ગાયોને ગરમીનાં પ્રભાવથી બચાવવા ઠંડક કરવાની પદ્ધતિઓ

ડૉ. અબ્દુલ સામદ

ભાષાંતર : ડૉ.ઘનશ્યામ ધોળકિયા  (વડોદરા)

ભારતમાં મોટાભાગના વિસ્તારમાં ઉનાળામાં ૪૫0 સે. જેટલું ઊંચું તાપમાન હોય છે. આવા ઉષ્ણ વાતાવરણમાં દુધ ઉત્પાદન કરતી ગાયોને બચાવવી જરૂરી છે નહિતર ગરમી થી ઉત્પન્ન થતી તાંણ (તનાવ) નાં લક્ષણો જોવા મળે છે. જેમકે સુકો ચારો ઓછો ખાવો, મળદ્વારનું ઉષ્ણતામાન વધવું,હાંફ ચડવી , આંત:સ્ત્રાવ પર અસર, પ્રજનન તેમજ દુધ ઉત્પાદન પર અસર થાય છે.

રીસર્ચ પરથી જાણવા મળેલ છે કે ૨૪0 સે. થી ૩૦0 સે. તાપમાન અનુકૂળ હોય છે. જો કે દેશી અને સંકરીત ગાયોમાં તફાવત જોવા મળે છે. જે ગાયો વધુ દુધ આપે છે તેઓના શરીરમાં ચયાપચયથી ઉત્પન થતી ગરમી વધુ હોય છે. આથી પશુપાલકોએ ગરમીને લીધે દેખાતા લક્ષણો ઓછા કરવા જુદી જુદી પદ્ધતિઓનો વિચાર કરવો જોઈએ.

સુર્યતાપથી ગાયોને બચાવવા યોગ્ય ગમાણ (ગૌશાળા/કોઠો) હોવી જરૂરી છે. કારણ કે સુર્યના સીધા કિરણોથી શરીર પરની ત્વચાનું તાપમાન વધે છે. અને શરીર પરની રુંવાટીનું તાપમાન નિયંત્રિત કરવાની પ્રક્રિયામાં ફેરફાર થાય છે. ગરમીથી બચાવવા હવામાનનું તાપમાન અને ભેજ અંગે વિચાર કરવો જોઈએ. જયારે હવામાનનું ઉષ્ણતામાન(બાહ્ય તાપમાન) શરીરનાં તાપમાન કરતાં વધુ હોય  ત્યારે એકત્રિત તાપમાન વધે છે. આથી સુર્ય કિરણોથી બચાવવા યોગ્ય ગમાણ(કોઠો) હોવી જરૂરી છે. પશુપાલકો પાસે આ માટે ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે. જેમકે ઘાસથી બનેલું છાપરું કે પતરા/પાકું છાપરું.

છાપરાંની ઊંચાઈ ગરમીને નિયંત્રિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ધાતુના કે એસ્બેસ્ટોસનાં છાપરાં સુર્યની ગરમીમાં વધારો કરે છે તેથી શક્ય હોય તો ઉપયોગ ન કરવો. ઝાડનો છાયડો નિશ્ચિંત પણે સારો છે. તેથી ગમાણ આસપાસ છાયડો આપતા ઘટાદાર ઝાડોને ઉગાડવા જોઈએ જેથી ગાયોને સુર્ય તાપથી રક્ષણં મળે.

