ગાયોને આરામ દાયક ,વધુ ગર્ભ ધારણ અને ઉત્પાદકતા માટે જરૂરી ગૌશાળા

ગાય મનુષ્ય નથી. તેની ચામડી, શરીરનું તાપમાન અને શરીરની ગરમીનું નિયમન એ મનુષ્ય કરતા અલગ છે. ગાયની ચામડીની જાડાઈ 6 મીમી છે જયારે મનુષ્યની ચામડીની જાડાઈ 0.7મીમી છે. ગાયની ચામડી વધુ પ્રતિરોધક હોઈ બાહરી વાતાવરણને  અલગ રીતે પ્રતિક્રિયા આપે છે.

લેખક : ડો. અબ્દુલ સામદ  રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ,પરેલ , મુંબઈ

અનુવાદક: ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા

ગાયો મનુષ્ય નથી.

  • ગાયોની ચામડી, શરીરનુ  તાપમાન અને શરીરના તાપમાનનું નિયમન અલગ રીતે થાય છે.
  • ગાયની ચામડીની જાડાઈ 6મીમી હોય છે જયારે મનુષ્યની ચામડી 0.7મીમી હોય છે. ગાયની ચામડી વાતાવરણને વધુ અવરોધક હોય છે આથી તે મનુષ્ય કરતા અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. આથી ગાય મનુષ્ય કરતા ગરમી-ઠંડી સામે વધુ સહનશક્તિ  ધરાવે છે.
  • ગાય સામાજિક પ્રાણી હોઈ ટોળાંમાં રહેવું પસંદ કરે છે. જયારે ગાયને જુદી પાડવામાં આવે કે બાંધવામાં આવે ત્યારે તણાવ અનુભવે છે.અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે ગાયને જયારે બાંધવામાં આવે છે ત્યારે લોહીમાં સ્ટેરોલનુ (એક પ્રકારનો અંતઃસ્ત્રાવ) પ્રમંછુટી મૂકેલ ગાય કરતા 2-3 ગણું વધી જાય છે. તણાવને લીધે દૂધ ઉત્પાદન, વેતરના લક્ષણો અને ગર્ભધારણ પર અસર કરે છે.
  • ગાયને બાંધવામાં આવે છે ત્યારે વેતરના લક્ષણો છુટી રાખેલ ગાયની જેમ દર્શાવી શકતી નથી જેમકે અન્ય જાનવર પાર ઠેકવું  જેથી ગર્ભધારણ પર અસર થાય છે.

ગાયોના પગ વધુ સંવેદનશીલ હોય છે.

  • ગાયના પગ પર પ્રચંડ વજન આવતુ હોય છે જે અયોગ્ય ભોયતળને લીધે યોગ્ય રીતે ઉચકી શકતી  ન હોવાથી લંગડાપણા અને ખરીની વિકૃતિ પેદા કરે છે. ગૌશાળામાંથી ગાયોની છટણી કરવાનું આ એક મોટું કારણ છે.
  • કોઠાની ભોંય હંમેશા સુકીરહેવી જોઈએ। ભીની ભોંય એ લંગડાપણા અને સ્નાયુઓના પ્રશ્નો ઉભા કરે છે જે ઉત્પાદકતા અને  ગર્ભધારણ અસર કરે છે.
  • સીમેન્ટ કોન્ક્રીટની  પાકી  ભોંય  નરમ ગાદી વગર આરામદાયક હોતી નથી અને ખાસ સંકર ગાયોમાં પગની તકલીફ ઉભી કરે છે.
  • સીમેન્ટ કોન્ક્રીટની ભોંય ઉષ્ણકટિબદ્ધ વાતાવરણમાં ગરમીને પરાવર્તીત કરતી હોય આવી ભોંય ગરમ વાતાવરણ માટે યોગ્ય નથી.
  • સીમેન્ટ કોન્ક્રીટની ભોંય કરતા યોગ્ય રીતે માટી પાથરેલ ભોય નરમ હોય છે અને ઓછી ખર્ચાળ હોય છે.
  • સીમેન્ટ કોન્ક્રીટની  ભોંય પર બાંધેલી ગાય માટી ની ભોંય પાર છૂટી બાંધેલી કરતા વધુ ગંદી હોય છે.
  • ગાયોને જયારે પાકા ભોંય પર બાંધવામાં આવેછે ત્યારે પેશાબ-પોદળાથી ગંદી થયેલ ભોંય પર બેસવું, આરામ કરવો પડે છે. આવી ગાયોને દિવસમાં બે વાર નવડાવવી તેમજ ભોંયને સાફ કરાવી પડે છે જેથી પાણીનો વધુ વ્યય થાય છે. વાસ્તવમાં ગાયોને વધુ નવડાવવાથી ચામડીની બીમારી લાગવાનો સંભવ છે.અને બદલે અઠવાડિયામાં એકવાર બ્રશથી સાફ કરવી જોઈએ।

photo

ગાયને આ પ્રકારની સાંધાની બિમારીઓ સામાન્ય છે.હંમેશા પાકી ભોંય પર બાંધવાથી જાનવરનું ગર્ભધારણ અનેદૂધ ઉત્પાદન ઓછું હોય છે.