંડીની અસર વધુ થાય છે કારણકે તેઓના શરીર પર  ઠંડી ઋતુ સામે રક્ષણ માટે કુદરતી વધુ રૂંવાટી ઉગતી નથી.ઠંડી વધતા શારીરિક ચયાપચયનું પ્રમાણ પણ ઉર્જા ઉત્પન્ન કરવા અને રક્ષણ મેળવવા  વધે છે. જયારે ચયાપચયની ક્રિયાનું પ્રમાણ વધે છે અને ખોરાકમાં વધુ ઉર્જાની જરીર હોય છે ત્યારે દૈનિક ખોરાકમાં વધારો થાય છે.રુંવાટીની પરિસ્થિતિ પણ પશુને ઉર્જાની જરૂરીયાત પર અસર કરે છે. જે ગાયો પર માટી ચોપડવામાં આવી હોય અથવ ચામડી ભીની હોય તેવા જાનવરોની ઉર્જાની વધુ જરૂર હોય છે કારણકે શિયાળા સામે રક્ષણ આપતા  આવરણની અસર ગણી ઓછી થઇ જાય છે. અને ઠંડીની વધુ અસર થાય છે.

ઠંડીની ઋતુમાં ગાયોનો ખોરાક કેમ વધે છે?

સામાન્ય  પરિસ્થિતિમાં  સૂકી, સ્વચ્છ શિયાળાની ઋતુ હોય તો સૂકી ચારાનું પ્રમાણ 5-30 % વધે છે. કારણ કે ઠંડીમાં શારીરિક પ્રક્રિયાનું પ્રમાણ વધે છે ચયાપચયની ક્રિયા વધતા ગાયને વધુ ભૂખ લાગે છે અને ખોરાકનું પાચન વધુ થાય  છે.આ એક ઠંડી ઋતુને સુસંગત થવાનું પગલું છે. ગાયના પેટમાં પાચન ક્રિયા દ્વારા આંતરિક ઉર્જા વધે છે જેથી  ઠંડીની અસર ઓછી કરે છે. ગાયની આંતરિક ઉર્જા  વધતા જોખમી અસરને ઘટાડે છે.

અત્યંત વધુ ઠંડા પવન અને તોફાનની પરિસ્થિતિમાં ગાય ખોરાક લેવાનું ઓછુ કરે છે કારણકે તેનું ધ્યાન ખાવા કરતા શરીર ગરમ રાખવામાં વધુ હોય છે.ભીજાયેલ ચામડી કે બરફ કે માટીથી ઢંકાયેલ ચામડીમાં પણ ખોરાક લેવાનું ઓછું થાય છે કારણકે તેઓ ઠંડીને લીધે તણાવ અનુભવે છે

ગાયો ઠંડીમાં ખોરાક વધુ અસરકારક રીતે પાચન કરી શકે છે? 

ઠંડા વાતાવરણ અને ઠંડીને લીધે ખોરાકની પાચનની અસરકારકતા ઓછી થાય છે જેનું મુખ્ય કારણ ખોરાક લેવાનું વધ્યુ છે. જયારે જાનવર વધુ ખાય છે ત્યારે ખોરાક પેટના પહેલા બે ભાગમાં ઓછો રહે છે અને આગળ ઝડપથી ધપે છે.પોષક તત્વોનું જીવાણુ દ્વારા વિઘટન ઓછું થાય છે જે ગાયને વધુ મળે છે ખાસ કરીને પ્રોટીન કે જે નાના આંતરડામાં શોષાય છે.આ પરિસ્થિતિમાં પ્રોટીનનું પ્રમાણ ઘટાડી શકાય છે.

લેખક: ડો અબ્દુલ સામદ , રિટાયર્ડ ડિન , મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ, મુંબઈ

અનુવાદક: ડો ઘનશ્યામ ધોળકીયા , વડોદરા