ગાયોની ત્વચા ભીની રાખવી 

ઘણા પશુપાલકો જાણે છે કે ગાયો પર પાણીનો છંટકાવ કરવાથી કે ચામડી ભીની રાખવાથી તાપ સામે રક્ષણ મળે છે. રીસર્ચ પરથી જાણવા મળ્યું છે કે ગાયો પર પાણીનો છંટકાવ હવામાનનું તાપમાન ૩૦0 -૩૧0  સે. હોય તોજ ફાયદો થાય છે. પરંતું ઉષ્ણ કટિબંધ હવામાનમાં ચામડી પર કરવામાં આવેલ પાણીનું બાષ્પીભવન માત્ર ૬ મિનિટ માં થઈ જાય છે. વારંવાર છંટકાવ કરવો અસંભવ છે. વધુમાં આ પદ્ધતિમાં પાણીનો પુષ્કળ વ્યય થતો હોય છે. ઉપરાંત વારંવાર જમીન ભીની થતી હોઈ જીવાણુંનો ઉપદ્રવ થવાની શક્યતા હોય છે. અભ્યાસ પરથી જાણવા મળેલ છે કે ગાયો ને ગમાણમાં લાવતા પહેલા ગાયો પર ૧.૫ લી. થી ૧.૮ લીટર પાણીનો છંટકાવ કરવામાં આવે તો સ્વાછોશ્વાસનાં દરમાં અને મળદ્વારના ઉષ્ણતામાનમાં ૫૦% જેટલો ફરક પડે છે. આ પદ્ધતિ અપનાવાથી ફક્ત પાણીનો છંટકાવ કે ફક્ત છાયડામાં લાવતા કરતાં વધુ ફાયદો થાય છે.બજારમાં છંટકાવ કરવા માટેના ઘણા સાધનો ઉપલબ્ધ છે. આ બાબતે વધુ માહિતી ડીરેકટરી ઓફ www.indiancattle.com વેબ સાઈટ પર મેળવી શકાય છે.

પહેલા ગાયો પર પાણીનો છંટકાવ કરી તેના પર હવા નાખવામાં આવે તો ગાયોના શરીરનું તાપમાન ઝડપથી નીચે આવે છે તેવા મજબુત પુરાવા છે. આ પદ્ધતિની અસર માત્ર પાણીના છંટકાવ કે માત્ર હવા આપવા કરતાં વધુ સારી થાય છે. વારમ્વાર પાણીનો છંટકાવ અને હવા આપવાથી ૨ થી ૫ ગણું તાપમાન ઓછૂં થાય છે.

રિસર્ચ પરથી આવી ભલામણ કરવામાં આવે છે કે ૫ મિનિટનાં સમય ગાળે પાણીનો છંટકાવ અને ૯.૫ થી ૧૨.૮ કી.મી. ની ગતિએ હવા આપવામાં આવે તો ગુદાનું તાપમાન ઘણું ઓછું થાય છે અને ગરમીની અસર ઓછી થાય છે. દબાણપૂર્વક આપેલ હવાનૂ માત્ર વાતાવરણનું તાપમાન ઓછું કરે છે.અભ્યાસ પર થી જાણવા મળેલ છે કે ૧ લિટર પાણીનો એક થી દોઢ મીનીટ છંટકાવ અને ૪-૫ મિનીટ હવા આપવાથી ગાયો સ્વસ્થ રહે છે અને ગાયોને ગરમી સામે રક્ષણ મળે છે. બજારમાં ઘણી સાઇઝનાં સ્પ્રિન્કલિંગ ફેન ઉપલબ્ધ છે જેની માહિતી www.indiancattle.com પર થી ઉપલબ્ધ છે.

બાષ્પીભવનથી ઠંડક આપવી.

જાનવરની ચામડી ભીની કરવાથી ઉંચા ઉષ્ણતામાન કે સુર્ય કિરણ સામે અસરકારક પરિણામ મળતા નથી. આ પદ્ધત્તિથી પાણીનું બાસ્પીભાવન ઝડપ થી થાય છે અને ચામડી ગરમ થઇ જાય છે. ચામડી ભીની કરવાથી તાત્પુરતી ઠંડક થાય છે અને પાછળ થી જાનવરની બેચેનીમાં વધારો થાય છે. સારામાં સારી પદ્ધતિ એરકન્ડિશન છે. પરંતુ તેના થી વિજ વપરાશનો ખર્ચ ઘણો આવે છે. બીજો વિકલ્પ બાષ્પીભવનથી ગાયોને તથા ગમાણને ઠંડક આપવાનો છે (ફોગર) જેમાં ગમાણમાં પાણી પ્રવેશતાં બાષ્પીભવન થાય છે.આ વિકલ્પ ગરમ સુકા હવામાન માટે વધુ અસરકારક છે. આ પદ્ધતિનો ઉપયોગ કરતાં એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ગમાણમાં ભેજનું પ્રમાણ વધે તો તાપમાન પર અસર ઓછી થાય છે.આથી આવી ભલામણ કરવામાં આવે છે કે હવામાં ૭૦% થી વધુ ભેજ ન હોવી જોઈએ.બાષ્પીભવન પદ્ધતિ વધુ ભેજવાળા વાતાવરણમાં ઉપયોગી નથી.આવા વાતાવરણમાં ચામડી પર પાણીનો છંટકાવ અને હવા આપવાથી સારી અસર  થાય છે. ફોગરથી ઠંડક આપવાથી જાનવર વધુ ખોરાક લે છે અને વધુ દુધ ઉત્પાદન કરે છે. આ બાષ્પીભવન(ફોગર) પદ્ધતિ માટે ગમાણની બાધણી યોગ્ય રીતની હોવી જોઈએ. જેથી હવાની અવર-જવર સારી રહે. જ્યાં હવાની અવર-જવર ઓછી હોય છે ત્યાં આ પદ્ધતિ ઉપયોગી નથી ઉલ્ટાનું લાબે ગાળે ગાયોને નુકસાન કરે છે.

નાના ખેડૂતો માટે ગાયોને ઠંડક આપવાની યોગ્ય પદ્ધતિ 

ઓછી આવકવાળા પશુપાલકો માટે ગમાણની આસપાસ ૮-૯ ફૂટ ઉચાઈ સુધીના ઘટાદાર વૃક્ષો અને ઘાસ નાં છાપરા પદ્ધતિ સારી રહે છે. જો પશુપાલક ગમાણની આસપાસ ઘાસ ઉગાડી શકે તો ગમાણમાં દાખલ થતી હવા ગમાણનું તાપમાન ઓછું કરે છે. જાનવરોને છુટા મુકવાથી જાનવર જાતે નક્કી કરે છે કે ખુલ્લામાં ઝાડ નીચે બેસવું કે છાપરાવાળા ગમાણમાં.

પાણીની ઉપલબ્ધતા અને સહેલાઈથી હરવા ફરવાની જગ્યાઓ ગરમ હવાની અસર ઓછી કરવામાં મદદ કરે છે.

ઠંડક પદ્ધતિ નક્કી કરવાના પરિબળો 

(૧) પુરતી ઉચ્ચાઈ અને ઇન્સુલેશનવાળું છાપરું સુર્ય કિરણોથી બચવા માટે આપવું. આ સૌથી પહેલું પગલું કોઈપણ ઠંડક આપવાની પદ્ધતિ માટે જરૂરી છે.

(૨) વિજળી ખર્ચ ઓછો કરવા નક્કી કરો કે ઠંડક ક્યારે વધુ અસરકારક થશે. ભેજવાળા વાતાવરણમાં, બાષ્પીભવન ઠંડક આપવા બપોરનો સમય અસરકારક રહે છે. ગાયોને ઠંડક આપવા માટેની પદ્ધતિની માહિતી www.indiancattle.com વેબસાઈટ પર થી મળી રહે છે.

(૩) ગાયનાં શરીરનાં તાપમાન કરતાં હવામાનનું તાપમાન વધુ હોય તો કોઈ પણ બાષ્પીભવન પદ્ધત્તિ ગાયોને મદદ કરશે.

હંમેશા ત્રણે પદ્ધતિઓ ગભાણ,પાણીનો છંટકાવ અને બાસ્પીભવન વધુ મદદ કરશે.

આધુનિક પદ્ધત્તિનાં ખર્ચ બાબત વિચાર કરવો કારણકે સારી પદ્ધત્તિની વધારાના દુધ ઉત્પાદનથી ખર્ચ પર ભાર ન પડે. વીજળી(લાઈટ) ની ઉપલબ્ધતા પર પણ વિચાર કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*